SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગ ' હેતુનો વિચાર આપણે ઉપર કરી આવ્યા છીએ. બીજા “અવિપ્રાણશ” હેતુનો વિચાર હવે કરવાનો સિદ્ધભગવંતોને નમસ્કાર કરતી વખતે એકાગ્રતા લાવવામાં મુખ્ય હેતુ સિદ્ધ ભગવંતોની “અવિનાશિતા'નો ખ્યાલ છે. એ અવિનાશિતાનો વિચાર એમ સૂચવે છે કે અરિહંત પદવીને અંત છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવસ્થાઓને પણ અંત છે, માત્ર એક જ સિદ્ધ અવસ્થા જ એવી છે કે જેના ઉપર કાળની ફાળ નથી, દેવ, દેવેન્દ્ર, ચક્રવતી કે અહમિન્દ્રનાં પદોને અને સુખોને અંત છે, કિન્તુ સિદ્ધભગવંતોનાં સુખને અંત નથી. સાદિ-અનંતકાળ સુધી અવ્યાબાધપણે એકમાત્ર સિદ્ધનાં સુખનો જ ઉપભોગ થઈ શકે તેમ છે. પૂજ્ય ઉપાધ્યાયભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આઠમી યોગદષ્ટિના વર્ણનમાં ફરમાવે છે કે “સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અર્થ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી' (૧) અર્થાત્ સર્વ શત્રુઓનો ક્ષય થવાથી, સર્વ વ્યાધિઓનો વિલય થવાથી, સર્વ ઈચ્છાઓ પૂર્ણ થવાથી અને સર્વ પદાર્થોનો સંયોગ થવાથી સંસારી જીવને જે સુખ થાય તેથી અનંતગણું સુખ એક સિદ્ધભગવંતને હોય છે અને તેનો કદી અંત આવતો નથી. સુખની આ સ્થિતિ સિદ્ધભગવંત સિવાય બીજા કોઈને પ્રાપ્ત થતી નથી. તેથી તેવા અવિનાશી સુખના અર્થી આત્માઓને માટે સિદ્ધભગવંતનો નમસ્કાર પરમ ઉપાદેય છે. અવિનાશીપણાના પ્રણિધાનથી સિદ્ધભગવંતને થતો નમસ્કાર તન્મયતાને લાવી આપે છે અને એ તન્મયતા નમસ્કારને ભાવનમસ્કાર બનાવે છે. આ ભાવનમસ્કાર જ પરમાર્થ મંગળ છે. પરમાર્થમંગળ એ વસ્તુતઃ આત્માના શુભ અધ્યવસાયોને છોડીને બીજું કાંઈ જ નથી. અવિનાશી ગુણના પ્રણિધાન વડે સિદ્ધભગવંતોને કરેલો નમસ્કાર શુભ અધ્યવસાયને જગાડનારો થાય છે તેથી તે ભાવમંગળ છે. ભાવમંગળ એટલે નિશ્ચયથી મંગળ. મંગળનું કાર્ય અનિષ્ટનું નિવારણ અને ઈષ્ટનો લાભ કરવાનું છે તે જેનાથી થાય કે ન થાય તે દ્રવ્યમંગળ અને જેનાથી અવશ્ય થાય તે ભાવમંગળ છે. સમ્યગ્દષ્ટિને મન સમગ્ર સંસાર અનિષ્ટ છે, એક મુક્તિનું સુખ જ ઈષ્ટ છે. તેની અવશ્ય સિદ્ધિ સિદ્ધભગવંતના નમસ્કારથી ત્યારે થાય કે જ્યારે તે પ્રણિધાનપૂર્વક કરવામાં આવે. એ પ્રણિધાનને લાવવા માટે નમસ્કારની કે બીજી કોઈપણ ક્રિયાની પાછળ પ્રશસ્ત હેતુ જોઈએ, તો જ પ્રણિધાન આવી શકે. તેથી શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી તે હેતુઓને જ અહીં નમસ્કારની પાછળ પ્રધાન હેતુ તરીકે સ્થાન આપે અરિહંત નમસ્કારની પાછળ માર્ગ ' હેતુ પ્રધાન છે, તો સિદ્ધનમસ્કારની પાછળ “અવિનાશ ' હેતુ પ્રધાન છે, એથી એ પણ સિદ્ધ થાય છે કે બીજા ગૌણ હેતુઓ અનેક સંભવે છે. જેમ જેમ તે હેતુઓનું પ્રણિધાન વધતું જાય છે તેમ તેમ નમસ્કારની ભાવરૂપતા-પરમાર્થ મંગળમયતા વધતી જાય છે. ગૌણ હેતુઓમાં અરિહંતભગવંતનો “શબ્દ” અને સિદ્ધભગવંતનું “રૂપ” કહી શકાય. અરિહંતભગવંતનું “ઔદાર્ય ” અને સિદ્ધભગવંતનું દાક્ષિણ્ય કહી શકાય. અરિહંતભગવંતનો ઉપશમ અને સિદ્ધભગવંતનો “સંવેગ” કહી શકાય. એ રીતે અરિહંતની “મૈત્રી અને સિદ્ધભગવંતનું માધ્યસ્થ,” અરિહંતભગવંતની “અહિંસા અને સિદ્ધભગવંતનું સત્ય” વગેરે પણ કહી શકાય. એ રીતે અનંત અનંત ગુણોમાંથી એકેક ગુણને જુદો જુદો લઈને તેના પ્રણિધાનપૂર્વક અરિહંત, સિદ્ધ વગેરે પરમપંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરવાનો અભ્યાસ પાડવામાં આવે તો એકાગ્રતા વધી જાય. શાસ્ત્ર ફરમાવેલું ૧૪૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy