SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના અને મોક્ષ માર્ગના દાતાર છે' એવો એકાંત નિયમ જિનશાસનમાં નથી. ઉપદેશ વડે, આજ્ઞાપાલન વડે, જેમ અરિહંતભગવંતો મોક્ષ અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે, તેમ તેમનાં નામસ્મરણાદિ, કે આકૃતિના દર્શનાદિ વડે પણ ક્લિષ્ટકર્મનો ક્ષય કરાવી મોક્ષની અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત બને છે. અરિહંતભગવંતોનું નામ અને રૂપ જેમ કર્મનો ક્ષયોપશમ કરાવનાર અને માર્ગ પમાડનાર છે તેમ તેમનાં દ્રવ્ય અને ભાવ પણ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવનાર થાય છે. અહીં દ્રવ્ય એટલે તેઓની પૂર્વોત્તર અવસ્થાઓ, તેનું શ્રવણ, મનન, ચિન્તન, ભાવ એટલે સમવરણસ્થ ધર્મોપદેશ વખતની ચતુર્મુખ અવસ્થા, તેનું ધ્યાન, નમન, પૂજન વગેરે સમજવું. અરિહંતભગવંતોની એવી એક પણ અવસ્થા નથી કે જેનું ધ્યાન, ચિન્તન કે મન આદિ ભવ્યજીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે બોધિબીજની પ્રાપ્તિનો હેતુ ન બને. એમ માર્ગપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી અને સ્વયં પણ માર્ગ સ્વરૂપ હોવાથી અરિહંતભગવંતો ઉપકારી છે, પૂજ્ય છે અને તે કારણે મોક્ષના અર્થી જીવોને નમસ્કરણીય છે. કહ્યું છે કે તારું ધ્યાન જે સમકિતરૂપ, તેથી જ જ્ઞાનને ચારિત્ર તેહ જ છે જી. તેહથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોવે પછે જી. નમસ્કાર મહામંત્રનો ઉપકાર-(૨). અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતો નમસ્કાર મંગળનો હેતુ ક્યારે બને એનો ખ્યાલ ન હોય તો રોજ અનેકવાર નમસ્કાર કરવા કે ગણવા છતાં અધ્યવસાયોની વિશુદ્ધિ ન થાય અને તે ભાવમંગળનો હેતુ ન બને એમ પણ બનવા જોગ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે foધાન વર્ષ, મને તીવ્રવિપાવવત્ ! ” અર્થાત્ પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, તે વડે કરાયેલું કર્મ તીવ્રવિપાક એટલે ઉત્કટ ફળને આપનારું થાય છે. એથી વિપરીત રીતે અર્થાત્ એકાગ્રતા કે તન્મયતા વિના કરાતું એવું કર્મ મંદવિપાકવાળું કે શૂન્યફળવાળું પણ થાય છે. આથી સમજાશે કે કર્મનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ બલ્ક તેથી પણ અધિક મહત્ત્વ તેની પાછળ રહેલી એકાગ્રતાનું છે, પણ આ એકાગ્રતા લાવવી શી રીતે ? કેવળ ઈચ્છામાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી અથવા એકાગ્રતા જરૂરી છે એટલું સમજવા માત્રથી પણ એકાગ્રતા આવતી નથી. એકાગ્રતા લાવવા માટે રસ (Interest) જોઈએ અને રસ તેમાં જ આવી શકે કે જેમાં આપણો કાંઈ સ્વાર્થ સરતો હોય. અરિહંતના નમસ્કાર વડે આપણો કોઈ સ્વાર્થ સરતો દેખાય તો જ તેમાં રસ આવી શકે છે. એ સ્વાર્થ શું છે? તેને શ્રી ભદ્રબાહુસ્વામીજી નમસ્કારનિર્યુક્તિની એક ગાથા વડે સ્પષ્ટ કરી આપે છે જે આપણે ઉપર જોઈ આવ્યા. તેમાં કહ્યું છે કે અરિહંતભગવંતને નમસ્કાર કરવા વડે હું “માર્ગ ને ચાહું છું. સિદ્ધભગવંતના નમસ્કાર વડે હું અવિપ્રણાશ”ને ચાહું છું. આચાર્યભગવંતના નમસ્કાર વડે “આચાર'ને ચાહું છું. ઉપાધ્યાયભગવંતના નમસ્કાર વડે હું ‘વિનય' ને ચાહું છું અને સાધુભગવંતને નમસ્કાર કરવા વડે હું “સહાય'ને ઈચ્છું છું. માર્ગ', અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ વસ્તુઓ મુખ્યપણે પરમેષ્ઠિને નમસ્કાર કરવા વડે મને પ્રાપ્ત થઈ શકે છે, બીજા કોઈ પણ ઉપાયથી તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી, તેથી જ હું એ પાંચને જ નમસ્કાર કરું છું.' આવો પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીનો દઢ સંકલ્પ છે. તેથી તેઓ કહે છે કેપંવિદનમોવા, મિટિં દેહિં !' અર્થાત્ એ પાંચ હેતુઓથી હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું. મહામંત્રનો ઉપકાર ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy