________________
સાધ્ય, સાધન અને સાધના
મનુષ્ય માત્રામાં થોડેઘણે અંશે વાસના અને ઈચ્છારૂપ નબળાઈ રહેલી છે અને સાથેસાથે એ નબળાઈ ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય પણ રહેલું છે.
ઉચ્ચગુણોનાં બીજ મનુષ્ય માત્રામાં પડેલાં હોય છે. જ્યારે એ સર્વોત્કૃષ્ટ ગુણીના શરણે જાય છે ત્યારે તે બીજોમાંથી અંકુરા પ્રગટે છે.
જ્યાં સુધી સર્વોત્કૃષ્ટનું શરણ તે સ્વીકારતો નથી ત્યાં સુધી અંદર પડેલાં બીજો અંકુરારૂપ, વૃક્ષરૂપ કે ફળરૂપ બની શકતાં નથી.
સિદ્ધ થવું અર્થાત્ પૂર્ણ થવું એ અંતિમ ધ્યેય છે. એ ધ્યેયને અને આદર્શને સિદ્ધ કરવા માટે હૃયમાં શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન આવશ્યક છે.
શ્રી નમસ્કારમંત્રના સ્મરણ વડે એ ધ્યાનને કાયમી બનાવી શકાય છે.
બીમારીના ભયથી જેમ મિષ્ટાન્નાદિનો લોકો ત્યાગ કરે છે, તેમ જ્યારે દુર્ગતિનો ભય લાગે છે ત્યારે પાપવ્યાપારો પણ અટકી જાય છે.
બીમારીમાં ભોજન કરવાથી બીમારી આવે જ એવો નિયમ નહિ, પણ પાપ ચાલુ રાખવાથી દુર્ગતિ તો થાય જ એ નક્કી.
અહંભાવપૂર્વકની સ્વાર્થસાધના જીવને નીચે લઈ જાય છે. નમસ્કારભાવપૂર્વકની પરમાર્થની સાધના જીવને ઊંચે લઈ જાય છે. નમસ્કારભાવ વડે અહંભાવને અળગો કરી શકાય છે. નમસ્કારભાવમાં સાધ્ય, સાધન અને સાધના એ ત્રણેયની શુદ્ધિ રહેલી છે.
નમ મહંતાન' માં “નમો’ એ સાધન છે, “ગરિરં એ સાધ્ય છે અને “તા તન્મયતા એ સાધના છે. પ્રથમ સાધ્યને તાકવું તે “નમો’ પદથી થાય છે અને સાધ્યને પામવું તે “તાળ' પદથી થાય છે.
નનો પદ વડે સાધ્યનો સમ્યગુયોગ થાય છે, “નિરં પદ એ સાધ્યનું સમ્યક સાધન થાય છે અને “તા પદ વડે સાધ્યની સમ્યફસિદ્ધિ થાય છે. આત્મજ્ઞાન અને નિર્ભયતા
શ્રી અરિહંતાદિ પાચંને છોડીને બધા પ્રાણીઓ સભય છે. એ પાંચ પદ સદા નિર્ભય છે, તેમાં કારણ તેઓની “સકલસહિતાશયતા છે.
સભયને નિર્ભય બનવા માટે સર્વત્ર હિતચિન્તનરૂપ મૈત્રીભાવનું અને એ ભાવથી ભરેલા શ્રી પંચપરમેષ્ઠિનું અવલંબન છે. એ અવલંબન લેવાથી સભયતા જાય છે અને નિર્ભયતા પ્રગટે છે.
શ્રી પરમેષ્ઠિઓનું આલંબન આત્મજ્ઞાનનું કારણ બને છે. આત્મજ્ઞાન એટલે “હું આત્મા છું' એવું જ્ઞાન. હું દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ છું.' એવું ભાન. જરા-મરણાદિનો ભય દેહને છે પણ આત્માને નથી.
આત્મા અજર-અમર-અવિનાશી છે એવું સ્વસંવેદ્ય જ્ઞાન પરમેષ્ઠિઓની ભક્તિના પ્રભાવે પ્રકટે છે.
આત્મજ્ઞાન પામેલાની ભક્તિ આત્મજ્ઞાન પ્રગટાવે છે. પાંચેય પરમેષ્ઠિઓ આત્મજ્ઞાની છે, તેથી તેઓનું આલંબન આત્મસ્વરૂપનું જ્ઞાન પામવામાં પુષ્ટ આલંબન બને છે.
અનુપ્રેક્ષાકિરણ ૩
છે ૩૦૩ પN
૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org