________________
દેવ-ગુરુને નમસ્કાર તે વિષયાભ્યાસ છે. રત્નત્રયીને નમસ્કાર તે ભાવાભ્યાસ છે. સતતાભ્યાસ તે માતાપિતાના ઉપકારોનો છે. વિષયાભ્યાસ તે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના નિર્વિષયી અને નિષ્કષાય જીવનનો છે.
ભાવાભ્યાસમાં મુખ્યતા આત્મરતિની છે. આત્માના મૂળ ગુણોમાં અભ્યાસ વધારવાની છે. આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તે જ મારો સ્વભાવ બનવો જોઈએ. એવા ઉત્કટ પરિણામમાં સહજ સ્થિરતા-આ અભ્યાસ જેમ-જેમ સાતે ધાતુઓમાં પરિણમતો જાય છે તેમ-તેમ આવે છે.
શ્રી નવકારને અર્પિત થતો નમસ્કાર ક્ષમાધર્મ, દયાધર્મ સ્નેહધર્મ અને આત્મિક વાત્સલ્યને વિકસાવે છે. ક્ષમા, દયા, સ્નેહ અને વાત્સલ્ય એ ચૈતન્યના મૌલિક આદરરૂપ હોવાથી ધર્મ છે.
મસ્તક અને મૂળ છેદાઈ ગયા પછી સુભટ અને વૃક્ષ જેમ નાશ પામે છે તેમ ધર્મરૂપી મસ્તક અને ધર્મરૂપી મૂળ છેદાઈ ગયા પછી સુખ પણ નાશ પામે છે.
મસ્તક સમાન અને મૂળ સમાન ધર્મને નવપલ્લવિત રાખવા માટે ધર્મને નિત્ય નમન આવશ્યક છે.
જ્યાં સ્વાર્થ છે ત્યાં બીજનો તિરસ્કાર છે. જ્યાં પરાર્થ છે ત્યાં નમસ્કાર છે. તેથી પરાર્થ ધર્મ છે, સ્વાર્થ અધર્મ છે. પરાર્થ મંગળ છે, સ્વાર્થ અમંગળ છે.
શરીરના અણુએ અણુમાંથી તિરસ્કારરૂપી ચોરને ભગાડવા માટે નમસ્કારને અસ્થિમવત્ બનાવવો. તેથી પાપનાશ અને પુણ્યવૃદ્ધિરૂપી ફળ આપોઆપ ઉત્પન્ન થાય છે.
તિરસ્કારના પાપથી બચવા માટે એક નમસ્કાર જ આધાર છે. માટે જે ખરેખર નમસ્કરણીય છે તેમને નમસ્કાર કરવા જરૂરી ગણાય.
આ સંસારમાં મોટામાં મોટું વિઘ્ન એ મનુષ્યનું ચંચળ મન છે અને મરણ એ બીજું વિઘ્ન છે.
મરણ એ દ્રવ્ય આપત્તિઓમાં સૌથી મોટી આપત્તિ છે અને ચંચળમન એ ભાવ આપત્તિઓમાં સૌથી મોટી આપત્તિ છે.
સમાધિ વડે આ બંને પ્રકારની આપત્તિઓને જિતાય છે. ભાવનમસ્કાર વડે સમાધિ સિદ્ધ થાય છે. ભાવનમસ્કાર તે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહભાવ સ્વરૂપ છે. દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય, તેમ શ્રી નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય. અહંકાર એ પાપનું મૂળ છે અને નમસ્કાર એ ધર્મનું મૂળ છે.
બુદ્ધિને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનો આવશ્યક છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અને ઈશ્વરની ભક્તિ આવશ્યક છે.
ઈશ્વરભક્તિમાં શુદ્ધચૈતન્યનો સ્નેહ છે અને ન્યાય નીતિ, સદાચારમાં જીવ ચૈતન્યનો સ્નેહ છે. નમસ્કાર પરમાત્માની આજ્ઞા સાથે જોડે છે, અહંકાર આજ્ઞાથી અલગ કરે છે. સ્વાર્થ સંસારનો સગો ભાઈ છે, પરમાર્થ મોક્ષનો માર્ગ છે.
સંસાર છોડવાની વાતનો સ્પષ્ટ અર્થ સ્વાર્થ છોડવો તે છે, સ્વાર્થ છોડવા માટે પરમાર્થ કરવો પડે છે. આ પરમાર્થમાં જીવનનો પરમ અર્થ સમાયેલો છે, અર્થાત જીવનને અર્થપૂર્ણ બનાવનાર પરમાર્થ છે.
૨૧૬
s Dir tri
Ni FREE I fજનક
ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org