SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનવિજ્ઞાન શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિના શરણ દ્વારા આત્માનું શરણ ઈચ્છવા યોગ્ય છે. લક્ષ્ય દ્વારા અલક્ષ્ય, આલંબન દ્વારા નિરાલંબન, સ્થૂળ દ્વારા સૂક્ષ્મમાં જવું એ ક્રમ છે. શ્રી અરિહંતાદિ પંચેપરમેષ્ઠિભગવંતોનું આલંબન એ નિરાલંબનમાં જવાનો માર્ગ છે. કેવળ આત્માનું આલંબન આત્મા લઈ શકતો નથી તેથી તેને નિરાલંબનમાર્ગ કહે છે. નિરાલંબન અર્થાત્ આત્માલંબન-એ સાધ્ય છે અને આલંબન એ તેનું સાધન છે. શ્રી અરિહંતાદિ એ પુષ્ટાલંબન છે. કેમ કે તેમાં આત્મલંબન સુધી પહોંચેલા પરમ પુરુષોનું આલંબન છે. એ આત્માલંબન નિરાલંબન સુધી પહોંચેલ હોવાથી આપણને નિરાલંબન સુધી લઈ જાય છે. પોતે અલક્ષ્ય સુધી પહોંચેલા હોવાથી, તેમનું લક્ષ્ય લેતાંની સાથે જ અલક્ષ્ય સુધી પહોંચી જવાય છે. પોતે સૂક્ષ્મ તરફ ગયેલા હોવાથી તેમની તરફ જોતાંની સાથે સૂક્ષ્મ ખ્યાલમાં આવી જાય છે. એ રીતે અલક્ષ્ય, સૂક્ષ્મ અને નિરાલંબન એવા આત્મા સુધી પહોંચવા માટે લક્ષ્ય, સ્થૂલ અને બાહ્ય એવાં પદોનું આલંબન લેવું એ ગુરુચાવી ( Master Key ) છે. જેમ ચાવી વિના તાળું ઊઘડતું નથી, તેમ અલક્ષ્ય અને સૂક્ષ્મ એવા આત્મતત્ત્વ સુધી પહોંચાડનાર પુષ્ટાલંબન વિના ધ્યેયપર્યંત પહોંચવું અશક્ય છે-એમ સમજી ધ્યેયપર્યંત પહોંચેલા પરમેષ્ઠીઓને નિત્ય નમસ્કાર કરવા યોગ્ય છે. અરિહંતના નમસ્કારમાં સિદ્ધ સિદ્ધિનો માર્ગ સિદ્ધિમાર્ગના સાધક અને એ સાધનાને નહિ પામેલા સમગ્ર જીવલોકનું ગ્રહણ થઈ જાય છે. સિદ્ધના નમસ્કારમાં અરિહંત અને જીવલોક, આચાર્યના નમસ્કા૨માં આચાર્ય, સિદ્ધ, અરિહંત અને જીવલોક તથા સાધુના નમસ્કારમાં ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત, સિદ્ધ અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય તથા માધ્યસ્થના વિષયભૂત સર્વ જીવલોકનું ગ્રહણ થાય છે. એ પાંચેયને કરેલા નમસ્કારમાં પાંચ પરમેષ્ઠિ અને સમગ્ર જીવલોકનું ગ્રહણ થાય છે. એ ગ્રહણ-સર્વ પાપમણાશક અને સર્વ પ્રકારનાં મંગળોમાં સર્વશ્રેષ્ઠ મંગળ બનીને નમસ્કાર કરનારનું કલ્યાણ કરે છે. શ્રી નવકારમાં ‘નમસ્કાર’ કર્તા અને ચૈતન્ય, પર સામાન્ય, અપર સામાન્ય, વિશિષ્ટ ચૈતન્ય એ પ્રકાશરૂપ અને આનંદરૂપ છે. અજ્ઞાનરૂપી અંધકારના નાશક તથા સર્વ દુઃખ અને શોકવિનાશક છે. શ્રી નવકારનું સ્મરણ કરનારના ત્રણે પ્રકારના ભાર ઊતરી જાય છે. પાપનો ભાર દુષ્કૃતગર્હાથી, પુણ્યહીનતાનો ભાર સુકૃતની અનુમોદનાથી અને આત્મવિસ્મૃતિનો ભાર આત્મસ્મરણથી ઊતરી જાય છે. તેથી જીવ પાપના ભારથી હલકો બને છે. પુણ્યના પ્રાગ્ભારથી ગૌરવાન્વિત થાય છે અને શરણ્યનું શરણ પામવાથી નિર્ભય-નિશ્ચિત બને છે. પંચપરમેષ્ઠિભગવંતના આલંબન દ્વારા પંચ પરમેષ્ટિભગવંતનું સ્મરણ સતત કરવું જોઈએ. પંચ પરમેષ્ઠિસ્મરણ અને જાપની પાછળ પંચપરમેષ્ટિપદાર્થનું ભાવન અને એ પદાર્થની પ્રાપ્તિ માટે અર્થભાવન હોવું જોઈએ. પંચપરમેષ્ટિપદાર્થ કેવળજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત્વ અને યથાખ્યાતચારિત્રમય છે અને એ ગુણો કાજે તેમનું સ્મરણ કરવું હિતાવહ છે. આલંબનવિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only ૧૯૩ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy