________________
મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય આદિ ભાવો પરમાર્થ સ્વરૂપ છે, તેથી મોક્ષનો માર્ગ છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી. નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી.
ઉપકારીઓને ભૂલી જવા એ કૃતજ્ઞતારૂપી મોટામાં મોટો દોષ છે, મોટામાં મોટું પાપ છે. જેનું પ્રાયશ્ચિત્ત એકમાત્ર કૃતજ્ઞતારૂપી ગુણ છે. આ ગુણનો આવિર્ભાવ નમસ્કાર દ્વારા થાય છે. માટે નમસ્કારપુણ્ય એ મોટામાં મોટું પુણ્ય છે.
કર્મ એક પ્રકારનું ઋણ છે. નમસ્કાર દ્વારા ઋણથી અને કર્મથી મુક્ત થવાય છે.
કર્મમુક્તિ માટે ઋણમુક્તિ આવશ્યક છે. ઋણમુક્તિ માટે પરમાર્થ અનિવાર્ય છે. પરમાર્થપરાયણતા માટે પરાર્થવ્યસની એવો પરમાત્માનો નમસ્કાર અતીવ જરૂરી છે.
“અહ” ત્રિભુવનપૂજ્ય છે, કેમ કે તે ત્રિભુવનહિતૈષી છે. હિનૈષિતા એ વિશિષ્ટ પૂજા છે. હિૌષિતાના લક્ષ્ય વડે પરમાત્માની પૂજા કરનાર ત્રણ ભુવનમાં પૂજ્ય બને છે.
હિનૈષિતા એટલે સર્વ જીવોના ઉત્કૃષ્ટ હિતથી રંગાયેલી બુદ્ધિ ! આવી બુદ્ધિ તે વિશ્વ ક્ષેમકર ધર્મની જ્યોતિ છે. જેનો પ્રકાશ સ્વ-પરના જીવનને અજવાળે છે તેમ જ સ્વાર્થના ભયાનક અંધકારનો નાશ કરે છે.
“ પvi વોલિન ' એ પદથી કષાયાત્માનો ત્યાગ કરવાનો છે. કષાયયુક્તતા એ જ મોટું સાવદ્ય છે. આ સમગ્ર લખાણનો સાર નમસ્કારધર્મના ચાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે, જે નીચે મુજબ છે.
૧. પોતાથી થયેલી ભૂલની હાર્દિક ક્ષમા યાચવી અને બીજથી થયેલી ભૂલની ક્ષમા આપવી. આને અહિંસા ધર્મની આરાધના કહે છે. જે નમસ્કાર ધર્મની જ આરાધના છે.
૨. વિષયો પ્રત્યે નમનશીલતાનો ત્યાગ કરી, પરમેષ્ઠિઓ પ્રત્યે નમનશીલતા કેળવવી એ પણ નમસ્કાર ધર્મ છે. તેમાં સંયમ ધર્મના પાલનનો અમલ છે.
૩. બાહ્યપદાર્થો પ્રત્યેની તૃષ્ણાનો ત્યાગ કરી આત્મતૃપ્ત રહેવાનો અભ્યાસ કરવો એ પણ નમસ્કારધર્મ છે. જેમાં તપધર્મનું સમ્યફ પ્રકારે પાલન થાય છે.
૪. જાતિ. કળ. ૩૫. બળ, લાભ. બુદ્ધિ, વૈભવ. યશ આદિ ઔદયિકભાવો પ્રત્યે નમ્રભાવ, અહોભાવ તે ધર્મરૂપ નથી. ક્ષાયિક, ઔપશમિકાદિભાવો પ્રત્યે નમ્રભાવ એ ધર્મ છે અને તે ભાવધર્મ સ્વરૂપ છે.
આ ધર્મની આરાધનાનો પાયો નમસ્કાર છે. નમસ્કારની પરિણતિ માટે પ્રથમ જાપ જરૂરી છે. તેમાંથી જ અંતઃકરણમાં આત્માનો ઉજાસ અનુભવાય છે અને ભવ પરંપરાવર્ધક ક્ષુદ્ર ભાવો નાબૂદ થાય છે.
માનસશાસ્ત્ર મુજબ જન્મ
માનસશાસ્ત્ર કહે છે કે જે વસ્તુનું પ્રથમ ગ્રહણ અને ધારણ થયું હોય તેનું જ ઉદબોધન થઈ શકે
આ રીતે ગૃહિત-ધારિત પદાર્થનું ઉબોધન થવું તે જ સ્મૃતિ કે સ્મરણ છે. જે મંત્ર મનની વૃત્તિઓથી જ સ્વસંવેદનરૂપે જપાય છે તે માનસ જપ છે.
નમસ્કારધર્મનો મર્મ
૬ ૨૧૭ -
૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org