SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રન્થોમાં એ ચાર કે ચારમાંથી કોઈપણ એકનું વર્ણન નથી હોતું, ત્યાં તેને ઉપલક્ષણથી કે ગ્રન્થકારની શિષ્ટતાના પ્રામાણ્યથી સ્વીકારી લેવામાં આવે છે. આપણે ઉપર જોઈ આવ્યા કે “નવકાર એ કેવળ “શાસ્ત્ર જ નહિ પણ “મહાશાસ્ત્ર છે. એટલું જ નહિ પણ શાસ્ત્રકારોએ જ્યારે બીજાં બધા શાસ્ત્રોને શ્રુતસ્કંધ તરીકે સંબોધ્યાં છે ત્યારે, નવકારને મહાશ્રુતસ્કંધ તરીકે સંબોધેલ છે. તેથી તેમાં પણ “અનુબંધચતુષ્ટય' હોવાં અનિવાર્ય છે. નવકાર એ સર્વજગ-જન-હિતકારી શાસ્ત્ર છે. તેથી સર્વ કોઈ તેને સહેલાઈથી સમજી શકે તેવી રીતે તેની રચના હોવી જોઈએ. ઉપલક્ષણથી કે શિષ્ટજનપ્રામાણ્યથી “નવકારમાં “અનુબન્ધચતુષ્ટય... ગર્ભિત રીતે રહેલાં છે, એમ વિદ્વદુર્ગ સિવાય બીજા ભાગ્યે જ સમજી શકે. તેથી પ્રગટપણે તે (અનુબધચતુષ્ટય)ને સ્થાન હોવું જોઈએ. મંગલ, સંબંધ અને અભિધેય તો મૂલમંત્રમાં આવી જાય છે, માત્ર પ્રયોજન બાકી રહે છે. કોઈપણ શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવવા માટે શાસ્ત્રનું પ્રયોજન અને ફળ અવશ્ય બતાવવું જોઈએ. જ્યાં સુધી પ્રયોજન જાણવામાં ન આવે ત્યાં સુધી મંદબુદ્ધિવાળો પણ તેમાં પ્રવૃત્તિ કરતો નથી કહ્યું છે કે, “પ્રયોગનમનુદ્દેિશ્ય મન્દ્રોડ િર પ્રવર્તત ” વળી બુદ્ધિશાળી પુરુષો હંમેશાં પ્રધાન ફળવાળી અર્થાત્ શ્રેષ્ઠ ફળવાળી પ્રવૃત્તિમાં જ આદર કરે છે. કહ્યું છે કે, “છત્ત ધાના: સમરઃ ” એ રીતે મંદથી માંડીને બુદ્ધિમાન પર્યન્ત સર્વજીવોને સદાકાળ માટે “નવકારમાં' પ્રવૃત્તિ કરાવવા માટે નવકારનું પ્રયોજન અને ફળ નવકારમાં સાક્ષાત્ કહેવું જોઈએ. જેથી સૌ કોઈની તેમાં સુખે પ્રવૃત્તિ થઈ શકે. મંદ પ્રવૃત્તિમાં તીવ્રતા લાવવા માટે તથા શિથિલ પ્રવૃત્તિમાં દઢતા ઉત્પન્ન કરવા માટે પણ તેની જરૂર છે. એ કારણે ચૂલિકાના પ્રથમ બે પદમાં નવકારનું પ્રયોજન અને છેલ્લા બે પદમાં નવકારનું ફળ સાક્ષાત્ કહીને તેને મૂળમંત્રમાં સામેલ કરેલ છે. મંદથી માંડી બુદ્ધિમાન પર્યત સર્વજનની શ્રદ્ધાને તથા ભાવનાને દઢ કરવા માટે તથા “પંચપરમેષ્ઠિનમસ્કાર' મંત્રના સ્મરણ તથા જાપના પુરુષાર્થમાં અપૂર્વ વેગ લાવવા માટે તે અત્યંત કાર્યસાધક બને છે. પ્રત્યેકમંત્ર અનુષ્ઠાન તેટલું જ ફળી શકે કે જેટલું અનુષ્ઠાન કરનારની શ્રદ્ધા ભાવના કે પુરુષાર્થમાં જોર હોય. નમસ્કાર મંત્ર નિષ્ઠયોજન કે નિષ્ફળ નથી પણ મહાપ્રયોજન અને મહાફળને સાધનારો છેઃ કારણ કે તેનાથી સર્વ પાપોનો નાશ થાય છે તથા તે સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ જે આત્મલાભ, તેની પ્રાપ્તિ કરાવે છે. એ જાતિની શ્રદ્ધા અને ભાવના પુરુષાર્થમાં પ્રબળ વેગ અને બળ લાવનારી થાય છે. ચારગતિરૂપ સંસારમાં ભમતા જીવોને માટે સર્વપાપના નાશથી અધિક શ્રેષ્ઠ કોઈ પ્રયોજન નથી તથા શુદ્ધ આત્મસ્વરૂપના લાભથી અધિક મોટું કોઈ ફળ નથી. પાપ નાશથી ફરી કદીપણ ન ઊપજે તે રીતે દુઃખ નાશ થાય છે. અને આત્મલાભથી ફરી કદીપણ નાશ ન પામે તે રીતે સુખ ઉત્પન્ન થાય છે. “સુવું પાત્ સુવું થતું સર્વશાપુ સંસ્થિતિઃ | અર્થાત્ પાપથી દુઃખ અને ધર્મથી સુખ, એ સર્વ શિષ્ટ-જન-માન્યસિદ્ધાંત છે. નવકારની ચૂલિકામાં તે પ્રગટપણે બતાવેલ છે, તેથી ચૂલિકાસહિત સમગ્ર નવકારમંત્ર સર્વ જગત હિતકારી મહામંત્રની ગણનામાં નિબંધ રીતે આવી શકે છે. દિફ્યુચનરૂપ આટલું જણાવીને, કેવળ કથારૂપે કે બીજા સામાન્ય પુસ્તકરૂપે આ પુસ્તકને નહિ ગણતાં, આત્મલાભનું પરમ સાધન માનીને, તેનાં વાંચન, મનન અને અભ્યાસમાં પ્રયત્નશીલ થવા વિનવીએ છીએ. સિદ્ધક્ષેત્ર ભાદ્રપદ શુક્લા ચતુર્થી મુનિ ભદ્રંકરવિજય વીર સંવત ૨૪૭૩ મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy