SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યસંકોચ એટલે દેહ અને તેના અવયવોની શુદ્ધિ અને ભાવસંકોચ એટલે મન અને તેની વૃત્તિઓની નિર્મળતા. મહામંત્રના વાચ્ય શ્રી પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ એ દેવગુરુનું સ્મરણ કરાવે છે અને દેવગુરુનું સ્મરણ એ આત્માના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરાવે છે. એ રીતે તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ અને અશુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ કરાવી દેવ-ગુરુના શુદ્ધસ્વરૂપની સાથે આત્માની એકતાનું જ્ઞાન કરાવે છે. બીજી રીતે મંત્રના પવિત્ર અક્ષરો પ્રાણની શુદ્ધિ કરે છે. શુદ્ધ પ્રાણ મનને અને મન દ્વારા આત્માને શુદ્ધ કરે મંત્રના શબ્દોમાં જેમ પ્રાણ અને મન દ્વારા આત્માને શુદ્ધ કરવાની શક્તિ છે, તેમ પોતાના વાચ્યાર્થ દ્વારા આત્માને નિર્મળ કરવાની સૂક્ષ્મશક્તિ પણ રહેલી છે. મંત્રના વર્ગો શબ્દોની રચના કરે છે અને શબ્દો તેના વાચ્ય અર્થની સાથે સંબંધ કરાવી માનસિક શુદ્ધિ કરે છે. વાચકના પ્રણિધાન વડે થતી શુદ્ધિ એ સ્થળ અને દ્રવ્યશુદ્ધિ છે. વાચ્યના પ્રણિધાન વડે થતી શુદ્ધિ એ સૂક્ષ્મ અને ભાવશુદ્ધિ છે. મંત્રનાં પદો અને તેના વાચ્ય અર્થોનું સતત રટણ અને સ્મરણ કરતા રહેવાથી બાહ્ય-આંતર શુદ્ધિની સાથે નિત્ય નવો જ્ઞાનપ્રકાશ મળે છે, અર્થાત્ મોહનીયકર્મના હૃાસ સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ હ્રાસ થાય છે. અંતે કૈવલ્યની પ્રાપ્તિ પણ સુલભ બને છે. કહ્યું છે કે મોક્ષાનું જ્ઞાનવર્શનાવરાત્તાપક્ષી વૈવલ્યમ્ શ્રી તત્ત્વાર્થ સૂત્ર, અ. ૧૦-૧ માર્ગદર્શક અને માર્ગરૂપ પ્રભુ માર્ગદર્શક છે અને માર્ગરૂપ પણ છે. જેમ ભૂતકાળમાં માર્ગ બતાવીને તે ઉપકાર કરી ગયા છે, તેમ વર્તમાનકાળમાં દર્શનપૂજનાદિ વડે અને તજન્ય શુભભાવાદિ વડે માર્ગરૂપ બનીને તેઓ ઉપકાર કરી રહ્યા છે. પ્રભુના દર્શનાદિથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રભુ નિમિત્તકર્તા છે અને શુભભાવ પામનારો જીવ ઉપાદાન કર્તા છે. નામાદિ વડે લેવાતા પ્રભુના આલંબનથી મોહનીય આદિ કર્મનો ક્ષય-ક્ષયોપશમ થાય છે અને જીવને શુભ ભાવરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. તે જ માર્ગ છે અને તેને આપનારા તે પ્રભુ છે. શુભ ભાવ એ જ માર્ગ અથવા તીર્થ. તેને જે કરે તે તીર્થંકર. વ્યવહારથી તીર્થનાકર્તા શ્રી તીર્થંકર પરમાત્મા કહેવાય છે, તે તીર્થ બે પ્રકારનું છે. દ્વાદશાંગી, તેને રચનારા પ્રથમ ગણધર અને ચતુર્વિધ શ્રીસંઘ-એ બાહ્યતીર્થ છે અને શુભભાવ એ આત્યંતરતીર્થ છે. તેના પણ પ્રયોજકકર્તા, નિમિત્તકર્તા અને પ્રેરકકર્તા પરમાત્મા છે. તેથી તેઓની ભક્તિ નિરંતર કરવા યોગ્ય છે. નવકારના પ્રથમપદથી તે ભક્તિ થઈ શકે છે. આત્માને નિશ્ચિયથી તે જ જાણી શકે કે જે શ્રી અરિહંતભગવંતને તેઓના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવલજ્ઞાનગુણથી અને શુદ્ધ સ્વભાવપરિણમનરૂપી પર્યાયથી જાણે છે. કહ્યું છે કે જેહ ધ્યાન અરિહંતકો, સોહી આતમ ધ્યાન, ફેર કછું ઈણમેં નહિ, એહી જ પરમ નિધાન. એમ વિચાર હિયડે ઘરી, સમકિતદષ્ટિ જેહ, સાવધાન નિજ રૂપમેં, મગ્ન રહે નિત્ય તેહ. - મરણસમાધિવિચાર, ગાથા ૨૨૫-૨૨ અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૦૫ TET A ૩૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy