________________
આદર્શ
नमस्कारसमो मन्त्रः शत्रुञ्जयसमो गिरिः । वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ १ ॥
-
શ્રી જિનશાસનમાં ઉપર્યુક્ત સુભાષિત ઘણું પ્રસિદ્ધ છે. ટૂંકમાં તેનો અર્થ એ છે કે - ‘નવકાર સમાન મંત્ર, શત્રુંજય સમાન પર્વત અને વીતરાગ સમાન દેવ, ભૂતકાળમાં થયા નથી અને આગામી કાળમાં થનાર નથી.’ તાત્પર્ય કે જગતમાં મંત્રો, પર્વતો અને દેવો ઘણા છે, પરંતુ તેમાં નવકા૨થી ચઢિયાતો એક પણ મંત્ર નથી, શત્રુંજયથી અધિક એક પણ પર્વત નથી અને વીતરાગથી શ્રેષ્ઠ એક પણ દેવ નથી.
બીજી રીતે વિચારતાં તેનો ૫૨માર્થ એ નીકળે છે કે -‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચાર વિભાગમાં વહેંચાયેલું સમગ્ર વિશ્વ છે, એ વિશ્વમાં અનંતાનંત જીવ પુદ્ગલાદિ દ્રવ્યો, અનંતાનંત લોકાલોક પ્રદેશ પ્રમાણ ક્ષેત્રો, અનંતાનંત ભૂત, ભવિષ્ય, વર્તમાનકાલીન સમયો અને અનંતાનંત ગુણપર્યાયરૂપી ભાવો છે, તે બધાં દ્રવ્યોમાં શ્રેષ્ઠ દ્રવ્ય કયું ? બધા ક્ષેત્રોમાં સર્વોચ્ચ ક્ષેત્ર કયું ? બધા કાળમાં સર્વોત્તમ કાળ કયો ? બધા ભાવોમાં સર્વોત્તમ ભાવ કયો ? એ ચારે પ્રશ્નોનો ઉત્તર જાણે એકજ શ્લોકમાં મળતો હોય, તેમ આ શ્લોક જણાવે છે કે - ‘સર્વ દ્રવ્યોમાં ઉત્તમ દ્રવ્ય વીતરાગદેવ છે, સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર શત્રુંજય ગિરિરાજ એટલે સિદ્ધક્ષેત્ર છે, સર્વ ભાવોમાં ઉત્તમ ભાવ પંચ પરમેષ્ઠીઓને નમવાનો ભાવ છે અને ‘એ ત્રણે સર્વોચ્ચ છે' એવી ઓળખાણ જે કાળમાં થાય છે, તે કાળ સર્વ કાળમાં ઉત્તમ કાળ, છે. એથી એ સિદ્ધ થયું કે ‘પરમેષ્ઠીઓને નમવાના ભાવ સમાન ભાવ, સિદ્ધિએ ગયેલા ઘણા જીવો વડે સ્પર્શાએલ સિદ્ધક્ષેત્ર સમાન ક્ષેત્ર અને જીવોને મુક્તિ મેળવવા માટે પરમ આલંબનભૂત દ્રવ્યોમાં વીતરાગ દેવ સમાન ઉત્તમ દ્રવ્ય બીજું કોઈ વર્તમાન કાળમાં છે નહિ, ભૂતકાળમાં હતું નહિ અને ભવિષ્ય કાળમાં થવાનું નથી. આ વાત આગમ, યુકિત, અનુભવ અને ઈતિહાસ આદિ કોઈપણ પ્રમાણથી જ્યારે સિદ્ધ કરવી હોય ત્યારે સિદ્ધ થઈ શકે તેમ છે.
આ ગ્રન્થનો પ્રસ્તુત વિષય ‘નમસ્કાર મંત્ર’ છે. શાસ્ત્રોમાં મણિ, મંત્ર અને ઔષધિઓની શક્તિ અચિત્ત્વ મનાયેલી છે. જેમ મણિ-રત્નો પાષાણ જાતિનાં હોવા છતાં તેનાં મૂલ્યવાનપણાથી તથા તેની કષ્ટ-રોગહરાદિ શક્તિઓથી પ્રસિદ્ધ છે, તેમ ‘મંત્ર’ એ પૌદ્ગલિક શબ્દરૂપ હોવા છતાં દુઃખ, દારિદ્રચ, કષ્ટ, રોગ, ભય, ઉપદ્રવાદિના નાશક તરીકે અને અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ આદિ આ જન્મનાં કે સ્વર્ગ, અપવર્ગ આદિ આગામી જન્મોનાં સુખપ્રાપક તરીકે પ્રસિદ્ધ છે. જૈન શાસનમાં ‘નવકારમંત્ર' એટલે તેના અડસઠ અક્ષરોની રચનારૂપ પૌદ્ગલિક શબ્દો સર્વ મંત્રોમાં શિરોમણિસમાન છે.
વ્યાકરણ શાસ્ત્રમાં સર્વ મળીને બાવન અક્ષરો પ્રસિદ્ધ છે. જગતનાં તમામ શાસ્ત્રો એ બાવન અક્ષરોની જ ‘પરસ્પર વિચિત્ર પ્રકારના સંયોગથી ઉત્પન્ન થયેલી રચનાઓ છે.' નવકા૨ના અડસઠ અક્ષરો પણ એ બાવન અક્ષરોની બહાર નથી. માત્ર અક્ષરસંયોગરૂપ તેની રચના બીજાં તમામ શાસ્ત્રોથી જુદી પડી જાય છે અને તે જ કા૨ણે તેને ‘મહામંત્ર’ તરીકે સ્થાન મળ્યું છે. તેના પ્રત્યેક અક્ષરો, પદો, સંપદાઓ ઇત્યાદિનું સવિસ્તર વર્ણન આ પુસ્તકમાં તેના યથાયોગ્ય સ્થળે કરવામાં આવ્યું છે. સર્વ શાસ્ત્રો અને મંત્રોમાં આ અડસઠ અક્ષરો, નવપદો અને આઠ સંપદાઓવાળાં નાનામાં નાના શાસ્ત્ર અને મંત્રને ‘મહાશાસ્ત્ર’ અને ‘મહામંત્ર' ની ઉપમા કેમ મળી છે તેનો વિગતવાર ખુલાસો આ પુસ્તકના લગભગ બધાં પ્રકરણોમાં જુદી જુદી રીતે અપાયેલો છે. વાચકો તે દૃષ્ટિએ તેને ધ્યાનપૂર્વક અને મનનપૂર્વક વાંચે એવી ભલામણ છે.
Jain Education International
આદર્શ
For Private & Personal Use Only
www.jainelibrary.org