SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં આપવામાં આવતા નથી. પંડિત શ્રી ગુણરત્નમુનિજીએ એક સ્થળે શ્રી ‘અરહંત’ પદના ૧૧૦ અર્થ કરેલા છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પૃષોદરાદિકની પેઠે શ્રી અરહંત પદના ત્રણ સામાસિક અર્થો કર્યા છે. ‘નિનાત્ ।’-‘બોનનાત્ ।' તથા ‘રહસ્યાઽમાવાત્ ।’ ઉપરથી ‘અરહંત’ પદ સિદ્ધ થાય છે. તેનો અર્થ ‘અરિહંત’ પદનો ઉપર જે અર્થ કર્યો તેને લગભગ મળતો છે. તેમાં પ્રથમ ‘અહિનનાત્' અ૨હંતનો અર્થ એ છે કે - ‘‘સંસારરૂપ ગહન વનને વિષે મોહાદિક શત્રુઓને હણનાર હોવાથી ‘અરહંત’ છે.’’ બીજો ‘ખોદનનાત્ ।' અરહંતનો અર્થ એ છે કે-‘‘જેમ વાદળાં સૂર્યમંડળને ઢાંકી મૂકે છે તેમ ચાર ઘાતિકર્મરૂપી રજ આત્માના સ્ફટિક જેવા સ્વચ્છ જ્ઞાનાદિ ગુણોને ઢાંકી મૂકે છે તે ઘાતિકર્મોરૂપી રજને દૂર કરનારા હોવાથી ‘અરહંત’ છે.'' ત્રીજો ‘રહસ્યાઽમાવાત્’અરહન્નનો અર્થ એ છે કે-‘‘નિરવશેષ જ્ઞાનાવરણીયાદિ કર્મનું પારતંત્ર્ય દૂર થવાથી અને કોઈથી પણ ન હણી શકાય એવું અત્યદ્ભુત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થવાથી લોકાલોકના સમસ્ત ભાવોને નિરન્તર પ્રત્યક્ષપણે જાણનારા અને જોનારા શ્રી અરહન્ત ભગવન્તોને રહસ્ય એટલે કોઈ પણ ગુપ્ત વાતનો સર્વથા અભાવ છે અર્થાત્ જેઓના જ્ઞાનથી કાંઈ પણ છાનું નથી તે અરહન્ત છે.’’ હવે ત્રીજા ‘અરૂહન્ત' પદનો સંક્ષિપ્ત અર્થ વિચારીએ. ‘“બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ બીજ સર્વથા દગ્ધ થઈ જવાથી જેઓને હવે ભવરૂપ અંકુર ઊગતો નથી તેઓ શ્રી ‘અરૂષન્ત' કહેવાય છે.’’ પ્રશ્ન :- ઉપર્યુક્ત લક્ષણોથી યુક્ત શ્રી અરિહંત ભગવન્તોને નમસ્કાર ક૨વાનું પ્રધાન પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- સંસારરૂપ મહાભયંકર ગહન વનમાં ભ્રમણ કરી કરીને સંતપ્ત (દુ:ખિત શ્રમિત) થયેલા જીવને શ્રી અરિહન્ન ભગવંતો પરમ પદનો માર્ગ બતાવે છે, એ કારણે સર્વ જીવોના ૫૨મોપકારી હોવાથી શ્રી અરિહન્ન પરમાત્માઓ પ્રથમ પદે નમસ્કાર કરવા યોગ્ય છે. પ્રશ્ન :- વ્યાકરણના નિયમાનુસાર ‘નમસ્ ।’ શબ્દના યોગમાં ચતુર્થી વિભક્તિ આવવી જોઈએ છતાં અહીં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કેમ કરાયો છે ? ઉત્તર ઃ- પ્રાકૃતમાં ચતુર્થી વિભક્તિ થતી જ નથી, કિન્તુ ચતુર્થીના સ્થાને ષષ્ઠી વિભક્તિનો જ પ્રયોગ ક૨વામાં આવે છે કહ્યું છે કે बहुवणेण दुवयणं, छट्ठिविभत्तीए भण्णइ चउत्थी । जह हत्था तह पाया, नमोत्थु देवाहिदेवाणं ॥ १ ॥ ‘‘પ્રાકૃતમાં દ્વિવચનના સ્થાને બહુવચનનો તથા ષષ્ઠી વિભક્તિ સ્થાને ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થાય છે; જેમ કે – ‘ હસ્તી’ અને ‘પાવી’ ના બદલે ‘ ત્યા’અને ‘પાયા’ નો પ્રયોગ થાય છે, તથા ચતુર્થીના અર્થમાં ‘નમોહ્યુ વૈવાદિલેવાળું ।' એ રીતિએ ષષ્ઠીનો પ્રયોગ થાય છે. પ્રશ્ન :- ‘નમો અરિહંતાણં ।' એ પદમાં ષષ્ઠી વિભક્તિના બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું પ્રયોજન શું છે ? ઉત્તર :- બહુવચનનો પ્રયોગ કરવામાં ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે ઃ ૧- ‘અરિહંત’ એક નથી કિન્તુ ઘણા (અનન્તકાળની અપેક્ષાએ અનન્ત) છે એ દર્શાવવા માટે - નમસ્કારમહામંત્ર આવશ્યક વિચાર Jain Education International For Private & Personal Use Only ૧૭ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy