________________
માત્ર અડસઠ અક્ષરના સમુદાયમાં આવી અચિત્ત્વ શક્તિ સંગ્રહિત થયેલી છે, એમ અમારે શી રીતે માનવું ? એ પ્રશ્ન આ સ્થળે કદાચ ઊઠશે, પરંતુ તેનું સમાધાન એ છે કે અક્ષરો કે-તેના સમૂહરૂપ પદો, વાક્યો અને મહાવાક્યો, એ પૌદ્ગલિક અને જડ હોવા છતાં ચૈતન્ય અને જ્ઞાનનાં અદ્વિતીય વાહન છે. શબ્દને અર્થની સાથે જેમ સંબંધ છે, તેમ ચેતન-આત્માના જ્ઞાન અને ભાવની સાથે પણ તેને સંબંધ છે. જેવો શબ્દ તેવું જ્ઞાન અને જેવો શબ્દ તેવો જ ભાવ થતો આત્મામાં પ્રત્યક્ષ અનુભવાય છે. સંજ્ઞિપંચેન્દ્રિય-પર્યાપ્ત-મનુષ્ય અને તિર્યંચ કે–જેઓને શબ્દ શ્રવણ માટેની ‘ઇન્દ્રિય' અને તેનો અર્થ સમજવા માટે સમર્થ એવું ‘મન’ મળ્યું હોય છે, તેઓના જ્ઞાન અને ભાવ ઉપર શબ્દશક્તિ અચિત્ત્વ અસર ઉત્પન્ન કરે છે, એ વાત અનુભવ સિદ્ધ છે. જેઓને શબ્દ ઉપ૨થી અર્થનું જ્ઞાન કરવા જેટલો ક્ષયોપશમ હોતો નથી, તેઓ ઉપર પણ સારા-નરસા અર્થના વાચક શબ્દની સારી-નરસી અસર થતી અનુભવી શકાય છે. શબ્દોને તેના અર્થોની સાથે જેમ ‘વાચ્યવાચક’ સંબંધ છે, તેમ આત્મા અને તેના પરિણામોની સાથે ‘ભાવ્યભાવક’ સંબંધ પણ છે. શબ્દો ‘ભાવક' છે અને આત્મા ‘ભાવ્ય' છે. આત્મામાં જેમ જ્ઞાનાદિ ગુણો છે. તેમ રાગાદિ ભાવો પણ છે, તે બંને ઉ૫૨ શબ્દોની અસર છે.
જો કે બધા જીવો શબ્દોની અસર ઝીલવાને લાયક હોતા નથી, તોપણ જે જીવો તેને લાયક છે. તેઓના ભાવો ઉપર યોગ્ય-અયોગ્ય શબ્દોની યોગ્ય-અયોગ્ય અસરો નીપજે જ છે. શબ્દોમાં યોગ્યતા અને અયોગ્યતા તેના વાચ્ય પદાર્થોની યોગ્યતા અને અયોગ્યતા ઉપર આધાર રાખે છે. ‘નવકાર મંત્ર'ના અડસઠ અક્ષરો અને તેના સંયોગરૂપ નવપદોથી વાચ્ય અર્થોની યોગ્યતા ઘણી ઊંચી છે-સર્વશ્રેષ્ઠ છે, તેથી તેના વાચક અક્ષરો અને પદો અર્થાત્ શબ્દોની યોગ્યતા પણ સર્વોત્કૃષ્ટ મનાય છે. આત્માના ભાવોને હલાવી નાખવા માટે, અશુદ્ધ ભાવોને ટાળી શુદ્ધ ભાવો પ્રગટાવવા માટે નવકા૨ના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો~અડસઠ રત્નો કે તેવી જ બીજી લૌકિક વસ્તુઓની ઉપમાઓ ઘણી જ ઓછી પડી જાય છે, એ વાત પુસ્તકમાં સંગ્રહેલાં નવકારનાં સ્તોત્રોના વાંચન ઉપરથી તરત જ જણાઈ આવશે.
શાસ્ત્રોનું પ્રયોજન બે પ્રકારનું હોય છે : એક તો જ્ઞાન પ્રકટાવવાનું અને બીજું ભાવ ઉત્પન્ન કરવાનું. કેટલાક કહે છે કે ‘નવકા૨’ તે ચૌદ પૂર્વના જ્ઞાનનો સંગ્રહ કહેવાય છે પણ અમને તેનાથી કાંઈ (વિશેષ) જ્ઞાન થતું નથી. તેઓએ વિચારવું જોઈએ કે-ચૌદ પૂર્વનું જ્ઞાન પણ જે જ્ઞાન આગળ એક બિન્દુ તુલ્ય છે, તેવું કેવળજ્ઞાન, નવકા૨માં જેને નમસ્કાર ક૨વામાં આવે છે, તે અરિહંત અને સિદ્ધોના આત્માને પ્રગટ થયેલું છે. ‘નવકાર’ દ્વારા થતી તેઓની ઓળખાણ પોતાના આત્માના કેવળજ્ઞાન સ્વરૂપની પ્રતીતિ અને નિર્ણય કરાવે છે. તે પ્રતીતિ અને નિર્ણય જેમ જમ દૃઢ થતાં જાય છે, તેમ તેમ આત્માનો અનાદિનો મિથ્યામોહ વિલય થતો જાય છે અને મોહના સર્વથા વિલયથી પોતે જ કેવળજ્ઞાન સ્વરૂપ બની જાય છે.
કોઈ કહેશે એ જ્ઞાન અમને બીજાં શાસ્ત્રોથી પણ મળી રહે છે. તો ‘નવકા૨’ માં શું વિશેષતા છે ?’ તેઓને એ ઉત્તર છે કે-એકલા જ્ઞાનથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. જ્ઞાનની પોતાના ભાવ ઉપર કેટલી અસર થઈ, તેના ઉપર જ્ઞાનની ઉપયોગિતા અવલંબેલી છે. આત્માના ભાવ પલટવા માટે એટલે અનાદિના મિથ્યાભાવો ટાળીને સમ્યગ્ ભાવો કરવા માટે બીજાં સર્વ શાસ્ત્રો અને બીજા સર્વ મંત્રો કરતાં ‘નવકારશાસ્ત્ર’ અને ‘નવકારમંત્ર' વધારે ઉપકારક છે. તેનાં બે કારણો છેઃ એક તો નવકા૨ની રચના સંક્ષિપ્ત હોવાથી તે આબાલગોપાલ સર્વ-જન-ગ્રાહ્ય શાસ્ત્રરૂપ છે અને બીજું તે સર્વ-મંત્ર-૨ત્નોનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી સર્વ-મંત્ર-સંગ્રાહક સ્વરૂપ છે.
જગતમાં જેટલાં સત્ય અને સફળ મંત્રો છે, તે બધામાં બીજ તરીકે ‘નવકાર’ કે તેનો અંશ રહેલો જ હોય છે અને તેથી જ તેઓ ફળદાયક બને છે. સર્વ લોકોત્ત૨ મંત્રો કે સર્વ લોકોત્તર શાસ્ત્રોનું અંતિમ તાત્પર્ય આત્માનો મોહ નાશ કરવાનું હોય છે. એ મોહ નાશ ક૨વાનું કાર્ય જેટલી સહેલાઈથી અને જેટલી ઝડપથી ‘નવકાર’ દ્વારા
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org