________________
શ્રી નમસ્કાર મહામંત્ર જીવને અધ્યાત્મ માર્ગે ચઢાવે છે. શુદ્ધ અધ્યાત્મના માર્ગે ચઢ્યા પછી જીવ શક્તિ મુજબ તે માર્ગે ચાલવા પ્રયાસ કરે છે અને તેથી મોડો-વહેલો પણ પોતાના ઈષ્ટ સ્થાને પહોંચે છે.
શુદ્ધ અધ્યાત્મ તે પાપરહિત થવાનો માર્ગ છે. પુણ્યની પણ પેલે પાર તેનાથી જ જવાય છે. શ્રી નમસ્કારમંત્ર દુષ્કૃતગર્તારૂપ હોવાથી જીવને પાપરહિત બનાવે છે. શ્રી નમસ્કારમંત્ર સુકૃતાનુમોદનારૂપ હોવાથી જીવને પુણ્યાનુબંધી પુણ્યવાળો બનાવે છે. શ્રી નમસ્કારમંત્ર શ્રી અરિહંતાદિ ચારના શરણરૂપ હોવાથી આત્માના શુદ્ધ સ્વરૂપને પમાડનાર થાય છે.
શ્રી અરિહંતાદિ ચાર, આત્માનું શુદ્ધસ્વરૂપ પામેલા હોવાથી તેઓનું અવલંબન શુદ્ધસ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન કરાવે છે તથા તે જ્ઞાન અને શ્રદ્ધાન મુજબ આત્માના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરાવનાર થાય છે. શુદ્ધસ્વરૂપનું ધ્યાન અંતે મુક્તિ અપાવે છે. શ્રી નમસ્કારમંત્રની સિદ્ધિ
કેટલાક શારીરિક દુઃખને જ દુઃખ માને છે. કેટલાક તેથી આગળ વધીને માનસિક દુઃખોને દુઃખ માને છે. તેથી આગળ વધીને કેટલાક શારીરિક-માનસિક દુઃખોનાં મૂળ જે વાસના, મમતા યા તૃષ્ણા તેને જ દુઃખ માનીને તેના નિવારણ માટે પ્રયત્ન કરે છે.
મમતા સંકુચિત મટીને જ્યારે વ્યાપક બને છે ત્યારે આપોઆપ સમતા આવે છે. બંનેનાં મૂળમાં નેહતત્ત્વ
જ્યારે સ્નેહ સંકીર્ણ-સંકીર્ણતર હોય ત્યારે મમતા કહેવાય છે. તે જ્યારે વ્યાપક અને પરિપૂર્ણ બને ત્યારે સમતા કહેવાય છે. સંકીર્ણ સ્નેહ એ જ મમતા છે, તેમાંથી વાસના યા તૃષ્ણા પેદા થાય છે તથા તે વાસના જ આત્તર અને બાહ્ય સર્વ પ્રકારનાં દુઃખોનું મૂળ છે.
માણસ ઘરનો, દુકાનનો યા વસ્ત્રનો કચરો યા મેલ દૂર કરવા તત્પર રહે છે અને અનાજમાં કે ભોજનમાં રહેલો કચરો પણ અપ્રમત્તભાવે દૂર કરે છે. માત્ર મનમાં કે આત્મામાં રહેલો મમતારૂપી મેલ કે તૃષ્ણા અને વાસનારૂપી કચરો કાઢવા માટે તત્પરતા દાખવતો નથી.
તે તત્પરતા શાસ્ત્રાભ્યાસ તથા તત્ત્વચિંતનથી આવે છે. શાસ્ત્રભ્યાસ તથા તત્ત્વચિંતનનું બીજ શ્રી નમસ્કારમંત્ર છે.
શ્રી નમસ્કારમંત્રનાં સ્મરણ અને સતત ચિંતનથી શાસ્ત્રાભ્યાસ પ્રત્યે આદર જાગે છે. શાસ્ત્રાભ્યાસ પ્રત્યે આદર જાગવાથી શાસ્ત્રકાર પ્રત્યે આદર જાગે છે-બહુમાન ઉત્પન્ન થાય છે. શાસ્ત્રકાર પ્રત્યે બહુમાન ઉત્પન્ન થવાથી તત્ત્વચિંતન ઊંડું થાય છે. તત્ત્વચિંતન ઊંડું થવાથી વાસના, તૃષ્ણા અને મમતાનું મૂળ સ્નેહની સંકીર્ણતા છે એમ સમજાય છે.
સ્નેહની સંકીર્ણતા એ મમતાદિ બધા દોષોનું મૂળ છે. એવી સમજણ જ્યારે જીવને થાય છે ત્યારે તે તેને કાઢવા માટેનો ઉપાય શોધે છે. એ ઉપાય શોધતાં તેને શ્રી નમસ્કારમંત્ર ઉપર સર્વાધિક આદર ઉત્પન્ન થાય છે.
શ્રી નમસ્કારમંત્ર ઉપરના અધિક આદરથી સમસ્ત જીવરાશિ ઉપર સ્નેહનું પરિણામ વ્યાપી જાય છે.
સંકીર્ણ સ્નેહ જે મમતા યા વાસનાનું કારણ બનતો હતો, તે જ જ્યારે વ્યાપક અને પૂર્ણ બને છે ત્યારે સમતાનો હેતુ બની જાય છે.
સમતાની સિદ્ધિનો ઉપાય સ્નેહની વ્યાપકતા છે અને સ્નેહની વ્યાપકતાનો ઉપાય નિષ્કામ સ્નેહપૂર્ણ શ્રી પંચપરમેષ્ઠિનો નમસ્કાર છે એમ જ્યારે સમજાય છે ત્યારે નમસ્કારમંત્રની સિદ્ધિ થઈ ગણાય છે. N ૩૦૨
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org