SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગનો અર્થ તેમાં રહેલો છે. આત્મભાવમાં પરિણમવું તે દ્વાદશાંગનો અર્થ છે અને તે જ નમસ્કારનો પણ અર્થ છે. ચતુર્વિશતિસ્તવ આદિ પણ તે જ એક પ્રયોજનને સિદ્ધ કરવા માટે છે. તેથી અર્થ વડે બધાની એકતા છે. આ જાતની અર્થભાવના કરવાથી નમસ્કારમાં રહેલું મંત્રમૈતન્ય પ્રગટે છે. મંત્રમૈતન્ય પ્રગટવું એટલે અંતરાત્મભાવની પ્રાપ્તિ થવી, અંતરાત્મભાવમાં સ્થિર થઈને પરમાત્મભાવને ભાવવું, પરમાત્મા પોતે જ આત્મભાવમાં પરિણમેલા છે એવી અનુભૂતિ કરવી. કહ્યું છે કેगुरूमंत्रदेवताऽऽत्ममनःपवनानामैक्यनिष्कलनादन्तरात्मसंवित्तिः। મન, પવન અને આત્મા તથા ગુરુ, મંત્ર અને દેવતા બધાનું ઐક્યાવન તે અંતરાત્મભાવની પ્રાપ્તિ છે. તેમાં સ્થિર થવાથી પરમાત્મભાવનું દર્શન થાય છે. સાત અક્ષરનું મહત્વ નમસ્કારમંત્ર સિદ્ધ થવાથી નિમ્નલિખિત સાત વસ્તુઓ સિદ્ધ થાય છે. ૧. સર્વમંત્રો સિદ્ધ થાય છે. ૨. સર્વશાસ્ત્રોના અધ્યયનનું ફળ મળે છે. ૩. સર્વશાસ્ત્રોના રહસ્યનું જ્ઞાન થાય છે. ૪. સર્વતીર્થો અને સર્વદવોના દર્શનનો લાભ મળે છે. ૫. સર્વયજ્ઞો અને સર્વપૂજાઓનું ફળ મળે છે. છે. તેની દષ્ટિમાત્રથી સર્વમનુષ્યો પવિત્ર થાય છે. ૭. તેનાથી બ્રહ્મચર્યવ્રત સ્થિર થાય છે. નોંધ:- સાતનો અંક, સંપૂર્ણતા કે સમગ્રતાદિનો સૂચક છે. માટે સાતના ઉપલક્ષણથી સર્વ વાતો કે સર્વ વસ્તુઓ, નમસ્કાર સિદ્ધ થવાથી સિદ્ધ થાય છે તેમ સમજવું. જેમ કે સંગીતના સાતેય સૂર સિદ્ધ થવાથી સર્વ પ્રકારની રાગરાગિણી સિદ્ધ થઈ શકે. સાતતત્ત્વ, સાતનય, સપ્તભંગાદિથી સમગ્રતત્ત્વો, નયો અને ભંગો સંગૃહીત થાય છે. - નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદોમાંથી ત્રણ પદોના તો સાત સાત અક્ષરો છે અને પાંચ પદોમાં કુલ ૩૫ અક્ષરો છે, તેથી પણ દરેક પદને ભાગે સાત સાત જ અક્ષરો આવે છે, કેમ કે પાંચમાં પદમાં જે નવ અક્ષરો છે, તેમાંથી “જો કે એ “સત્ર બે શબ્દોને ગમે તે પદમાં મૂકી શકાય છે. તત્વચિ, તત્વબોધ અને તારિણતિ પદથી જીવતત્ત્વનું જ્ઞાન કરાવનાર સર્વજ્ઞપણાનું સ્મરણ થાય છે, તેથી તે તત્ત્વબોધ ઉત્પન્ન કરવારૂપ પિતાનું કાર્ય કરે છે. નમો' રૂપી માતા અને “અરિહંત'રૂપી પિતાના સંબંધથી “તાણં' પદ વડે સંયમરૂપી પુત્રનો જન્મ થાય છે. તત્ત્વરુચિરૂપી માતા અને તત્ત્વબોધરૂપી પિતા તત્ત્વપરિણતિરૂપી પુત્રને જન્મ આપી તેને મોટો કરે છે અને ધર્મરૂપી ધન કમાવા મોકલે છે. તેમાં તે પરિષહ-ઉપસર્ગોરૂપી કષ્ટોને આનંદપૂર્વક સહીને મોટી કમાણી કરે છે અને અનંતકાળ માટે કદી ન ખૂટે તેવું મોક્ષરૂપી અક્ષય, અવ્યાબાધ સુખ મેળવે છે તથા જગતના સર્વ જીવોને IN અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૭૫ ** * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy