SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સિંધુને સમર્પિત થઈને એક બિંદુ સિંધુપણાને પામે છે તેમ જ અક્ષય અને અભંગ બને છે, તેમ વિશ્વસમ્રાટ શ્રી અરિહંતને સમર્પિત થનારો સુદ્રમનુષ્ય પણ અક્ષય-અભંગ પરમાત્મપદને પામી શકે છે. સાચો ઈષ્ટ-જપ સાચા ખપનો દ્યોતક છે. દુઃસાધ્ય દર્દથી પીડાતા માનવીને સાચા દાક્તરનો ખપ હોય છે. એટલે તેના સમગ્ર મનમાં દાક્તરનો જપ હોય છે, તેમ જડરાગના દુઃસાધ્ય વ્યાધિથી પીડાતા વિવેક મનુષ્યના સમગ્ર મનનાં તે વ્યાધિને સર્વથા નાબૂદ કરનારા શ્રી અરિહંત પરમાત્માનો જપ હોય છે. ખપની માત્રા અનુસાર જપની ગુણવત્તા જળવાય છે. જેને ખપનું યથાર્થ ભાન થયું છે તેનો જપ આખા જીવનને રંગી દે છે, તાત્પર્ય કે ઈષ્ટાકારે પરિણાવી દે છે. જડને જીવ અનંતકાળથી નમે છે અને છતાં નિષ્ફળ જાય છે. ચૈતન્યને એકવાર પણ સાચા ભાવથી નમે તો અનંત કાળનું કલ્યાણ થાય છે. માગણી કરવાને બદલે જેઓ લાગણીવાળા છે, તેઓ પ્રત્યે લાગણી રાખવાથી સર્વ પ્રકારની માગણી પૂર્ણ થાય છે. જડ તત્ત્વનો પ્રેમ જીવને દુઃખકારક છે. એક ઝીણી કાંકરીને દાઢ સહન કરી શકતી નથી, તેમ પરપદાર્થ પ્રત્યેની જરા જેટલી પણ આસક્તિથી આત્મા વ્યથિત થાય છે. જડતત્ત્વની આસક્તિ ટાળવા માટે અને ચેતનતત્ત્વનો પ્રેમ વિકસાવવા માટે શ્રી નવકારરૂપી રસાયણનું વારંવાર સેવન અત્યંત આદરણીય છે. અન્યત્ર ભટકતા મનને ફેરવીને આત્મતત્ત્વ પ્રત્યે વાળવું તે ભાવનમન છે. જેના જેનાથી યત્કિંચિત્ પણ ઉપકાર થાય તેના પ્રત્યે નમવાના સ્વભાવવાળું મનુષ્યનું મન છે. સૌથી અધિક ઉપકારી આત્મતત્ત્વ છે, એવો નિર્ણય સમ્યજ્ઞાન વડે કરી તેના પ્રત્યે સ્નેહથી અને પ્રેમથી નમન કરવું તે અતુલગુણને કરનારું છે. આત્મતત્ત્વના ઉપકારોની કોઈ સીમા નથી. આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ તે જાગતો રહીને સંભાળ રાખે છે. નહિ ખાવાના સ્વભાવવાળો તે ભોજન કરનારા પ્રત્યે રહેમ રાખે છે. પૂર્ણસત્યમય એવો તે અસત્ય બોલનારી જીભ સાથેનો સંબંધ તત્કાલ તોડી નાખતો નથી. પૂર્ણસત્તાવાન તે કર્મસત્તાગ્રસ્ત જીવો તરફ અમાપ વાત્સલ્ય દાખવે છે. પરમઐશ્વર્યવાન તે અલ્પઐશ્વર્યમાં તણાતા જીવન છેહ દેતો નથી. અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ ખૂબ-ખૂબ લાંબા કાળ સુધી નમવું પડે તેવા તિર્યંચના અને વૃક્ષના ભવો મળે છે. માથું નીચે અને પગ ઊંચે રાખીને કેમ જીવાય? તેમ છતાં વૃક્ષના જીવને અનિચ્છાએ પણ સેંકડો હજારો વર્ષ તે દશામાં જીવવું પડે છે. મળેલા મનનો અયોગ્યને નમવામાં અને યોગ્યને નહિ નમવામાં કરેલો દુરૂપયોગ આવી દયનીયદશાનું કારણ છે. ધર્મના મૂળમાં સમકિત છે અને તે દેવ-ગુરુને નમસ્કારરૂપ છે. ઉપદેશ, યુક્તિ, દષ્ટાન્ત અને સહવાસથી નમસ્કારગુણ વિકસે છે. માતા-પિતાને નમસ્કાર તે સતતાભ્યાસ છે. નમસ્કારધર્મનો મર્મ ૨૧૫ ૨૧૫ SMS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy