SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं । “અવર ન ધંધો આદર, નિશદિન તોરા ગુણ ગાઉં રે'. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુઝ મન વસી. આ બધી પંક્તિઓ સાચી ભક્તિની ઘાતક છે, પરમેષ્ઠિભક્તિના ઘરની છે. તાત્પર્ય એ છે કે સાચી સમજણવાળાઓને શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની ભક્તિ સિવાય બીજે ક્યાંય રસ હોતો નથી. પુણ્યના ઉદયકાળમાં પણ તેઓનું અંતર શ્રી પરમેષ્ઠિભગવંતમાં લીન હોય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના ધ્યાનથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થવા સાથે મુક્તિ મળે જ છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને અંતરમાં સ્થિર કરવા તે ધર્મકળા છે. સર્વ કળાઓમાં સૌપ્રથમ શીખવા જેવી ધર્મકળા છે. ચૌદ વર્ષની નાની વયે મયણાસુંદરીએ આ ધર્મકળા સિદ્ધ કરી હતી અને જગત સમક્ષ પ્રત્યક્ષ કરી બતાવી હતી. આ ધર્મકળા સર્વકળાઓમાં શિરોમણિ છે. આ ધર્મકળા સિદ્ધ થયા પછી સિદ્ધપદ હાથવેંતમાં ગણાય. પછી દુન્યવી કોઈપણ સિદ્ધિની લવલેશ ખેવના મનમાં રહે નહિ. જેણે સંસારની અસારતા જાણી છે અને શ્રી પંચ પરમેષ્ઠિભગવંતોની શક્તિને પિછાણી છે, તેનું શરીર સંસારમાં હોય તોપણ તેનો ભાવ શ્રી પરમેષ્ઠિભગવંતોમાં જ હોય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નિષ્કપટ ભાવથી પ્રાર્થના કરો કે “હે ભગવંતો! મને સાચો માર્ગ બતાવો.' સાચા હ્મયથી આ પ્રાર્થના કરનારને સત્ય માર્ગની પ્રાપ્તિ તરત થાય છે અને મુક્તિની દિશામાં તેની ગતિ વેગીલી બને છે. શ્રી પંચપરમેષ્ઠિઓને હૈયામાં ઉતારવાની કળા જેને પ્રાપ્ત થઈ છે તેનાં જ્ઞાન અને ક્રિયા સમ્યફ છે. યાદ રહે કે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનાં દ્ધયમાં “સર્વ' છે એટલે તેમને દ્ધયમાં વસાવનારના દયમાં સર્વને આપોઆપ સ્થાન મળી જ જાય છે. પરમેષ્ઠિભગવંતો સાથે અભેદ સાધવાની કળા સાધીને જ આપણે બધા સકળ સુખના સ્વામી બની શકીશું. પ્રત્યેકધર્મક્રિયાના કોઈ દેશક પ્રેરક હોય છે, તે શ્રી અરિહંતરૂપ છે. પ્રત્યેકધર્મક્રિયાનું પ્રયોજન અવિનાશીપણાની પ્રાપ્તિ હોય છે તે સિદ્ધરૂપ છે. પ્રત્યેકધર્મક્રિયા સદાચારરૂપ હોવાથી આચાર્ય સ્વરૂપ છે. પ્રત્યેક ધર્મક્રિયા શ્રુતજ્ઞાનપૂર્વક હોવાથી ઉપાધ્યાયરૂપ છે. પ્રત્યેકધર્મક્રિયામાં બીજાની સહાય લેવાય છે કે બીજાને સહાય અપાય છે તેથી સાધુરૂપ છે. આમ પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ શ્રી પંચપરમેષ્ઠિતત્ત્વ પાંચ સમવાયની જેમ કામ કરી રહ્યા છે. તેથી શ્રી પંચપરમેષ્ઠિભગવંતો સદા પૂજ્ય છે કૃતજ્ઞતાપૂર્વક આરાધ્ય છે. શાસ્ત્રોક્ત કોઈપણ ધર્મક્રિયા કરતી વખતે આ રીતનું પ્રણિધાન રહે તો તે ક્રિયામાં અનેરો ભાવોલ્લાસ પ્રગટે છે અને અવિનાશી આત્માની અનુભૂતિ માટેની ભૂમિકાએ પહોંચાય છે. આ રીતે શ્રી પંચપરમેષ્ઠિ સર્વવ્યાપી છે. ૨૨૦ E 2લોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy