SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ થાય છે, તેટલી સહેલાઈથી અને તેટલી ઝડપથી અન્ય કોટિ શાસ્ત્રોથી પણ થવું શક્ય નથી. બધાં પ્રામાણિક શાસ્ત્રો અને જૈનદર્શનના બધા પ્રામાણિક મહાપુરુષો આ વાતનો એકી અવાજે સ્વીકાર કરે છે. તેથી ‘નવકાર’ એ સર્વ દેશ અને સર્વ કાળમાં જૈન સંઘનો પ્રાણ બની રહ્યો છે. ત્રણે ફીરકાનો જૈન સંઘ આજે પણ ‘નવકાર'ને સવારે ઊઠવાથી માંડીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં, એકવાર નહિ પણ સેંકડો અને હજારોવાર ગણે છે અને તેને ગણનાર બધાની પ્રતિદિનની સમગ્ર સંખ્યાનું પ્રમાણ કાઢવામાં આવે તો કેવળ લાખો જ નહિ બલકે ક્રોડો અને તેથી પણ અધિક સંખ્યાપ્રમાણ થવા જાય છે. જો કે તે ગણનારા બધા જ ‘નવકાર’નું માહાત્મ્ય સમજીને કે વિચારીને જ ગણે છે એમ નથી, તોપણ જૈન સંઘમાં બધી વસ્તુઓ ક૨તાં ‘નવકાર'નું સ્થાન કેટલું વિશિષ્ટ છે, તે સમજવા માટે તે એક પ્રતીક છે. જો લાખો અને ક્રોડોની સંખ્યામાં રોજ નવકાર ગણાય જ છે. તો તે શુદ્ધ રીતિએ, અર્થ સમજીને, ભાવાર્થ અને પરમાર્થ પર્યંત પહોંચીને ગણાય, એવી ભાવના અને કામના કોની ન હોય ? સૌ કોઈની હોય. તે કાર્યની સિદ્ધિ આ પુસ્તક દ્વારા જેટલા અંશે થાય, તેટલા અંશે તેને તૈયાર કરવામાં થયેલો શ્રમ લેખે ગણાશે. અહીં એક વાત લક્ષ્યમાં લેવાની છે કે-શાસ્ત્રકારોએ નવકારનું જે અપૂર્વ ફળ અને માહાત્મ્ય વર્ણવ્યું છે, તે ‘ભાવ નમસ્કા૨’ અંગે છે. ‘ભાવ નમસ્કાર,’ ‘પરમાર્થ નમસ્કાર,’ ‘અદ્વૈત નમસ્કાર,’ નિશ્ચય નમસ્કાર,' એ બધા એક જ અર્થને કહેનારા શબ્દો છે. ‘દ્રવ્યનમસ્કાર’ ‘નામનમસ્કાર’ ‘દૈતનમસ્કાર’ ‘વ્યવહા૨નમસ્કાર' એ બધા એનાથી વિપરીત અર્થને કહેનારા છે. આ પુસ્તકના પહેલાં સોળ પ્રક૨ણોમાં મુખ્યત્વે નમસ્કારનું વ્યાવહારિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને છેવટના સત્તરમાં પ્રકરણમાં તેનું નિશ્ચય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. નિશ્ચય એ પરમાર્થ છે, વ્યવહાર તેનું સાધન છે. બેમાંથી કોઈની પણ ઉપેક્ષા, મૂળ વસ્તુની જ ઉપેક્ષામાં પરિણમે છે. તેથી નવકા૨ના પારમાર્થિક સ્વરૂપને આત્મસાત્ કરવા માટે, બંને સ્વરૂપ તરફ આદરભાવવાળા બની, બંનેનો યથોચિત્ અભ્યાસ કરી, અનાદિનો શત્રુ જે મોહ-તેનો નાશ કરવા ઉદ્યત બનવું જોઈએ. છેવટે એક અગત્યની બીના કહેવાની રહે છે અને તે એ છે કે-જૈન સંઘના બે ફીરકા ‘નવકાર’ને પહેલાં પાંચ પદસ્વરૂપ કેવળ પાંત્રીસ અક્ષરવાળો માનીને ગણે છે અને મૂર્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાય પાંત્રીસ અક્ષરવાળો મૂળ મંત્ર અને તેની ચૂલિકાના તેત્રીસ અક્ષરવાળા ચાર પદ મળી કુલ અડસઠ અક્ષરવાળો માનીને ગણે છે. મૂળ મંત્ર ‘પાંત્રીસ અક્ષર’ અને ‘પાંચ પદ’ પ્રમાણ છે, એ સંબંધમાં કોઈને કશો પણ મતભેદ નથી. જે મતભેદ છે, તે ચૂલિકાના ચાર પદ અને તેના તેત્રીસ અક્ષરોને મૂળ મંત્રમાં ગણવા કે નહિ, તે વિષયમાં છે. આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં છેલ્લા દશ પૂર્વધર શ્રી વજસ્વામી અને તેમણે શ્રી મહાનિશીથ સૂત્રની અંદર કરેલા ઉલ્લેખની સાખ આપી સમગ્ર નવકાર મંત્રને નવપદ, આઠ સંપદા અને અડસઠ અક્ષ૨વાળો બતાવ્યો છે.* કેટલાક તેને ‘અડસઠ' અક્ષર પ્રમાણ માનવાને બદલે ‘સડસઠ’ અક્ષર પ્રમાણ માને છે. પાંચ પદરૂપ કે (‘સડસઠ' અક્ષરમય) નવપદરૂપ માનીને પણ જેઓ નવકા૨ને પરમ આદ૨થી ગણે છે અને નવકાર પ્રત્યે પોતાની હાર્દિક ભક્તિ પ્રદર્શિત કરે છે, તેઓ અભિનન્દનીય છે. છતાં આ વિષયમાં જે વસ્તુ અમને વિચા૨ણીય લાગી છે, તે વસ્તુ તેનાં કારણો સહિત અહીં ટૂંકમાં રજુ કરીએ છીએ. સર્વ શાસ્ત્રોની આદિમાં મંગળ, અભિધેય, સંબંધ અને પ્રયોજન, એ ચાર વસ્તુ બતાવવામાં આવે છે. એ ચારને ‘અનુબંધચતુષ્ટય' કહેવામાં આવે છે. સર્વશિષ્ટ પુરુષોએ માન્ય રાખેલો એ નિયમ છે. એ ચારમાં એકેકની પણ હાનિથી શા દોષો આવે છે, તેનું વર્ણન, તે તે ગ્રન્થોમાં તે તે સ્થળોએ વિસ્તા૨થી ક૨વામાં આવ્યું છે. * દિગમ્બર સંપ્રદાયના સાહિત્યમાં મૂલાચાર’નામનો એક પ્રાચીન ગ્રન્થ છે. તેની ૫૧૪મી ગાથા પણ ‘નમસ્કારમંત્ર'ની ચૂલિકાને બરાબર મળતી છે અને તે નીચે મુજબ છે. “સો પંચનમોયો, સવ્વપાવપાતળો | મંન્નેત્તુ ય સર્વસુ, ઢમ્ રિ મંત્રં 90' આદર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy