SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨- વિષયબદુત્વ દ્વારા નમસ્કાર કરનારને ફલાતિશય (અતિશયલ)ની પ્રાપ્તિ થાય છે એ બતાવવા માટે તથા - ૩- ગૌરવ બતાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ ત્રણ કારણો પછીનાં પદોમાંના પણ બહુવચનના પ્રયોગ માટે સમજી લેવાં અને તેવાં જ બીજાં પણ સંભવિત કારણો પોતાની બુદ્ધિથી કલ્પી લેવાં. જેમ કે- “અદ્વૈતવાદનો વ્યવચ્છેદ' વગેરે. પ્રશ્નઃ પ્રથમ પદનું ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તર :- પ્રથમ પદે વિરાજમાન શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ચન્દ્રમંડળ સમાન શ્વેત વર્ષે કરવું જોઈએ. પ્રશ્નઃ- “નમો સિદ્ધાણં ' એ પદમાં શ્રી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યો છે તે સિદ્ધોનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- શ્રી સિદ્ધપદની નિર્યુક્તિ, વ્યુત્પત્તિ તથા રૂઢિ ઉપરથી નીચેના અર્થો નીકળે છે - ૧ - “સિતું વદ્ધમMDાછું વર્ષ, આતં છું તે સિદ્ધા: ' અર્થાત- “જેઓએ ચિરકાલથી બાંધેલાં આઠેય પ્રકારનાં કર્મરૂપી ઈન્જનોના સમૂહને જાજ્વલ્યમાન શુક્લધ્યાનરૂપી અગ્નિથી બાળી નાંખ્યો છે તેમને સિદ્ધ કહેવાય છે.” ૨- “વધુ વતી ' એ ધાતુથી “સિદ્ધ' શબ્દ બન્યો છે. તેથી એ અર્થ થાય છે કે-“અપુનરાવૃત્તિ દ્વારા ફરી પાછું ન આવવું પડે તે રીતે) જેઓ મોક્ષપુરીમાં ગયા છે તે સિદ્ધ કહેવાય છે.” ૩-જેઓ સર્વથા કૃતકૃત્ય બની ગયા છે અર્થાત્ જેઓનું કોઈપણ કાર્ય અપરિપૂર્ણ રહ્યું નથી. તેઓ સિદ્ધ કહેવાય છે. ૪- જેઓ જગજ્જનને શિક્ષા (ઉપદેશ) કરવાવાળા અનુશાસ્તા છે તેઓ સિદ્ધ કહેવાય છે. પ-જેમનાથી ભવ્ય જીવોને ગુણસમૂહની પ્રાપ્તિ થાય છે. તે સિદ્ધ કહેવાય છે. ૬-જેઓ પરમ મંગલ તત્ત્વનો અનુભવ કરનારા હોવાથી પોતાનું ધ્યાન કરનારને મંગળરૂપ બનાવે છે તે સિદ્ધ કહેવાય છે. ૭-જેઓ નિત્ય, અપર્યવસિત અને અનન્ત સ્થિતિને પ્રાપ્ત થયેલા છે તેઓ સિદ્ધ કહેવાય છે. ઉપર્યુક્ત સર્વ અર્થોનો સંગ્રહ કરનારો એક શ્લોક શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવેલો છેઃ मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्यि । ___ ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ જેઓએ પૂર્વબદ્ધ પ્રાચીન કર્મોને દગ્ધ કરી નાંખ્યાં છે, જેઓ મુક્તિરૂપી મહેલના શિરોભાગને પ્રાપ્ત થયા છે, જેઓ જગજીવોને (મુક્તિમાર્ગનું) અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે અને જેઓના સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે તેવા મંગલરૂપ બનેલા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.” પ્રશ્ર) શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર૦ શ્રી અરિહન્ત પરમાત્માઓ જેમ ભવરૂપ અટવીમાં માર્ગદર્શક હોવાથી ઉપકારક છે તેમ શ્રી સિદ્ધ પરમાત્માઓ અવિનાશી એવા અનન્તચતુષ્ટય (અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનન્તવીર્ય)ને ધારણ કરનારા હોવાથી, ભવ્ય આત્માઓને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. એ કારણે તેઓ ભવ્ય આત્માઓના અત્યન્ત ઉપકારક છે અને એથી તેઓ પણ નમસ્કાર કરવાને યોગ્ય છે. ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ i Jain Education international first ivate Personal use only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy