SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ કરાવે છે. ‘તાનું પદ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી થનારું રક્ષણ-ત્રાણ બતાવે છે. શુદ્ધ આત્મતત્ત્વનો લાભ થવાથી હંમેશ માટે અભય-અષ-અખેદ પ્રાપ્ત થાય છે. સ્વરૂપાસ્તિત્વના ધ્યાનથી “અભય”, સાદડ્યાસ્તિત્વના ધ્યાનથી “અદ્વેષ અને દુષ્કતગહ-સુકૃતાનુમોદન વડે અસત્નો ત્યાગ અને સના સેવન વડે રાગ-દ્વેષનો ક્ષય થવાથી “અખેદ'નો લાભ પ્રાપ્ત થાય છે. પ્રથમપદનું ધ્યાન એ રીતે મોહ તથા અજ્ઞાન અને રાગ તથા ટ્રેષના ક્ષયનું કારણ બનીને જીવની સિદ્ધિનો હેતુ બને છે. આજ્ઞારુચિ અને આત્માનુભૂતિ “નમો પદ વડે મન, પ્રાણ અને મંત્રની એકતા સધાય છે. “પરં પદ વડે દેવ-ગુરુની અને “તા' પદ વડે આત્માની એકતા સધાય છે. એમ નવકારના પ્રથમ પદ વડે આ છએ વસ્તુની એકતા અને તે વડે મંત્રમૈતન્યની જાગૃતિ થાય છે. ઈતરો તેને કુંડલિની શક્તિનું જાગરણ પણ કહે છે. કહ્યું છે કે 'गुरूमंत्रदेवतात्ममनःपवनानामैक्यनिष्कलनादन्तरात्मसंवित्तिः।' અંતરાત્મસંવિત્તિ એટલે અંતરાત્માનું સંવેદન અર્થાત્ મંત્રમૈતન્યની જાગૃતિ. તે ગુરુદત્તમંત્રના વાચ્યદેવતાનું મન-વાણી-કર્મ વડે સતત સ્મરણ કરવાથી થાય છે. જીવમાત્ર જ્ઞાનચેતનાયુક્ત છે. તે જ્ઞાનચેતના રાગાદિ અને સુખાદિરહિત હોવાથી વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાદિયુક્ત હોવાથી સર્વજ્ઞસ્વરૂપ છે. નવકારના પ્રથમપદમાં ચારેય મહાવાચો છે નમો પદ “તત્ત્વમસિ' ને કહે છે. રું પદ ‘મયમાત્મા દ્રશ્ન ને સૂચવે છે. ‘તા પદ અહં બ્રહ્મનિ એવી પ્રતીતિકારક છે. “પ્રજ્ઞાનં દ્રાં એ લક્ષણવાક્ય છે અને તે ત્રણેયમાં અનુસૂત છે. વેદનાં ચારેય મહાવાક્યોનો સમાવેશ આ રીતે પ્રથમપદમાં સંગૃહીત થઈ જાય છે. એક લક્ષણવાક્ય છે, બીજું ઉપદેશવાક્ય છે, ત્રીજું સ્વરૂપદર્શક છે અને ચોથું અભેદવાચક છે. સર્વ વહિં વ્ર, સર્વ જ્ઞાનનિત્તે વૃદઈ વગેરે વાક્યો તેમાંથી જ ફલિત થાય છે. આગમ-નોઆગમનો સાર આગમ નોઆગમતણો, ભાવ તે જાણો સાચો રે, આતમભાવે થિર હો, પરભાવે મત રાચી રે ! -પૂ. ઉપા. યશોવિજયજી આગમ એટલે જ્ઞાતા-ઉપયુક્ત અને નોઆગમ-એટલે ક્રિયાવાન. બંનેનો સાચો ભાવ એક જ છે કે આત્મભાવમાં સ્થિર થવું અને પરભાવનો ત્યાગ કરવો. આત્મભાવ તે આગમ અને તેમાં સ્થિર થવું તે નો-આગમ. એ રીતે આગમ અને નો-આગમનો સાર આત્મભાવમાં સ્થિર થવું તે છે. IN અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy