________________
આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદો ક્ષયોપશમ ભાવના જ્ઞાનાદિને ધારણ કરનારા હોય છે, પરંતુ અલ્પકાળમાં જ ક્ષાવિકભાવને પામનારા હોવાથી તેઓ પણ કેવળજ્ઞાન, ક્ષાયિકસમ્યકત્વ અને યથાખ્યાતચારિત્રમય જ ગણવા યોગ્ય છે.
ધર્મનું સ્વરૂપ રત્નત્રયમય છે અને તે ધર્મને ધારણ કરનાર આત્મા પણ રત્નત્રયમય હોય છે.
સોનું જેમ એક જ કાળે પીળું, ચીકણું અને ભારે હોય છે, તેમ પરિપૂર્ણ ધર્મ સોનાની પીળાશની જગ્યાએ કેવળજ્ઞાનમય, સોનાની ચીકાશની જગ્યાએ ક્ષાયિકસમ્યકત્વમય અને સોનાની ભારાશની જગ્યાએ યથાખ્યાતચારિત્રમય હોય છે. શ્રી પંચપરમેષ્ઠિ ત્રણ ગુણમય હોય છે. તેથી સાચા સુવર્ણ સમાન છે. તેમને થતો નમસ્કાર એ સોનું મેળવવા માટે ખાણ ખોદવા સમાન છે. પાપનાશ તથા ઉત્કૃષ્ટ મંગળ એ તેના ફળ છે.
સુવર્ણની સંપૂર્ણ ઓળખ તેના હેતુ, સ્વરૂપ અને ફળની જાણકારી ઉપર આધાર રાખે છે, તેમ ધર્મ પણ તેના હેતુ, સ્વરૂપ અને ફળથી ઓળખાય છે.
ધર્મનો હેતુ ધર્મક્રિયા છે. ધર્મનું સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે અને ધર્મનું ફળ પાપનાશ અને મુક્તિ છે.
ધર્મની પ્રત્યેક ક્રિયાની કસોટી, તેની પાછળ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ષ્યારિત્રનો જે અંશ રહેલો છે તેના ઉપર છે.
સમ્યજ્ઞાન એટલે આત્મજ્ઞાન સમ્યગ્દર્શન એટલે આત્મદર્શન અને સમ્યક્ઝારિત્ર એટલે આત્મરણિતા
આ ત્રણને ત્રિરત્ન કહે છે. તેને પામનાર પંચપરમેષ્ઠિની અનન્યભાવે ભક્તિ કરવાથી ભક્તને તેની પ્રાપ્તિ થાય છે અને ભવની ગાંઠ સદાને માટે છૂટી જાય છે.
શ્રી નમસ્કારમહામંત્રના પહેલાં પાંચ પદો દ્વારા પંચપરમેષ્ઠિભગવંતોનું આલંબન શરણ અને સ્મરણ કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠિભગવંતોનાં શરણ, સ્મરણ અને આલંબન દ્વારા આત્મા નિરાલંબન અવસ્થા સુધી પહોંચી શકે છે.
શ્રી નમસ્કારમહામંત્રના છેલ્લાં ચાર પદો ચૂલિકા કહેવાય છે. તે ચૂલિકાનું મહત્ત્વ પહેલાં પાંચ પદો કરતાં પણ વધારે છે. ચૂલિકા ભવ્યજીવને જ સ્પર્શે છે.
ભાવનમસ્કાર દ્વૈત તેમ જ અદ્વૈત ઉભય કોટિનો હોઈ શકે છે. એક તરત પાપક્ષયંકર છે અને બીજો પરંપરાએ સર્વ પાપક્ષયંકર છે. અભવ્યને આ ચૂલિકાનો સ્પર્શ થતો નથી પરંતુ પાંચ પદોનો દ્રવ્યથી નમસ્કાર એને પણ હોઈ શકે છે.
પાંચ પદોના ઉપયોગમાં દ્રવ્ય અને ભાવ ઉભયનો ભજનામાં સમાવેશ છે. જ્યારે ચૂલિકાના ઉપયોગમાં ભાવનો નિયમાં સમાવેશ છે. - મિથ્યાષ્ટિ અને ભવાભિનંદીને પણ પાંચ પદોની શ્રદ્ધા હોય છે, જ્યારે ચૂલિકાની શ્રદ્ધા-રુચિ-પ્રીતિ મોક્ષાભિલાષીને જ હોઈ શકે. એ મોક્ષાભિલાષી અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત કોઈ પણ પ્રકારનો હોઈ શકે. જેટલી-જેટલી જેની યોગ્યતા હોય તેટલી તેટલી વધારે શુદ્ધ ચૂલિકાની સ્પર્શના હોય.
પહેલાં પાંચ પદો એ પંચરત્નપ્રાસાદ છે, તો ચૂલિકાનાં ચાર પદો એ તેનો પાયો છે.
SN ૧૯૪
છે
કે
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
(Ririri Fift For Private & Personal Use Only
www.jainelibrary.org