________________
ભાવનમસ્કાર
“શ્રી અરિહંતભગવંતોને નમસ્કાર' એ પદનો તાત્પર્યાર્થ એ છે કે “હું શ્રી અરિહંતોનો દાસ છું, શ્રેષ્ઠ છું, કિંકર અને સેવક છું. શ્રી અરિહંતો મારા સ્વામી છે, નાથ છે, માલિક છે. હું તેમના નિર્દેશને, આજ્ઞાને, કાર્યને અને સેવા આદિને સ્વીકારું છું. તેમની આજ્ઞાનું પાલન એ જ મારો ધર્મ છે.'
નમસ્કાર્યની આજ્ઞા મુજબ જીવવું એ જ સાચો નમસ્કાર છે અને તે જ ભાવનમસ્કાર છે. નમવું, પરિણમવું, તદાકાર થવું એ નમસ્કારનો ભાવાર્થ છે. શ્રી અરિહંતોને વિષે સમગ્ર ચિત્તથી અને ભાવનાથી કરેલો નમસ્કાર તે ભાવનમસ્કાર છે.
ભાવથી નમવું એટલે તદ્રુપ પરિણમવું. ત્રણ યોગ અને ત્રણ કરણથી તેમને સમર્પિત થવું. તન મન, ધન તેમનાં જ છે એમ માનીને તેમની ભક્તિમાં, તેમના ભક્તની ભક્તિમાં અને તેમના જ કાર્યમાં તે વાપરવાં.
તેમનું કાર્ય વિશ્વવ્યાપી છે તેથી ત્રણલોકના જીવોનું હિત છે. તે કાર્યને પોતાનું માની અથવા પોતાનાં મન-વચન-કાયાના યોગને તેમના માની, તેમના કાર્યમાં જ વાપરવા તે સાચો નમસ્કાર છે.
નમો અરિહંતાણં 'ના પુનઃ પુનઃ જાપથી શ્રી અરિહંતોની આજ્ઞાપાલનનો અધ્યવસાય જાગૃત થાય છે.
શ્રી અરિહંતોની આજ્ઞા છ જવનિકાયના હિતની છે, એટલે જ જીવનિકાયનું હિત થાય એવું જીવન જીવવું એ નમસ્કારનું ફળ છે. જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ એ જ આજ્ઞાપાલનનો અધ્યવસાય છે.
પ્રભુની આજ્ઞા ઉપર પ્રીતિ થવામાં પ્રથમ કારણ આજ્ઞાભંગથી મળતા દુષ્ટ વિપાકોની ભીતિનો અધ્યવસાય છે. ભીતિ વડે પ્રીતિ અને પ્રીતિ વડે ભક્તિ જ્યારે જાગે છે ત્યારે આજ્ઞાપાલનની રુચિ ઉત્પન્ન થાય છે.
તે રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય તે વચનાનુષ્ઠાન છે. જે મોક્ષની પ્રાપ્તિનું અંતરંગ કારણ બને છે. વચનાનુષ્ઠાનથી અસંગક્રિયાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. અસંગક્રિયા નિર્વિકલ્પ સમાધિરૂપ છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિકા છે. કેમકે તે શુદ્ધોપયોગ અને શુદ્ધવર્ષોલ્લાસની સાથે તાદાભ્યભાવને ધારણ કરે છે.
અત્યંત પ્રીતિપૂર્વક થાય તે પ્રીતિ અનુષ્ઠાન આદર-બહુમાનપૂર્વક થાય તે ભક્તિ અનુષ્ઠાન આગમને અનુસરીને થાય તે વચનાનુષ્ઠાન અને અતિશય આત્મભ્યાસ સાથે જે સહજ ભાવે થાય તે અસંગાનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાનમાં યોગ-ઉપયોગ ઉભયની શુદ્ધિ તેના પ્રકર્ષ પર્યત પહોંચેલી હોય છે.
ભાવ-ભક્તિ આજ્ઞાપાલનરૂપ છે. તેથી આજ્ઞાપાલનનો અધ્યવસાય એ ભાવભક્તિનું બીજ છે. એ અધ્યવસાય ભાવનમસ્કારની પ્રાપ્તિ કરાવે છે. એ ભાવનમસ્કાર સર્વ પાપવૃત્તિનો નાશ કરી પરમ મંગલપદને આપે છે.
N ૧૯૨
A
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org