SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ દ. “નમો' એટલે સમર્પિત થવાની ક્રિયા (surrender). ૭. “નમો' એટલે ભય-ચિંતાદિનો અસ્વીકાર (Rejection). ૮. “નમો એટલે સંપૂર્ણ શ્રદ્ધા, આદર અને બહુમાન (Faith and Respect). ૯. “નમો' એટલે અનંત આનંદ અને સુખના નિધાનમાં નિવાસ (Residence in the Kingdom of Heaven). ૧૦. “નમો' એટલે ગુણગ્રહણ કરવાની પ્રક્રિયા (Receptivity). ૧૧. “નમો’ એટલે પૂજ્યો પ્રત્યે ખુલ્લા થવાની પ્રક્રિયા (Openinછે. ૧૨. “નમો’ એટલે સર્વ પ્રત્યે ખુલ્લું Æય (Open Heart). ૧૩. “નમો' એટલે ઉચ્ચ પ્રતિ અભિમુખતા (Aspiration. ૧૪. “નમો' એટલે દુષ્કતગ, સુકતાનુમોદના અને શરણાગતિ (submission to Supreme). ૧૫. “નમો' એટલે સત્ -શુભનો સ્વીકાર (Acceptance of Good). ૧૨. “નમો' એટલે સ્વશુદ્ધસ્વરૂપાભિમુખતા (Turning towards the Divine). મોક્ષ અને વિનયનું બીજ નમો' એ મોક્ષનું બીજ છે કેમ કે - “નમો પદ વડે મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિમાર્ગસાધક મહાપુરુષોને પ્રણામ થાય છે. નમો’ એ વિનયનું બીજ છે કેમ કે-“નમો પદ વડે મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનપતના જ્ઞાનને ધારણ કરનાર મહર્ષિઓને પ્રણામ થાય છે. નમોએ શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિનું બીજ છે કેમ કે-“નમો પદ વડે જેઓના કષાયો શાન્ત થયા છે, જેઓને વિષયોની વાસના રહી નથી, જેઓના રાગાદિ દોષો ક્ષીણ થઈ ગયા છે અને જેઓએ અહિંસા, સંયમ અને તપ વડે દ્રવ્ય-ભાવક નિર્મૂળ કર્યા છે. તેઓનું બહુમાન થાય છે, તેઓ પ્રત્યે આતંરિક પ્રીતિ ઉત્પન્ન થાય છે અને તેઓની સાથે ભાવસંબંધ જોડાય છે. નમો’ પદ મુક્તિનું બીજ હોવાથી શાન્તિકારક છે, વિનયનું બીજ હોવાથી તુષ્ટિકારક છે, તપ-સંયમાદિ અને મૂળગુણ-ઉત્તરગુણોના બહુમાનરૂપ હોવાથી પુષ્ટિ અને શુદ્ધિકારક છે. “નમો’ પદ સંસારસાગર તરવાનો સેતુ છે કારણ કે “નમો' પદ વડે સંસારસાગરમાં ડૂબતા જીવોને મોક્ષસાગરમાં પ્રવાહિત થવાનો માર્ગ મળે છે. એ માર્ગે જેઓ ચાલે છે તેઓ સંકલ્પ-વિકલ્પના વમળમાંથી છૂટી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં નિમગ્ન થવાનું બળ મેળવે છે. કેમ કે “નમો પદ વડે પરમપદે રહેલા જે પરમેષ્ઠિભગવંતોને નમવામાં આવે છે, તે બધા કલ્યાણના સાગર, મોક્ષના આગર અને સુખના સાગરમાં નિમગ્ન થયેલા છે અને બીજા જીવોને નિરૂમ બનાવવા માટેના સંકલ્પથી સંયુક્ત છે. શાતિ, સુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ “નનો’ પદ મોક્ષનું બીજ છે. “નમો પદ વિનયનું બીજ છે. નનો પદ શુદ્ધિનું બીજ છે. IN અનુપ્રેક્ષાકિરણ ૪ ( ૩૬૧ MN Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy