SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તચ્ચિત્ત, તન્મય, તલ્લેશ્ય, તદધ્યવસાય, તત્તવાધ્યવસાન વગેરે વિશેષણોવાળું ચિત્ત બની જાય. સાથે જ કાચી માટીના કુંભમાં ભરેલા જળના દષ્ટાંતે અશુભકર્મોનો સમૂળ ક્ષય થઈ જાય અને સર્વ શુભમંગળો સુલભ બની જય. આ છે પંચપરમેષ્ઠિભગવંતના ભાવ નમસ્કારની પ્રાપ્તિનો સરળમાં સરળ ઉપાય. ભવ્ય આત્માઓ તેનો આદર કરી સર્વોત્તમ આત્મકલ્યાણ સાધો. નમસ્કારમહામંત્રનો ઉપકાર (૩) ઉપર આપણે જોઈ આવ્યા કે પ્રણિધાનપૂર્વક કરાયેલું કર્મ ઉત્કટ ફળને આપનારું થાય છે. તે પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા. એકાગ્રતાનો બીજો પર્યાય તન્મયતા છે. તન્મયતા કે એકાગ્રતા લાવવાનો ઉપાય ક્રિયામાં રસ પેદા કરવો તે છે અને રસ તે જ ક્રિયામાં ઉત્પન્ન થઈ શકે કે જે ક્રિયા કરવાથી કરનારને ઉત્તમ લાભની સંભાવના હોય. પરમેષ્ઠિનમસ્કારથી જીવને શું લાભ થાય છે અથવા કઈ વસ્તુના લાભ માટે પરમેષ્ઠિનમસ્કાર કરવાનો છે એ સંબંધી જ્ઞાન જેટલું સ્પષ્ટ તેટલો નમસ્કારની ક્રિયામાં રસ અધિક પેદા થઈ શકે છે. શ્રુતકેવલીભગવત શ્રી ભદ્રબાહુસ્વામીજીના શબ્દોમાં આપણે જોઈ આવ્યા કે પ્રથમ પરમેષ્ઠિ શ્રી અરિહંત પરમાત્માના નમસ્કારથી જીવને “માર્ગની પ્રાપ્તિ થાય છે, અથવા “માર્ગ' હેતુ માટે શ્રી અરિહંતપરમાત્માને નમસ્કાર કરવો જોઈએ. આ “માર્ગ” એટલે ભાવમાર્ગ અર્થાતુ રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ જાણવો. કહ્યું છે કે- “ સ ર્જનજ્ઞાનવારિત્રાિ મોક્ષમા: | ' અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રય જ મોક્ષમાર્ગ છે. અરિહંતનમસ્કાર વડે રત્નત્રયરૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. અરિહંતનમસ્કાર એ જ નિશ્ચયથી રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ છે. અરિહંતનમસ્કાર વખતે થતી અરિહંતપદની ધારણા' સમ્યગ્દર્શનગુણની શુદ્ધિ કરે છે અરિહંતપદનું ધ્યાન” સમ્યજ્ઞાનગુણની શુદ્ધિ કરે છે અને અરિહંતપદની “તન્મયતા’ સમ્યારિત્રગુણની શુદ્ધિ કરે છે. દર્શનગુણ સમ્યકતત્ત્વરુચિરૂપ છે, જ્ઞાનગુણ સમ્યકતત્ત્વબોધરૂપ છે અને ચારિત્રગુણ સમ્યકતત્ત્વપરિણતિરૂપ છે. અરિહંતપદના નમસ્કાર વડે ધારણા અરિહંત' પદની બંધાય છે, ધ્યાન અરિહંતપદનું થાય છે અને તન્મયતા' અરિહંતપદની સધાય છે. પુનઃ પુનઃ નમસ્કાર વડે જેમ જેમ અરિહંતપદની ધારણા વધતી જાય છે, તેમ તેમ જીવનો સમ્યકતત્ત્વપરિણતિરૂપ ચારિત્રગુણ પ્રગટ થતો જાય છે. અરિહંતને નમસ્કાર કરતી વખતે જ અરિહંતપદ સંબંધી ધારણા, ધ્યાન તથા તન્મયતા સધાય છે અને તેના પરિણામે થતી જીવનશુદ્ધિ તથા પુણ્યવૃદ્ધિ વડે ઉત્તરોત્તર રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી જાય છે. આ બધું થવાની પાછળ હેતુ શુદ્ધપ્રણિધાન છે. પ્રણિધાન કહો કે એકાગ્રતા કહો, તે થવાની પાછળ હેતુ “માર્ગનું લક્ષ્ય છે. સાધ્યના લક્ષ્યપૂર્વક થતી ક્રિયા કેવળ ક્રિયા જ નથી કિન્તુ રસપૂર્વકની ક્રિયા છે. ક્રિયાની પાછળ રસ ભળવાથી તે ક્રિયા કેવળ કાયવાસિત કે વાવાસિત ન રહેતાં મનોવાસિત પણ બને છે. એ રીતે મન, વચન અને કાયા ત્રણેયથી વાસિત થયેલી નમસ્કારની ક્રિયાને જ શાસ્ત્રોમાં “નમસ્કાર પદાર્થ' કહ્યો છે. શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે કે" मणसा गुणपरिणामो, वाया गुणभासणं च पंचण्हं । कारण संपणामो, एस पयत्थो नमुक्कारो ॥१॥" અર્થ - મન વડે આત્માનું પંચપરમેષ્ઠિના ગુણોમાં પરિણમન, વચન વડે તેમના ગુણોનું કીર્તન અને કાયા વડે તેમને સમ્યવિધિયુક્ત પ્રણામ એ નમસ્કારનો પદાર્થ છે અર્થાત્ નમસ્કારપદનો એ ખરો અર્થ છે. સાચો નમસ્કાર થવા માટે કાયાથી પ્રણામ અને વાણીથી ગુણોના ઉચ્ચારણની સાથે મનનું પરમેષ્ઠિના મહામંત્રનો ઉપકાર ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy