SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેષ્ઠિભક્તિ માનવ જન્મ પામીને કરવા લાયક કોઈપણ કામ હોય તો તે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોની ભક્તિ જ છે. ક૨વા લાયક બીજું બધું તે ભક્તિની પુષ્ટિ માટે જ છે. શ્રી પંચપરમેષ્ઠિની ભક્તિ સર્વદુઃખહર અને સર્વસુખકર છે તેનું કારણ એ છે કે પાંચ ઈન્દ્રિયોના વિષયોના રાગથી રાગ વધે છે અને પરિણામે દુ:ખ મળે છે, જ્યારે શ્રી પંચ પરમેષ્ઠિભગવંતો ઉપરના રાગથી રાગ નાશ પામે છે પરિણામે પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. પંચપરમેષ્ઠિની ભક્તિથી પાંચે કા૨ણો અનુકૂળપણે વર્તે છે. કા૨ણોનું કારણ શ્રી પંચપરમેષ્ઠિભગવંતો મહાકારણ અથવા પ૨મકારણ છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતો મૂર્તિમંત સુખ છે. જેને સુખ મેળવવું હોય તેના માટે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની ભક્તિને છોડીને બીજું કોઈ સાધન નથી. સંસારમાં ધન માત્ર બાહ્ય સુખ મેળવવાનું સાધન છે, જ્યારે પરમેષ્ટિ ભક્તિ બાહ્ય અને આંત૨ ઉભય પ્રકારનાં ઉત્તમોત્તમ સુખ મેળવવાનું સાધન છે. માનવીને સુવર્ણ પર જેવી શ્રદ્ધા હોય છે તેથી અનેકગુણી અધિક પરમેષ્ટિ ભક્તિથી ઉપાર્જન થતાં પુણ્ય ઉપર હોવી જરૂરી છે. સુવર્ણની કાર્યકારી શક્તિ કરતાં અનેકગુણી અધિક કાર્યકારી શક્તિ પરમેષ્ઠિ-ભક્તિમાં છે. ચન્દ્રનો સ્વભાવ જેમ શીતળતા આપવાનો છે, તેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ અને સ્વાસ્થ્ય આપવાનો છે. પુષ્યનો સ્વભાવ સુગંધ આપવાનો છે, પાણીનો સ્વભાવ તૃષા છિપાવવાનો છે, અન્નનો સ્વભાવ ક્ષુધા શમાવવાનો છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનો સ્વભાવ જ સુખ આપવાનો છે. “ધીસ્તુ તેમાં સર્વેડપિ સુદ્ધિનો મવન્તુ ।' સર્વે સુખી થાઓ' તેવી ઉત્કટ ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરી પરમેષ્ઠિભગવંતોએ જગતના જીવોને સુખ આપવાનો સ્વયં સંચાલિત (Automatic) સ્વભાવ લોકાલોકવ્યાપી કર્યો છે. જો જીવો અજ્ઞાન પરમાં ૨મણતા ક૨ી દુઃખ ભેગું ન કરે તો પરમેષ્ઠિભગવંતોના સ્વભાવના પ્રભાવે સર્વજીવોને આપોઆપ સુખ મળ્યા કરે. જે સ્વયં સુખ સ્વરૂપ છે તેમાં જ રમણતા તે પરમેષ્ટિભક્તિ છે. જો જીવનો પ૨માં રમણતારૂપ અજ્ઞાનદોષને ટળે, તો શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનો સ્વયં સંચાલિતવીતરાગસ્વભાવ જ સર્વ જીવોનાં દુઃખોનો નાશ કરી અક્ષય સુખને લીલા માત્રમાં આપી શકે છે. એટલે પૂર્ણસુખ મેળવવા માટે પ૨માં ૨મણતારૂપ અજ્ઞાન દોષ ટાળવા સિવાય બીજું કાંઈ કરવું પડે તેમ નથી. આ વસ્તુની પૂર્ણશ્રદ્ધા જેઓની બુદ્ધિમાં ઊતરી છે તેઓના હૈયામાં સદા સર્વદા પંચપરમેષ્ઠિઓનો વાસ છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોએ જે આજ્ઞાઓ ફરમાવી છે, તે તમામનો એકમાત્ર હેતુ શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોને હૃદયમાં સ્થિર કરવા તે છે. સર્વ પ્રકારના સમ્યજ્ઞાન અને સર્વ પ્રકારની સમ્યક્ ક્રિયાઓનો હેતુ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને આત્મસાત્ કરવાનો છે. તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે અને તે જ ક્રિયા સમ્યક્રિયા છે કે જે જીવને પરમેષ્ઠિમય બનાવે છે. સમજણ વિના બધું નકામું છે તેથી સમજણ લાવવા માટે અને સમજણ આવ્યા બાદ અક્ષયસુખની પ્રાપ્તિ માટે નિરંતર શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં મગ્ન બનવું જોઈએ અને તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. પરમેષ્ટિભક્તિ Jain Education International For Private & Personal Use Only ૨૧૯ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy