________________
દ્વિતીયપદવર્ણન (ઢાળ-અલબેલાની દેશી)
નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ, જેહમાં ગુણ છે આઠરે;
હું વારી લાલ ૦ શુક્લ ધ્યાન અનર્લે કરી રે લાલ, બાળ્યાં કર્મકકાઠ ;
હું વારી ૦ ૧ નમો આંકણી જ્ઞાનાવરણ કર્યો લહ્યો રે લાલ, કેવલજ્ઞાન અનંત રે;
હું વારી ૦ દર્શનાવરણ ક્ષયથી થયો રે લાલ, કેવલ દર્શન કંતરે.
હું ૦ ૨ નમો ૦ અખયઅનંત સુખ સહજથીરે લાલ, વેદની કર્મનો નાશ રે;
હું વારી ૦ મોહની ક્ષર્થે નિરમતું રે લાલ, લાયિક સમકિત વાસરે.
હું ૦ ૩ નમો ૦ અખયતિથિ ગુણ ઉપનો રે લાલ, આયુકર્મ અભાવિ રે;
હું વારી ૦ નામકર્મ ક્ષયે નીપનો લાલ, રૂપાદિક ગત ભાવ રે.
હું ૦ ૪ નમો ) અગુરુલઘુગુણ ઊપનો લાલ, ન રહ્યો કોઈ વિભાવરે;
હું વારી ૦ ગોત્રકર્મક્ષયે નીપનો રે લાલ, નિજપર્યાય સ્વભાવરે.
હું ૦ ૫ નમો ૦ અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્યો અંતરાય નાસરે;
હું વારી ૦ આઠકર્મ નાર્થે થયો રે લાલ, અનંત અખય સુખવાસરે.
હું ૦ ૬ નમો ૦ ભેદ પનર ઉપચારથી રે લાલ, અનંત પરંપર ભેદ રે;
હું વારી ૦ નિશ્ચયથી વીતરાગનારે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે
હું ૦ ૭ નમો ૦
४७८
વૈલોકયદીપક મહામંત્રાધિરાજ MS
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org