SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ ‘નમો’ પદ પોતાની લઘુતા અને નમસ્કાર્યની ગુરુતાસૂચક છે. એટલે પોતે નમ્ર બનવું અને નમસ્કાર્ય પ્રત્યે ભક્તિ-બહુમાનની લાગણી ધારણ કરવી એ તેનો અર્થ છે. બાહ્યનમસ્કાર શિષ્ટતાસૂચક છે. અત્યંતરનમસ્કાર આંતરિકશુદ્ધિ કરનારો છે. શિષ્ટતાસૂચક એટલે શિષ્ટપુરુષોએ પ્રવર્તાવેલા વ્યવહારનું પાલન કરવારૂપ છે અને આંતરિકશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિ, હ્દયશુદ્ધિ, આત્મશુદ્ધિ. વાચ્યાર્થનું મહત્ત્વ છે, તેથી વધુ લક્ષ્યાર્થનું અને તેથી પણ વધુ વ્યંગ્યાર્થનું મહત્ત્વ છે. શ્રવણથી માત્ર વાચ્યાર્થનું ગ્રહણ થાય છે, લક્ષ્યાર્થ માટે મનન અને વ્યંગ્યાર્થ માટે નિદિધ્યાસન આવશ્યક વ્યંગ્યાર્થ તે ઐદંપર્યાર્થ છે. લક્ષ્યાર્થ તે મહાવાક્યાર્થ અને વાચ્યાર્થ તે વાક્યાર્થ છે. પદાર્થજ્ઞાન થયા પછી વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ જ્ઞાનની આવશ્યક્તા છે. વાચનાથી થતું જ્ઞાન તે પદાર્થજ્ઞાન છે, પૃચ્છના અને પરાવર્તનાથી થતું જ્ઞાન તે વાક્યાર્થ અને મહાવાક્યાર્થજ્ઞાન છે તથા અનુપ્રેક્ષાથી થતું જ્ઞાન તે ઐદંપર્યાર્થજ્ઞાન છે. શ્રુતિ, યુક્તિ અને તે અનુભૂતિ-અનુભવ એ ત્રણેય જ્યારે મળે ત્યારે તે યથાર્થ જ્ઞાન બને છે. એકલો અનુભવ મિથ્યા પણ હોય. “સ્વાનુભૂÒમાનાય’” અર્થાત્ ‘અનુભવ એ જ એક પ્રમાણ છે' એમ જ્યાં કહ્યું છે ત્યાં પણ શ્રુતિ યુક્તિવડે અનુભૂતિ પર્યંત પહોંચાડે છે, તે જ અનુભવને પ્રમાણ તરીકે ગણવું શ્રુતિ-યુક્તિરહિત અનુભવ તે પ્રમાણભૂત નથી એમ કહેવાનો આશય છે. દ્રવ્ય-ગુણ-પચંચથી શુદ્ધાત્મામાં રમણ ‘નમો હિંતાળું' પદનો વાચ્યાર્થ સ્વાપકર્ષબોધરૂપ છે, લક્ષ્યાર્થ આત્મોત્કર્ષરૂપ બોધ છે અને વ્યંગ્યાર્થ સ્વ-આત્મા અરિહંતસ્વરૂપ છે એવો બોધ છે. એક અર્થ શ્રુતિથી, બીજો અર્થ યુક્તિથી અને ત્રીજો અર્થ અનુભૂતિથી ગ્રહણ કરી શકાય છે. શ્રુતિ, યુક્તિ અને અનુભવ જ્યારે મળે ત્યારે જ્ઞાન યથાર્થ બને છે. એકલો અનુભવ મિથ્યા પણ હોય. તે અનુભવની પાછળ યુક્તિનું બળ જોઈએ અને યુક્તિ પણ શ્રુતિ-શાસ્ત્રને અનુસરનારી હોવી જોઈએ. નવકારનું પ્રથમપદ આગળ કરીને યુક્તિ અને અનુભવથી થતો બોધ એ જ પાપક્ષયનું અને ભાવમંગળનું કારણ છે. અરિહંતોને નમસ્કાર, અરિહંતોના ઉત્કર્ષ અને પોતાના અપકર્ષને જણાવનારો છે. અરિહંતો શુદ્ધ આત્મસ્વરૂપવાળા હોવાથી શુદ્ધાત્માનો ઉત્કર્ષ અને અશુદ્ધાત્માનો અપકર્ષ એ શાસ્ત્રાનુસારી યુક્તિથી નીકળતો બોધ છે તે લક્ષ્યાર્થ છે. વ્યંગ્યાર્થ-અરિહંતના નમસ્કારથી પોતાના શુદ્ધાત્માને નમસ્કાર છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી પોતાના શુદ્ધસ્વરૂપમાં રમણતા એ તેનો તાત્પર્યાર્થ છે. અભય, અદ્વેષ અને અખેદ : નમો અરિહંતાળું' દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનારનો મોહ નાશ પામે છે. ‘ö’પદ દ્રવ્ય-ગુણ-પર્યાયને જણાવે છે. “નો’ પદ વડે થતો તેઓનો નમસ્કાર મિથ્યામોહ-આત્મ-અજ્ઞાનનો નાશ કરે છે. તેથી અસત્પ્રવૃત્તિ છૂટી જાય છે અને સત્પ્રવૃત્તિ શરૂ થાય છે. તે અનુક્રમે રાગ-દ્વેષનો ક્ષય કરી શુદ્ધ આત્મતત્ત્વની ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy