SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન, પ્રકાશ, ઋતંભરા પ્રજ્ઞા અને કૈવલ્યપ્રાપ્તિ પર્યંતનો હેતુ બને છે. જૈન સિદ્ધાન્ત મુજબ શબ્દની ધારણાથી આત્મતત્ત્વની રુચિ કેળવાય છે, અર્થના ધ્યાનથી આત્મતત્ત્વનો બોધ થાય છે અને સ્વસંવેદનજ્ઞાનથી આત્મતત્ત્વની પરિણતિ ઘડાય છે અને અનુક્રમે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમ જ એ ત્રણેની એકતારૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. તેથી શ્રી નવકાર અને તેનું પ્રથમપદ અને તેના પ્રથમપદનું પણ પ્રથમપદ “નમો' એ શ્રી જિનશાસનમાં ચૌદપૂર્વનો ઉદ્ધાર, દ્વાદશાંગીનો સાર અને સંસારસાગરનો વિસ્તાર કરનાર કહેવાય છે. જેનો છેલ્લો શ્વાસ શ્રી નવકારના ધ્યાનમાં જાય છે તેના ભવચક્રોના ફેરા કપાઈ જાય છે. તેનું મરણ, પંડિતમરણ બની જાય છે. તેથી તે આત્મા કૃતકૃત્યતા અનુભવે છે. नामाइ मंगलाणं, पढमं चिय मंगलं नमुक्कारो । अवणेइ वाहितक्कर- जलणाइ भयाइं सव्वाइं ॥ નામમંગળ-સ્થાપનામંગળ-દ્રવ્યમંગળ વગેરે મંગળોમાં આ નમસ્કાર એ પ્રથમ મંગળ છે. તે વ્યાધિ, ચોર અને અગ્નિ આદિના સર્વ ભયોને દૂર કરે છે. हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुई इहलोयपारलोइय, सुहाण मूलं नमुक्कारो ॥ દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષે છે તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે. ___ नमिऊण असुरसुरगरूलभुयगपरिवन्दियं । गयकिलेसे अरिहे, सिद्धायरियउवज्झायसाहूय ॥ અસુર, સુર, ગરુડ અને ભુજંગ વડે પરિવંદિત તથા કલેશ રહિત એવા અરિહંતો, સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર કરીને. [શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની વૃત્તિ કરું છું.] મંગળાચરણ-શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર નમસ્કારનું રહસ્ય ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy