SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદભાવને ટાળવાનું અને અભેદભાવને સાધવાનું સનાતન સાધન “નમો’ પદ છે. “નમો’ પદરૂપી અદ્વિતીય સાધન વડે જીવ યોગ્યતાને વિકસાવે છે અને અયોગ્યતાને ટાળે છે. યોગ્યતાના વિકાસ વડે રક્ષણ થાય છે, અયોગ્યતા ટળવાથી વિનાશ અટકે છે. અરિહંતોને કરાયેલો નમસ્કાર ભાવશત્રુઓને હણે છે, યોગ્યતાને લાવે છે, વિનાશને અટકાવે છે. ભાગશત્રુઓના નાશથી મંગલ થાય છે, યોગ્યતાના વિકાસથી ઉત્તમતા મળે છે અને વિનાશના અટકાવથી શરણની પ્રાપ્તિ થાય છે. નમસ્કારથી મંગલ, ઉત્તમ અને શરણ એ ત્રણેય અર્થોની સિદ્ધિ થાય છે. મંત્રચૈતન્ય પ્રકટાવનાર મંત્ર દેવતા, ગુરુ અને આત્માનું જે મનન કરાવે અને મનન દ્વારા જીવનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્ર એક બાજુ મન અને પ્રાણનું આત્મા સાથે જોડાણ કરાવે છે અને બીજી બાજુ તેના મનન દ્વારા દેવતા અને ગુરુ સાથે આત્માનું ઐક્ય સધાવે છે. મંત્રના અક્ષરોનો સંબંધ મન અને પ્રાણની સાથે છે. મંત્રના અર્થનો સંબંધ દેવતા અને ગુરુ સાથે છે. ગુરુ મંત્ર અને દેવતા તથા આત્મા, મન અને પ્રાણ એ બધાનું ઐક્ય થવાથી મંત્રમૈતન્ય પ્રકટે છે તથા મંત્રમૈતન્ય પ્રકટાવાથી યથેષ્ટફળની સિદ્ધિ થાય છે. દેવતા અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે, તેથી મંત્રમૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. પરમેષ્ઠિનમસ્કાર એ રીતે સમત્વભાવને વિકસાવે છે. સમત્વભાવનો વિકાસ મમત્વભાવને દૂર કરી આપે છે. મમત્વભાવના નાશથી અહત્વ જાય છે. સમત્વભાવના વિકાસથી અહત્વ પ્રગટે છે. પરમેષ્ઠિઓનો નમસ્કાર એ સર્વમગલોમાં પ્રધાન-શ્રેષ્ઠમંગલ છે, તેમ જ નિત્ય વૃદ્ધિ પામનારું અને શાશ્વતમંગલ છે, કેમ કે તે જીવને અહં-મમભાવથી છોડાવે છે અને જીવમાં અહંભાવને વિકસાવે છે, સ્વાર્થવૃત્તિ દૂર કરી આપે છે તથા પરમાર્થવૃત્તિ વિકસાવી આપે છે. પુનઃ પુનઃ પરમેષ્ઠિનમસ્કાર વડે દેવ, ગુરુ આત્મા, મન, અને પ્રાણનું ઐક્ય સધાય છે તથા મંત્રચૈતન્ય પ્રગટે છે. અનંતર-પરંપરફળ પંચનમસ્કારનું અનંતરફળ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આદિનો નાશ છે તથા પરંપરફળ સ્વર્ગાપવર્ગરૂપ મંગલનો લાભ છે. પાપનો નાશ એટલે પુદ્ગલ પ્રત્યેના મોહનો નાશ અને મંગલનું આગમન એટલે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહનું આકર્ષણ. પુગલ પ્રત્યે-રતિ અને જીવો પ્રત્યે વિશિષ્ટ-રતિ એ નમસ્કાર પ્રત્યેની અભિરતિનું ફળ છે. નમસ્કાર એ પુદ્ગલ પ્રત્યે નમનશીલ અને ચૈતન્ય પ્રત્યે અનમનશીલ જીવને ચૈતન્ય પ્રત્યે નમનશીલ અને પુદ્ગલ પ્રત્યે અનમનશીલ બનાવે છે. પંચપરમેષ્ઠિઓ પુદ્ગલ પ્રત્યે વિરક્ત અને ચૈતન્ય પ્રત્યે અનુરક્ત છે, તેથી તેઓને નમન કરનારો પણ ક્રમશઃ જડ પ્રત્યે વિરક્તિવાળો અને ચૈતન્ય પ્રત્યે અનુરક્તિવાળો બને છે." પુદ્ગલનો વિરાગ જીવને કામ, ક્રોધ અને લોભથી મુક્ત કરે છે તથા ચૈતન્યનો અનુરાગ જીવને શમ, દમ અને સંતોષથી યુક્ત કરે છે. AS ૩૩૦ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy