________________
જે વસ્તુ પામવી હોય છે જેનામાં હોય તેનું આલંબન પુરાલંબન ગણાય છે. પરમેષ્ઠિઓનું આલંબન આત્મજ્ઞાન અને નિર્ભયતા ઉભય માટે પુષ્ટાલંબન છે. મોહષિ ઉતારવાનો મહામંત્રી
સર્પનું ઝેર ચઢવાથી જેમ કડવો લીમડો પણ મીઠો લાગે છે, તેમ મોહરૂપી સર્પનું ઝેર ચઢવાથી કડવા વિપાકોને આપનારા વિષયકષાયના કડવા રસ પણ મીઠા લાગે છે.
સર્પનું ઝેર ઊતર્યા બાદ કડવો લીંબડો કડવો લાગે છે, તેમ મોહરૂપી સર્પનું ઝેર ઊતર્યા બાદ વિષય-કષાય પણ કડવા લાગે છે.
સર્વનું ઝેર ઉતારવાનો જેમ મંત્ર હોય છે, તેમ મોહરૂપી સર્પના વિષને ઉતારવા માટે પણ મંત્ર છે અને તે દેવગુરુનું ધ્યાન છે.
દેવગુરુનું ધ્યાન કરવાનો મંત્ર શ્રી નવકારમંત્ર છે, તેથી તે મોહવિષ ઉતારવાનો મહામંત્ર ગણાય છે. કર્મબંધનાં કારણો અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તેનો અનુબંધ પાડનાર મિથ્યાત્વ છે.
શ્રી નવકારમંત્ર આરાધતાં, દેવ-ગુરુના ધ્યાન વડે કર્મનાં અનુબંધ તૂટે છે અને મિથ્યાત્વમોહ વિલીન થાય છે.
ચારેયગતિનાં ભિન્નભિન્ન કર્યો છે. સુખ ભોગવવા માટે સ્વર્ગ, દુઃખ ભોગવવા માટે નરક, અવિવેકપણે વર્તવા માટે તિર્યંચ અને વિવેક સહિત ધર્મ કરવા માટે મનુષ્યભવ છે.
શ્રી ચિનોક્તધર્મમાં ત્રણ શક્તિ છે તે આવતાં કર્મોને રોકે છે, પ્રાચીન કર્મોને ખપાવે છે અને પરિણામે હિતકારી શુભાશ્રવો કરાવે છે.
- મિથ્યાત્વમોહની હાજરીમાં બીજાં કર્મોનો ક્ષયોપશમ અધિક પાપકર્મ કરાવે છે. મંદમિથ્યાત્વ અને સમ્યકત્વની હાજરીમાં બધાં જ ક્ષયોપશમાં લાભદાયક બને છે.
સંસાર એટલે કર્મકૃત અવસ્થા. એને ટાળવાનો ઉપાય તે ધર્મ. તે ધર્મનું સાધન માત્ર મનુષ્યભવમાં સમ્યક્ત્વની કે મંદમિથ્યાત્વની હાજરીમાં થઈ શકે છે.
મિથ્યાત્વને મંદ કરવા માટેનો અને સમ્યકત્વની પ્રાપ્તિ માટેનો અમોઘ ઉપાય દેવગુરુની ભક્તિ છે. તે ભક્તિ કરવાનું પ્રથમ અને સરળ સાધન શ્રી નવમસ્કારમંત્રનું સ્મરણ અને જાપ છે.
માનવજન્મમાં ધર્મની આરાધના કરવાની જે ઉત્તમ તક મળી છે તેનો લાભ લેવાની જેને તીવ્ર ઉત્કંઠા છે, તેને માટે શ્રી નમસ્કારમંત્ર એક જડીબુટ્ટી સમાન છે. દ્રવ્યભાવસંકોચ કાયા અને મનની શુદ્ધિ
વંદન, નમસ્કાર, અભિવાદન, કરયોજન, અંગનમન, શિરોવંદન વગેરે નમસ્કારરૂપ છે. તે દ્રવ્યભાવ ઉભયસંકોચરૂપ છે. અભિવાદન તે ભાવસંકોચ છે. તેનો અર્થ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ગુણીના ગુણોની પ્રશંસા તથા તે ગુણોને વિષે વિશુદ્ધ એવા મનની વૃત્તિ, અર્થાત્ મનની વિશુદ્ધ વૃત્તિ. એ રીતે કાયાની અને વચનની વિશુદ્ધ પ્રવૃત્તિ અને મનની વિશુદ્ધ વૃત્તિ-એ બંને મળીને વંદન પદાર્થ બને છે.
અર્થાત્ મન-વચન-કાયાની વિશુદ્ધ પ્રવૃત્તિનું જ બીજું નામ વંદન છે અને તેને જ દ્રવ્યભાવસંકોચ પણ કહે
મંત્ર ઉચ્ચારણમાં શબ્દવડે દ્રવ્યસંકોચ થાય છે અને શબ્દવાઓ અર્થના ચિતન વડે ભાવસંકોચ થાય છે.
૩૦૪
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org