________________
તેમાં સમાઈ જાય છે. કાયોત્સર્ગ તે પછીનું સોપાન છે. તેમાં આસન અને પ્રાણાયામ' નામના બે યોગાગ આવી જય છે.
પ્રતિક્રમણમાં પ્રત્યાહાર, ગુરુવંદનામાં ધારણા, ચતુર્વિશતિ સ્તવમાં ધ્યાન અને સામાયિકમાં સમાધિ નામનું અંતિમ યોગાંગ સમાવિષ્ટ થઈ જાય છે.
આત્મા સમાધિ સ્વરૂપ છે અને સમાધિનું કારણ પણ છે. સમાધિનું કારણ ધ્યાન, ધ્યાનનું કારણ ધારણા, ધારણાનું કારણ પ્રત્યાહાર, પ્રત્યાહારનું કારણ પ્રાણાયામ અને આસન અને તેનું કારણ યમ અને નિયમ છે.
અહીં કારણ શબ્દ સાધના અર્થમાં છે. સમાધિનું સાધન ધ્યાન, તેનું સાધન ધારણા, તેનું સાધન પ્રત્યાહાર, પ્રાણાયામ, આસન, નિયમ અને યમ છે.
સામાયિક સ્વરૂપ આત્મા, તેનું સાધન ગુરુવંદન, (ધારણા) તેનું સાધન પ્રતિક્રમણ, (પ્રત્યાહાર) તેનું સાધન કાયોત્સર્ગ, પ્રાણાયામ, આસન) તેનું સાધન પ્રત્યાખ્યાન (નિયમ અને યમ).
પ્રત્યાખ્યાન તે પ્રતિષ્ઠા છે, કાયોત્સર્ગ તે ગતિ છે, પ્રતિક્રમણ તે શરણ છે, ગુરુવંદન તે ત્રાણ છે અને ચતુર્વિશતિ સ્તવ તે દ્વીપ અથવા દીપ છે.
ચતુર્વિશતિસ્તવથી આશ્વાસન તથા પ્રકાશ મળે છે. ગુરુવંદનથી ધારણા બંધાય છે, પ્રતિક્રમણથી પાછા ફરાય છે, કાયોત્સર્ગથી વર્તમાનમાં સ્થિર થવાય છે અને પ્રત્યાખ્યાનથી ભાવિ માટે નિર્ભય બનાય છે.
નિશ્ચયનયથી આત્મા પોતે જ સામાયિક ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચસ્માણ સ્વરૂપ છે.
વ્યવહારનયથી સામાયિક આદિ છએ આવશ્યકો સ્વરૂપ લાભનાં કારણો છે. એક બીજાની સાથે હેતુ-હેતુમદ્ ભાવનો સંબંધ રહેલો છે.
જેમ સામાયિક અને આત્માને તથા ષડાવશ્યકો અને સામાયિકને સંબંધ છે, તેમ શ્રી નવકાર અને ષડાવશ્યકોને પરસ્પર સંબંધ રહેલો છે.
(૧) શ્રી નવકારમાં સામાયિક-આત્મભાવમાં પરિણમનરૂપ (૨) શ્રી નવકારમાં ચતુર્વિશતિ સ્તવ, આત્મભાવમાં સંપૂર્ણ પરિણત પરમાત્માને નમસ્કાર (૩) શ્રી નવકારમાં ગુરુવંદન-આત્મભાવમાં પરિણત થવાને પ્રયત્નશીલ પુરુષોને નમન
(૪) શ્રી નવકારમાં પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન-આત્મવિભાવની પરિણતિમાંથી પાછા આવવાની ક્રિયા. તેમાં થયેલી સ્કૂલનાઓનું શુદ્ધિકરણ, ભૂતકાળની સ્કૂલનાઓનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર અને ભાવિનું નિયમન.
છએ આવશ્યકોની આ અર્થભાવના છે. અર્થભાવના સહિત છએ આવશ્યકોનો સંગ્રહ શ્રી નવકારમાં છે. તેથી શ્રી નવકાર સર્વસંગ્રાહી છે. ચૌદપૂર્વ અને દ્વાદશાંગનો અર્થ છે અને તે જ નમસ્કારનો પણ અર્થ છે. ચતુર્વિશતિ સ્તવ આદિ પણ તે જ એક પ્રયોજનને સિદ્ધ કરવા માટે છે. તેથી અર્થ વડે બધાની એકતા છે. આ જાતની અર્થભાવના કરવાથી નમસ્કારમાં રહેલું મંત્રમૈતન્ય પ્રગટવું એટલે અંતરાત્મભાવની પ્રાપ્તિ થવી, અંતરાત્મભાવમાં સ્થિર થઈને પરમાત્મભાવને ભાવવું, પરમાત્મ પોતે જ આત્મભાવમાં પરિણમેલા છે એવી અનુભૂતિ કરવી.
કહ્યું છે કે, મન, પવન, આત્મા તથા ગુરુ, મંત્ર અને દેવતા એ બધાનું ઐક્યભાવન તે અંતરાત્મભાવની પ્રાપ્તિ છે. તેમાં સ્થિર થવાથી પરમાત્મભાવનું દર્શન થાય છે.
ષડાવશ્યકમય શ્રી નવકાર
૧૮૯
NN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org