SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારનું રહસ્ય કાકા: નમસ્કાર એ શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયને શરણાગતિરૂપ છે. આજ સુધી તેની વિરુદ્ધ કરેલું વર્તન અથવા સેવેલાં પ્રમાદ અને ઉપેક્ષા મહામહોદય સ્વરૂપ છે. નમસ્કારથી એક બાજુ ઉપકારક તત્ત્વને શરણાગતિ થાય છે, બીજી બાજુ ઉપેક્ષા અને વિરોધનું પાપ ધોવાય છે અને ત્રીજી બાજુ ઉપેક્ષા અને વિરોધ કરનાર પણ જ્યારે શરણે જાય છે, ત્યારે શરણ આપવા એકાંતે તત્પર એવા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના સુકૃતનું અનુમોદન થાય છે. એ રીતે નમસ્કારમાં શરણાગતિ, દુષ્કતગહ અને સુકૃતાનુમોદન એ ત્રણે એક સાથે રહેલા છે. સમગ્ર શ્રી નવકારનાં પહેલાં પાંચ પદો શરણાગતિસૂચક છે. વચલાં બે પદ ગઈ અને તેનાં ફળસૂચક છે તથા છેલ્લાં બે પદ અનુમોદન અને તેનાં ફળને સૂચવે છે. તે રીતે આદિ, મધ્ય અને અંત મંગળ પણ તેમાં ગુંથાયેલ છે. શ્રી નવકારના પ્રથમપદના “નમો' પદમાં પણ તે ત્રણે વસ્તુઓ રહેલ છે. “નમો પદ શરણાગતિને સૂચવે છે. શરણાગતિ આજ સુધી ન લીધી તે દુષ્કતની ગહને પણ સૂચવે છે અને હવે શરણાગતિ લેતી વખતે શરણાગતિ આપનાર પરમેષ્ઠિઓનાં સુકૃત, પ્રભાવ અને ગુણની અનુમોદનાને પણ સૂચવે છે. શરણાગતિ કોની? તે “અરિહં' પદ સૂચવે છે. “અરિહં' એટલે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની અનુભૂતિ કરનારા અને ઉપદેશ દ્વારા એ અનુભૂતિનો માર્ગ બતાવનારા. એ માર્ગે ચાલીને જ પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એ માર્ગે ચાલે તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય એવું વચન (Promise) આપનાર “તાણં' પદ છે. આ રીતે સમગ્ર શ્રી નવકાર અને સમગ્ર દ્વાદશાંગી એક જ અર્થને કહેનાર છે તે સિદ્ધ થાય છે. શ્રી નવકાર એ શબ્દ, અર્થ અને જ્ઞાનત્રિતયરૂપ છે. શબ્દ એ વૈખરી, મધ્યમ, પયૅતી અને પરારૂપ છે. તેના ઉચ્ચારણ વખતે અનુક્રમે ભાષ્ય, ઉપાંશુ, માનસ અને અનાહતરૂપ બને છે. અર્થ આત્મસ્વરૂપ છે. તે અવ્યક્ત, અલક્ષ્ય અને નિર્વિકલ્પ છે. જ્ઞાન તે તેનું સ્વસંવેદન છે. આત્મા, આત્માવડે આત્માને આત્મામાં જાણે છે તે જ્ઞાનનું સ્વરૂપ છે. એ રીતે શ્રી નવકારમાં ધૂળથી માંડીને સૂક્ષ્મશબ્દ પયંતના બાહ્યાત્માનું અને અંતરાત્માથી માંડીને પરમાત્મતત્ત્વ સુધીનું અર્થચિંતન અને તેનું શ્રુત, ચિંતા અને ભાવના વડે અથવા આગમ, તર્ક ધ્યાનાભ્યાસ વડે પ્રાપ્ત થતું સમ્યજ્ઞાન રહેલું છે. અહીં શબ્દ પ્રવૃત્તિને કર્મયોગ, અર્થભાવનાને ભક્તિયોગ અને તેના સ્વસંવેદનને જ્ઞાનયોગ કહી શકાય. ત્રણે યોગનો એકત્ર સંયોગ હોવાથી તે મોક્ષમાર્ગ બની શકે છે. કર્મયોગ ધારણામાં સહાયક છે. ભક્તિયોગ ધ્યાનમાં સહાયક છે. જ્ઞાનયોગ સમાધિમાં સહાયક છે. એક જ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ થતી હોવાથી ત્રયમેવત્ર સંયમ: I એ શ્રી પાતંજલસૂત્ર મુજબ ૧૯૦ 2લોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy