SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમાં દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના રહેલી છે. દુષ્કૃતગહથી સહજમળ ઘટે છે અને સુકૃતાનુમોદનાથી ભવ્યત્વ પાકે છે. સુકૃતની સાચી અનુમોદના દુકૃતની ગર્તામાં રહેલી છે અને દુષ્કતની સાચી ગઈ સુકૃતની અનુમોદનામાં રહેલી છે. ઉભય મળીને શરણરૂપ સિક્કો બને છે. શરણરૂપી સિક્કાનું બીજું નામ નમસ્કારભાવ છે. તેનું સાધન એ પંચમંગળનું ઉચ્ચારણ છે. દુકૃતગઈ અને સુકતાનુમોદના એ એક જ સિક્કાની બે બાજુઓ છે જીવની કર્મના સંબંધમાં આવવાની શક્તિ તે સહજમળ છે અને કર્મના સંબંધમાંથી છૂટવાની શક્તિ તે તથાભવ્યત્વ છે. યોગ્યને ન નમવાથી અને અયોગ્યને નમવાથી સહજમળ વધે છે. તેથી વિપરીતપણે યોગ્યને નમવાથી અને અયોગ્યને ન નમવાથી તથાભવ્યત્વ વિકસે છે. યોગ્યને નમવું અને અયોગ્યને ન નમવું તેનો જ અર્થ સાચો નમસ્કાર છે. સાચો નમસ્કાર એટલે યોગ્યને શરણે જવું અને અયોગ્યને શરણે ન જવું. અયોગ્યને ન નમવું તે અયોગ્યને શરણે ન જવા બરાબર છે. યોગ્યને નમવું તે યોગ્યને શરણે જવા બરાબર છે. અયોગ્યને શરણે ન જવું એનું નામ દુષ્કતગઈ છે અને યોગ્યને શરણે જવું એનું નામ સુકૃતાનુમોદના છે. એ બંને શરણગમનરૂપ સિક્કાની બે બાજુઓ છે. શ્રી અરિહંતાદિનો નમસ્કાર તે શ્રી જિનશાસનરૂપી સામ્રાજ્યનું નગદનાણું છે. તે નાણાંની એક બાજુ દુષ્કતગર્તાની છાપ છે અને બીજી બાજુ સુકૃતાનુમોદનાની છાપ છે. નમસ્કાર, દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદના એ ત્રણેય મળીને ભવ્યત્વપરિપાકનો ઉપાય બને છે. સંસારની વિમુખતા અને મોક્ષની સન્મુખતા. સહજમળ જીવને સંસાર તરફ ખેંચે છે, જ્યારે તથાભવ્યત્વભાવ જીવને મુક્તિ તરફ ખેંચે છે. સહકમળના ફૂાસથી પાપના મૂળનો નાશ થાય છે અને તે દુષ્કતગ વડે સાધ્ય છે. તથાભવ્યત્વના વિકાસથી ધર્મના મૂળનું સિંચન થાય છે અને તે સુકૃતાનુમોદન વડે સાધ્ય છે. શ્રી અરિહંતાદિનો નમસ્કાર, સંસાર અને તેના હેતુઓથી જીવને પરાડુ મુખ બનાવનાર છે તથા મુક્તિ અને તેના હેતુઓની અભિમુખ કરનાર છે. શ્રી અરિહંતાદિનું શરણ જેમાં રહેલું છે એવી નમસ્કારની ક્રિયા સંસારની વિમુખતા કરાવી આપે છે અને મોક્ષની સન્મુખતાને સાધી આપે છે, તેથી તે પુનઃ પુનઃ કર્તવ્ય છે. વિષયોને નમવાથી સહજમળનું બળ વધે છે. પરમેષ્ઠિઓને નમવાથી તથાભવ્યત્વભાવ વિકસિત થાય છે. પરમેષ્ઠિઓ પાંચ છે અને વિષયો પણ પાંચ છે. નમવું એટલે શરણે જવું. પાંચ વિષયોને શરણે જવાથી ચાર કષાયો પુષ્ટ થાય છે. પાંચ પરમેષ્ઠિઓને શરણે જવાથી આત્માના ચાર મૂળગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ પુષ્ટ થાય છે. પુષ્ટ થયેલા ચાર કષાયો ચાર ગતિરૂપ સંસારને વધારે છે. પુષ્ટ થયેલા જ્ઞાનાદિ ચાર ગુણો ચાર ગતિનો છેદ કરે છે. A ૩00 ૩૦૦ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NG Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy