________________
પરભાવમાં જીવ અનાદિકાળથી રાચેલો છે તેથી અનંત જન્મ-મરણ કરે છે. તેમાંથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે આત્મભાવમાં લીન થવું તે છે.
નવકારમાં પ્રથમપદમાં તે બંને વસ્તુઓ રહેલી છે. તેના જાપ-ધ્યાનથી પરભાવ છૂટી જાય છે અને આત્મભાવમાં સ્થિર થવાનું બળ પ્રગટે છે. નમો પદમાં અત્યંતરતપના પ્રકાર
નમો પદ એ પાપનું પ્રાયશ્ચિત્ત છે. તેમાં આજ સુધી પરમાત્મા, આત્મા, સંઘ, શાસ્ત્ર, કેવળજ્ઞાની અને ધર્મની કરેલી આશાતના-અવિનયાદિ પાપોની તથા હિંસાદિ પાપસ્થાનોના દીર્ઘકાલીનસેવનના કૂટ અભ્યાસની નિંદા-ગહ છે.
નમો પદ એ ગુણીપુરુષોનો વિનય છે, સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયાગુણને ધારણ કરનાર સર્વ મહાપુરુષો પ્રત્યે આદર અને વિનયનો પ્રયોગ છે તથા સ્વ-પરજનિત પૂજાનો પ્રમોદ છે.
નમો’ પદ એ સર્વોત્તમપાત્રોની ભાવયાવચ્ચ છે. તેમને માટે સુખ અને સમાધિની પ્રબળ ઈચ્છારૂપ છે. તેમના સન્માર્ગમાં આવતાં વિઘ્નોની પરંપરાને સર્વશક્તિથી દૂર કરવાની ભાવનારૂપ છે. તેમના અંતરાત્માને જે રીતે શાન્તિ પ્રાપ્ત થાય તે રીતે મન-વચન-કાયાના વીર્યને ફોરવવાની પ્રબળ ઈચ્છારૂપ છે.
નમો' પદ પાંચ પ્રકારના સ્વાધ્યાય વડે પંચપરમેષ્ઠિઓને ઓળખવાની તેઓના શુદ્ધસ્વરૂપને જાણવાની ઈચ્છારૂપ છે. આત્મજ્ઞાન માટેના આલંબનોને જાણીને-સદ્ધહીને તસ્વરૂપ બનવાની ભાવનારૂપ છે.
“નમો પદ એ પરમેષ્ઠિભગવન્તોનું એકાગ્રચિત્તે ધ્યાન કરવાની પ્રક્રિયા છે. “નમો' પદ વડે ધર્મધ્યાનની અને પરંપરાએ શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
નમો' પદ એ તાત્ત્વિક દષ્ટિએ વાસીચંદનકલ્પ, જીવિતરણ, લાભ-અલાભ અને માન-અપમાનાદિ દ્વિતોને અવગણીને શુદ્ધ આત્મસ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે.
એ રીતે અત્યંતર તપના સર્વ પ્રકારનું આરાધન જેમાં સંગૃહીત થયું છે એવું “નમો' પદ ચંદ્રથી પણ શીતળ છે, સૂર્યથી પણ તેજસ્વી છે, સાગરથી પણ ગંભીર છે અને આરોગ્ય બોધિલાભ અને સમાધિને આપનારું છે.
નમો પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ પ્રત્યે મનને લઈ જવા, કૂદકો મારવા કે ફાળ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્યભાવસંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો વ્યાયામ છે.
અથવા “નમો’ પદમાં પોતાના વિષય-કષાયરૂપી “અહં' પદનો પરિત્યાગ કરવાની પ્રક્રિયા છે તથા નિર્વિષય, નિર્વિકાર, નિત્ય, નિરંજન અને શુદ્ધ આત્મસ્વરૂપમાં-આહત્યમાં પહોંચવા માટેનો આધ્યાત્મિક સિદ્ધપ્રયોગ છે. નમો પદની અર્થભાવના
૧. “નમો’ એટલે આભારભર્યું હૃદય (Humility). ૨. “નમો' એટલે કૃતજ્ઞતાભાવ (Gratitude). ૩. “નમો' એટલે પાપોની કબૂલાત (confession). ૪. “નમો' એટલે લાભનો આભારપૂર્વક સ્વીકાર (Thanks-givinછે. ૫. “નમો' એટલે વારસદાર હોવાનો દાવો (Legal heir).
N ૩૬૦ થી
૩૬૦
છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org