SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ કે દુર્ગુણ પ્રગટવાનો સંભવ જ ક્યાંથી રહે? અર્થાત તે વખતે મંત્ર અને આત્મા-બે એકાકાર બની જાય છે અને તે બન્નેની એકતામાં મન, પવન તથા દેવ અને ગુરુ આ ચારેયનું ઐક્ય સધાય છે, તેમાંથી અદ્ભુત મંત્રચૈતન્ય પ્રગટે છે. સમ્યક્ત્વ અને સંતોષ જુઠ્ઠd aહતીતિ કુહમ્ / જેટલું દુઃખ ભોગવ્યું તેટલું દુષ્કૃત નાશ પામ્યું સમજવું. “વાલતીતિ કુલમ્ જેટલું સુખ ભોગવ્યું તેટલું સુકૃત નાશ પામ્યું- ખવાઈ ગયું સમજવું. જેમ વિષયચિંતનથી મન ચંચળ બને છે અને શત્રુના વિચારથી ક્રોધ ચઢે છે તેમ સંતના વિચારથી મન સાત્ત્વિક બને છે. નમસ્કાર મહામંત્રને ગણવાથી જીવરાશિ ઉપર સ્નેહપરિણામની વૃદ્ધિ થાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી શુદ્ધ આત્મતત્ત્વની પ્રતીતિ થાય છે. નમસ્કાર એ સર્વોત્તમ પાત્રોને સન્માનનું દાન દેવાની એક વિશિષ્ટપ્રક્રિયા છે. તેમાં મનપુણ્ય, વચનપુણ્ય અને કાયપુણ્યની સાથે નમસ્કારરૂપી નવમું-છેલ્લું પુણ્ય સધાય છે. તે વડે નવમું પાપ-લોભ અને અઢારમું પાપ-મિથ્યાત્વશલ્ય નાશ પામે છે તેમજ સંતોષ અને સમ્યકત્વગુણ આવિર્ભાવને પામે છે. સમ્યકત્વગુણ મૈત્રીસ્વરૂપ જીવતત્વની રુચિના લાભરૂપ છે અને સંતોષગુણ વૈરાગ્યસ્વરૂપ અતત્ત્વચિના નાશરૂપ છે. સમ્યકત્વ મૈત્રીસ્વરૂપ અને સંતોષ વૈરાગ્યસ્વરૂપ છે. અહિંસા-સંચમ-૫ અહિંસા જીવનેહરૂપ છે, સંયમ અને તપ આત્મસ્નેહરૂપ છે. અહિંસાથી કાયા, સંયમથી ઇન્દ્રિયો અને તપથી મનની રક્ષા થાય છે, અયતનાનો પરિહાર થાય છે. અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ પ્રથમધર્મમંગળ છે. એની સિદ્ધિ માટે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો નિગ્રહ તે દ્વિતીયમંગળ છે. ઇન્દ્રિયો અને મનના અંકુશ વિના અહિંસા પળાય નહિ અને અહિંસાના પાલન વિના ભાવનમસ્કાર આવે નહિ. ભાવનમસ્કાર પ્રભુઆજ્ઞાની આરાધનારૂપ છે અને તે જીવનિકાયને “આત્મસમ” ગણવાથી સધાય છે. 'अत्तसमं मन्निज्ज छप्पिकाये ।' અહિંસા સક્રિયમૈત્રી છે, સંયમ સક્રિયવૈરાગ્ય છે અને તપ સક્રિય અનાસક્તિ છે. વિચારનું ફળ વર્તન છે, વર્તન વગરની વિચારણા વાંઝણી છે. અહિંસા, સંયમ અને તપ એ પરમ મંગળ છે. તેમાં કારણ મૈત્રી, વૈરાગ્ય અને અનાસક્તિનું જીવનમાં પ્રત્યક્ષ આચરણ છે. તે ત્રણ જ્યારે જીવનમાં ઊતરે ત્યારે ભાવનમસ્કાર બને છે. સ્નેહપરિણામનો વિકાસ સાધુપદ એ સ્નેહપરિણામનો વિકાસ છે. સકલસત્ત્વહિતાશયરૂપ આત્મપરિણામ તે સાધુત્વ છે. તેને વિકસાવવા માટેનું જ્ઞાન ઉપાધ્યાયપદ આપે છે અને એ વિકાસેલા જ્ઞાનનું આચરણ આચાર્યપદ શીખવે છે. એ સ્નેહપરિણામની સિદ્ધિ એ સિદ્ધપદ છે અને એ સિદ્ધિનો માર્ગ સકલસત્ત્વહિતાશયરૂપી શુભ આત્મપરિણામ છે એમ અરિહંતો ઉપદેશે છે. અરિહંતોના ઉપદેશથી રત્નત્રયસ્વરૂપ સિદ્ધિનો માર્ગ જાણી તેને જીવનમાં ઉતારનાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ છે. તે પદોને નમસ્કાર એ અમૈત્રી-અસ્નેહરૂપી પાપનો નાશ કરી મૈત્રી-સ્નેહઆત્મસ્વભાવરૂપી ધર્મને પ્રગટાવે અનપેક્ષાકિરણ ૪. ૩૭૯ IN ૩૭૯ Af ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy