SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર જ્યોતિ છ, વૈરાગ્યવૃત્તિથી વિષયો પર કાબૂ આવે તોપણ કષાયભાવો જીતવા માટેનું સીધું સામર્થ્ય મૈત્રી-ભક્તિમાં છે. ભક્તિથી જીવતત્ત્વની સાથે સંબંધ સધાય છે. વૈરાગ્યથી જડતત્ત્વ સાથેનો સંબંધ તૂટે છે. ભક્તિ અને વૈરાગ્ય બંને મળીને નિર્મળતા અને સ્થિરતાનો હેતુ બને છે. નિર્મળતામાં પ્રધાન કારણ વૈરાગ્યવૃત્તિ છે, સ્થિરતામાં મુખ્ય હેતુ મૈત્યાદિ ભાવોનો અભ્યાસ છે. વૈરાગ્યથી મમતા જાય છે તો મૈત્ર્યાદિભાવોના અભ્યાસથી સમતા પ્રગટે છે. मोक्षकारणसामग्यां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसंधानं भक्तिरित्यभिधियते ॥ અર્થ : મોક્ષનાં સાધનોની સામગ્રીમાં ભક્તિ જ મોટી છે, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું તેનું નામ ભક્તિ છે. મંત્રાધિરાજ શ્રી નવકાર વડે સ્વ સ્વરૂપાનુસંધાનરૂપ ભક્તિ થાય છે. પ્રથમના પાંચ પદમાં સ્મરણ, વંદન, નમન, અર્ચનાદિ ભક્તિ છે. ભક્તિ વડે પ્રભુનું દાસ્ય, સખે, આત્મનિવેદન પ્રદર્શિત થાય છે. છેલ્લા ચાર પદમાં સ્વરૂપાનુસંધાનની પ્રક્રિયા છે. સમ્યગ્દર્શન એ તત્ત્વતઃસ્વશુદ્ધાત્માનું ભાવન છે. ('I am that I am' )તોડÉ એ વાક્યનું પરિશીલન છે. તત્ત્વમસિ ” “ પ્રજ્ઞા વહ્મ ' “ ૩૧મભા ત્રહ્મ ', “ પરં વAમિ ” વગેરે વાક્યો જે અર્થને કહે છે, તે અર્થને જ સિદ્ધ કરવા શ્રી નવકારની ચૂલિકામાં પ્રયત્ન છે. આ પાંચ નમસ્કાર (એસો પંચ નમુક્કારો) એમ કહીને બાહ્મમાંથી (Object) આંતર (subject) પર આવવાનું થાય છે. આ નમસ્કારપદ સમાપત્તિવાચક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો અર્થ સમાપત્તિરૂપે નમસ્કાર વડે સૂચવાય છે. એ સમાપત્તિ સર્વ પાપની નાશક છે અને સર્વ મંગળમાં પ્રથમ મંગળની વાચક છે. પહેલાં પાંચ પદ વડે પરમેષ્ઠિઓનું સ્મરણ થાય છે. છઠ્ઠા પદમાં શરણ થાય છે. અને એ શરણ આત્મરમણતા ઉત્પન્ન કરે છે અને આત્મરમણતા સર્વપાપનાશક અને સર્વશ્રેષ્ઠ મંગળની ઉત્પાદક થાય છે. 'Ask and you shall receive' ઈચ્છો અને તમને મળશે. આ વાક્ય સમ્યગ્દર્શન અર્થાત તત્ત્વચિમૂલક છે. 'Seek and you shall find' શોધો અને તમને મળશે આ વાક્ય તત્ત્વ બોધમૂલક છે. 'Knock and the doors are opened' ધક્કો મારો અને દરવાજો ખુલી જશે. આ વાક્ય ચારિત્રતત્ત્વ પરિણતિમૂલક છે. નમો' જ ('Ask) તત્ત્વરુચિસૂચક છે. નમો' જ 'Seek) તત્ત્વબોધસૂચક છે. નમો' જ (Knock') તત્ત્વપરિણતિસૂચક છે. નમો વડે અનુક્રમે પ્રાપ્તિ, ઉપલબ્ધિ અને પરિણતિ સધાય છે. પ્રથમ વિષયની પ્રાપ્તિ, પછી ઉપલબ્ધિ અને અંતે તદ્રુપપરિણતિ ઘડાય છે. શ્રદ્ધાવડે પૂર્ણતાની રુચિ, જ્ઞાન વડે પૂર્ણતાનો બોધ અને ચારિત્ર વડે પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. ૨૧૮ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy