SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિનું કારણ ચાર કષાયો છે. જ્ઞાનાદિ ગુણો અને દાનાદિ ધર્મો વડે ચાર પ્રકારના કષાયોનો છેદ થાય છે. સમ્યગ્દર્શનગુણ ક્રોધકષાયનો નિગ્રહ કરે છે, સમ્યજ્ઞાનગુણ માનકષાયનો નિગ્રહ કરે છે, સભ્યશ્ચારિત્રગુણ માયાકષાયનો નિગ્રહ કરે છે અને સમ્યક્તપગુણ લોભકષાયનો નિગ્રહ કરે છે. દાનધર્મ વડે માન તજાય છે અને નમ્રતા આવે છે, શીલધર્મ વડે માયા તજાય છે અને સરળતા આવે છે, તપધર્મ વડે લોભ જિતાય છે અને સંતોષ આવે છે તથા ભાવધર્મ વડે ક્રોધ જિતાય છે અને સહનશીલતા આવે છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર, એ ચાર પ્રકારના ધર્મ વડે અને જ્ઞાનાદિ ચાર ગુણોની પુષ્ટિ વડે ચાર ગતિ અને તેનું મૂળ ચાર કષાયો તેનો અંત કરી પંચમગતિને અપાવે છે. ધર્મપ્રાપ્તિનું દ્વાર સંસાર અસાર છે. તેમાં દુ:ખને તો અસાર સૌ કોઈ માને છે, કિન્તુ જ્ઞાની પુરુષો સંસારના સુખને પણ અસાર ગણે છે, કારણ કે સુખને માટે પાપ થાય છે અને પાપના પરિણામે દુઃખ મળે છે. તેથી દુઃખ નહિ પણ પાપ અસાર છે, તથા સુખ એ સા૨ નહિ પણ તેનું કા૨ણ સુકૃત એ સાર છે આવી બુદ્ધિવાળાને જ શ્રી અરિહંતાદિ ચારનું શરણ પ્રિય લાગે છે. ભગવાનનું શરણ સ્વીકા૨વા માટે મુખ્ય બે જ શરતો છે. એક તો પાપને-દુષ્કૃતને અસાર માનવું અને બીજું ધર્મને-સુકૃતને સાર માનવો. એમ માનનાર જ સર્વથા પાપરહિત અને ધર્મસહિત એવા શ્રી અરિહંતાદિ ચારનું માહાત્મ્ય સમજી શકે અને તેઓના નમસ્કા૨ને ભાવથી આદરી શકે. જેમ સુવર્ણના અલંકા૨ોમાં સુવર્ણ એ મુખ્ય કારણ છે, તેમ અર્થ, કામ અને મોક્ષપ્રાપ્તિમાં ધર્મ એ મુખ્ય કારણ છે. અર્થ, કામ અને મોક્ષ એ ધર્મરૂપી સુવર્ણના જ ભિન્ન ભિન્ન ઘાટ છે. તે ધર્મ પ્રત્યેની પ્રીતિ નમસ્કારભાવથી જાગે છે, તેથી ૫૨મેષ્ઠિનમસ્કાર ધર્મપ્રાપ્તિનું દ્વાર છે. પાપનો પશ્ચાત્તાપ અને પુણ્યનો પ્રમોદ પાપકાર્ય કરીને જેને ખરેખર પસ્તાવો થાય તેનું પાપ વધતું અટકી જાય છે. ધર્મકાર્ય કરીને જેને હર્ષ ન થાય તેનું પુણ્ય વધતું અટકી જાય છે. પાપનો પશ્ચાત્તાપ પાપથી પાછા ફરવાનું સાધન છે. પુણ્યનો પ્રમોદ એ પુણ્યમાં આગળ વધવાનો ઉપાય છે. શ્રી નમસ્કારમંત્રમાં પાપનો પશ્ચાત્તાપ છે અને પુણ્યનો પ્રમોદ છે. પાપનો પશ્ચાત્તાપ એ દુષ્કૃતગહનું જ બીજું નામ છે. પુણ્યનો પ્રમોદ એ સુકૃતાનુમોદનાનો પર્યાય શબ્દ છે. શ્રી નમસ્કારમંત્રની આરાધના પાપથી પાછા ફરવાની અને પુણ્યમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તેથી પાપ નિરનુબંધ બને છે બંને પુણ્ય સાનુબંધ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો અર્થી અને પાપાનુબંધથી ભીરુ એવા પ્રત્યેક મુમુક્ષુ આત્મા માટે નિત્ય એકસો ને આઠવાર શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ એ આજ સુધી નહિ પ્રાપ્ત થયેલી એવી આધ્યાત્મિક નવી દુનિયામાં પ્રવેશ કરવાનું પ્રબળ સાધન બને છે. માર્ગે ચાલવું તેટલું કઠિન નથી, જેટલું કઠિન માર્ગે ચઢવું તે છે. અનુપ્રેક્ષાકિરણ ૩ Jain Education International For Private & Personal Use Only ૩૦૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy