SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સદાને માટે અભયદાન આપનારો થાય છે. તે પુત્ર દાન દ્વારા જગતના જીવોનું દારિદ્ર ચૂરવા માટેનું જ એક કાર્ય સદાકાળ માટે કર્યા કરે છે અને જીવોને પોતાની જેમ તે સચ્ચિદાનંદસ્વરૂપી બનાવે છે. નવકાર અને સામાયિક જીવરાશિ ઉપર સ્નેહ તે પ્રવચનની માતા છે. પ્રવચન, સંઘ, દ્વાદશાંગી, ચરણકરણાદિ અનુષ્ઠાનો, સમિતિ, ગુપ્તિ, મહાવ્રતો આદિની ઉત્પાદક જીવરાશિ ઉપર સ્નેહપરિણામરૂપ પ્રવચનની માતા હોય તો તે જૈન પ્રવચન છે, અન્યથા પ્રવચનાભાસ છે. બધાં ધર્મઅનુષ્ઠાનોની ઉત્પત્તિનું મૂળ સ્નેહપરિણામ છે, તીર્થકરોના આત્મદ્રવ્યમાં તે સર્વોત્કૃષ્ટ હોય છે તેથી તેઓ ત્રિભુવનને પૂજનીય બને છે. જીવતત્ત્વની રુચિ માતાના સ્થાને છે, જીવતત્ત્વનો બોધ પિતાના સ્થાને છે અને જીવરક્ષાવિષયક સંયમ પુત્રના સ્થાને છે. તેને અનુક્રમે દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવાય છે. રુચિ અને બોધ જગાડવાની શક્તિ નવકારમાં છે. સંયમ એ કરેમિભંતેની પ્રતિજ્ઞાના પાલનમાં છે. એ રીતે નવકાર અને સામાયિક બને મળીને જૈનપ્રવચન બને છે. નવકારથી આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન એ જિનાજ્ઞા છે. નવકાર વડે તેનો અનુબંધ પડે છે. નવકારના સતત સ્મરણ વડે આશ્રવમાં હેયપણાની અને સંવરમાં ઉપાદેયપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી આશ્રવત્યાગનો અને સંવરસેવનનો અનુબંધ પડે છે. તે અનુબંધ દઢ થતાં આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન સુલભ બને છે. નમસ્કાર વડે થતી ચિત્તશુદ્ધિનું આ લક્ષણ છે. ચિત્તશુદ્ધિનો પર્યાય નિર્મળબુદ્ધિ પણ છે. બુદ્ધિને નિર્મળ કરવા માટે ચિત્તને શુદ્ધ કરવા માટે નમસ્કારનું આસેવન પુનઃ પુનઃ કરવાનું શાસ્ત્રો ફરમાન કરે છે. નવકાર અને સામાયિકનાં પ્રયોજન ચૈતન્યનો પ્રેમ મંગળનું મૂળ છે. જડનો રાગ પાપનું મૂળ છે. પરમેષ્ઠિનમસ્કારથી જડનો રાગ જાય છે, તેથી પાપ નાશ પામે છે અને ચૈતન્યનો પ્રેમ પ્રગટે છે, તેથી ધર્મમંગળ વધતું જાય છે. જીવની મૈત્રીથી હિંસાદિ પાપ જાય છે અને જિનની ભક્તિથી ચૈતન્યનો પ્રેમ વધે છે. જિનભક્તિનું બીજ પંચમંગલ (નવકાર) છે. જીવમૈત્રીનું બીજ સાવઘયોગના પચ્ચક્ષ્મણ (સામાયિક) છે. એકને નવકાર અને બીજાને સામાયિક નામથી સંબોધાય છે. નવકાર અધ્યાત્મ છે. સામાયિક યોગ છે. એકથી ચિત્તની વિશુદ્ધિ સધાય છે, બીજાથી ચિત્તની સ્થિરતા સધાય છે. ૩૭૬ view: TET 1 આ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy