SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા- રદ્દોસતાપુ, ટૂંટિયાળિ ઞ પંચ વિ। સિંહવતો, નામયંતા નોરા ||૧|| રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહ અને ઉપસર્ગોને નમાવનારા શ્રી અરિહંતો નમસ્કા૨ને યોગ્ય છે. અથવા—કૃતિવિસયવસાયે, પરીસદ્દે વેયળા વસો | પણ રિનો દંતા, અરિહંતા તેન વુત્તિ ॥૧॥ ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગ એ દુશ્મન છે ; દુશ્મનોને હણનારા હોવાથી શ્રી અરિહંત કહેવાય છે. આ ત્રણે ગાથાઓનો સમુચ્ચય અર્થ એ છે કે - આ સંસારરૂપી ગહન વનમાં જીવોને અનેક પ્રકારનાં દુઃખો દેવાવાળા રાગ-દ્વેષ-મોહાદિક દોષો છે તેથી એ દોષોને ઉત્પન્ન કરનારા ઇન્દ્રિયોના વિષયો, ક્રોધાદિક કષાયો, બાવીસ પ્રકારના પરિષહો, અનેક પ્રકારની શારીરિક અને માનસિક વેદનાઓ તથા દેવ, મનુષ્ય અને તિર્યંચાદિના ઉપસર્ગો એ જીવોના પા૨માર્થિક શત્રુઓ છે. તેના યોગે જીવ અનન્ત ભવમાં ભ્રમણ કરાવનાર જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં દુષ્ટ કર્મોનો બંધ કરે છે તેથી મેધથી જેમ સૂર્યમંડલનું આચ્છાદન થાય તેમ જીવના જ્ઞાનાદિ ગુણોનું આચ્છાદન થાય છે. અને એ આચ્છાદન જ જીવને અરિભૂત છે. તેનું સર્વથા ઉન્મૂલન કરનારા હોવાથી ‘અરિહંત’ કહેવાય છે. હવે બીજા શ્રી ‘અરહંત' પદનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ વિચારીએ अशोकादि अष्टमहाप्रातिहार्यरूपपूजामर्हन्तीति अर्हन्तः । સુરવરનિર્મિત અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને જે યોગ્ય છે. તે ‘અત્યંત’ છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે अरिहंत वंदणनमंसणाई, अरिहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चंति ॥ १॥ વન્દન-નમસ્કારાદિને જેઓ યોગ્ય છે, જેઓ પૂજા અને સત્કા૨ને યોગ્ય છે તથા જેઓ સિદ્ધિગમનને યોગ્ય છે તેઓ અ૨હંત (અર્હત્) કહેવાય છે. ‘શ્રી ચતુઃશરણપ્રકીર્ણક' માં કહ્યું છે કે થુવંતળમરહંતા, અરિંવરિતપૂયમ ંતા। સસયસુમરહંતા, અરહંતા દંતુ મે સરળ 19॥ જેઓ સ્તુતિ અને વન્દનને યોગ્ય છે, અમરેન્દ્રો અને નરેન્દ્રોની પૂજાને યોગ્ય છે તથા શાશ્વત સુખને યોગ્ય છે તે શ્રી અ૨હંત ભગવંતો મને શરણ આપનારા થાઓ, ‘ગર્હન્ત’ શબ્દનાં પ્રાકૃતમાં ‘હોન્ત’ અને ‘ ઝહાન્ત’રૂપો પણ બની શકે છે. તેનો ભાવ એ છે કે ‘ર૪’ એટલે એકાન્ત સ્થાન અને ‘ત્રન્ત’ એટલે ગિરિગુફાદિનો મધ્ય ભાગ, જેઓની દૃષ્ટિથી પર નથી અર્થાત્-જેઓ અતિ ગુપ્ત વસ્તુસમૂહને પણ જાણી શકે છે તેઓ ‘હોન્ત’ કહેવાય છે. અથવા ‘ F’ એટલે ૨થ (બાહ્ય પરિગ્રહ) અને ‘અત્ત’ એટલે વિનાશનાં કારણ (જરા-મૃત્યુ આદિ અવસ્થા) જેને નથી તેને ‘અરહાન્ત’ કહેવાય છે અથવા ‘ઞરહંતાણં’એ પ્રાકૃત પદનું સંસ્કૃતમાં ‘અરયવ્મ્યઃ ।' એવું રૂપ થાય છે. તેનો અર્થ રીતે થાય છે. એક ‘અહમ્ચ: ।’ એટલે ‘સત્યનમ્યઃ ।' પ્રકૃષ્ટ રાગાદિના કારણભૂત મનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતાં પણ, જેઓ પોતાના વીતરાગતાદિ સ્વભાવનો ત્યાગ કરતા નથી. તે અરહંત છે અને બીજો ‘સરહદ્રૂમ્યઃ ।' એટલે ‘સાચ્છવ્મ્ય:’ ગત્યર્થક ધાતુઓ પ્રાપ્ત્યર્થક પણ બને છે. તેથી વીતરાગતાદિ સ્વભાવને છોડી સરાગતાદિને કદી પણ નહિ પામનારા હોવાથી શ્રી અરહંત કહેવાય છે. આ રીતે ‘અરહંત’ શબ્દના બીજા પણ નિર્યુક્તિસિદ્ધ અનેક અર્થો થાય છે, કિન્તુ વિસ્તા૨ભયથી તે સઘળા ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy