________________
ચૈતન્ય હિતકર હોવાથી નખનીય છે અને જડ અહિતકર હોવાથી ઉપેક્ષણીય છે. ચૈતન્ય લાગણીયુક્ત છે અને જડ લાગણીશૂન્ય છે.
લાગણીશૂન્ય પ્રત્યે ગમે તેટલા નમ્ર રહેવામાં આવે તોપણ વ્યર્થ છે. લાગણીયુક્ત પ્રત્યે નમ્ર રહેવાથી લાગણી મળે છે.
લાગણી એટલે સ્નેહ અને સ્નેહ એટલે દયા, કરુણા, પ્રમોદ તથા સહાય-સહકારાદિ.
જેનાથી ઉપકાર થવો ત્રણેય કાળમાં શક્ય નથી. તેવાં જડ તત્ત્વો પ્રત્યે નમતા રહેવું એ મોહ, અજ્ઞાન અને અવિવેક છે.
જેનાથી ઉપકાર થવો શક્ય છે. તેને જ નમવાનો અભ્યાસ પાડવો અને તેને સ્મરણપથમાં કાયમ રાખી નમ્ર રહેવું એમાં વિવેક છે, ડહાપણ છે અને બુદ્ધિમત્તા છે.
નવકારથી જડ પ્રત્યે ઉદાસીનતા અને ચૈતન્ય પ્રત્યે નમનશીલતા કેળવાય છે. લાયક બનો અને લાયકાત મેળવો
લાગણીયુક્ત પ્રત્યે લાગણી ધારણ કરવાથી લાયકાત પ્રગટે છે. લાગણીશૂન્ય જડ પદાર્થો પ્રત્યે લાગણી રાખવાથી લાયકાત નાશ પામે છે અને નાલાયકતા પ્રગટ થાય છે.
જીવ જડને અનંતકાળ નમ્યો છે પણ એ નમસ્કાર નિષ્ફળ ગયો છે. ચેતનને એકવાર પણ સાચાભાવથી નમે તો તે સફળ થાય.
ચેતનને નમવું એટલે પિંડમાં દેહ પ્રત્યે આદર છોડી આત્મા પ્રત્યે આદર રાખવો અને બ્રહ્માંડમાં પુદ્ગલ માત્ર પ્રત્યે રાગ છોડી જીવમાત્ર પ્રત્યે રાગ ધારણ કરવો. રાગ ધારણ કરવો એટલે લાગણીવાળા બનવું.
જેઓ લાગણીવાળા છે. તેઓ પ્રત્યે લાગણી બતાવવાથી સર્વ પ્રકારની માંગણી, વિના માંગ્યે પૂર્ણ થાય છે. સર્વપ્રકારના પાપની ઉત્પત્તિ પુદ્ગલના રાગથી છે અને સર્વપ્રકારના પુણ્યની ઉત્પત્તિ ચૈતન્યના બહુમાનથી છે.
નમસ્કારથી ચૈતન્યનું બહુમાન થાય છે. તેથી તે સર્વપ્રકારના મંગલની ઉત્પત્તિનો હેતુ છે. નવકાર પાપનો નાશ અને મંગલનો ઉત્પાદક બને છે, કારણ કે તેમાં ચૈતન્યનું બહુમાન છે અને જડનું અબહુમાન છે. કર્મ અને કર્મકૃતસૃષ્ટિ જડ છે, તેનો અંત કરનાર પરમેષ્ઠિઓ છે. તેથી તેમનો કરાયેલો નમસ્કાર જડસૃષ્ટિના રાગને શમાવે છે અને ચૈતન્યસૃષ્ટિના પ્રેમને વિકસાવે છે.
નવકાર વડે પાપનું મૂળ જે પુદ્ગલનો રાગ છે તે નાશ પામે છે અને ધર્મનું મૂળ જે ચૈતન્યનો પ્રેમ છે તે પ્રગટે છે તેથી તે ઉપાદેય છે. ચૈતન્ય એ વિશ્વમાં રહેલ સર્વ શ્રેષ્ઠસત્તા છે. નવકારમાં એ સર્વશ્રેષ્ઠસત્તાને નમસ્કાર છે અને એ સર્વશ્રેષ્ઠસત્તાને નમીને જેઓએ શુદ્ધચૈતન્ય પ્રગટાવ્યું છે, તેમને નમસ્કાર છે. એટલું જ નહી પણ તેમને નમસ્કાર કરનાર એવા સર્વ વિવેકી જીવોની સર્વશ્રેષ્ઠક્રિયાનું અનુમોદન છે તથા એ ક્રિયાજન્ય પાપનાશ અને મંગલલાભરૂપી સર્વશ્રેષ્ઠફળનું પણ સ્મરણ અને અનુમોદન છે.
એ સ્મરણ જેટલી વખત વધુ કરવામાં આવે તેટલો લાભ અધિક છે. એ વાત નિશ્ચિત છે.
દ્રવ્યમંગલો સંદિગ્ધ ફળવાળાં છે. ભાવમંગલ અસંદિગ્ધ ફળવાળાં છે. નવકાર એ બધાં ભાવમંગલોનો પણ નાયક છે. નાયક છે એટલે તેની હયાતીમાં જ બીજું મંગલો ભાવમંગલ બને છે.
મંગલને મંગલ બની રહેવામાં કારણ ચૈતન્યની ભક્તિ અને જડની વિરક્તિ છે. નવકારની મંગલમયતા ચૈિતન્યના આદરમાં અને જડના અનાદરમાં છે. જડત્વનો પ્રેમ જીવને દુઃખદાયક બને છે, ચૈતન્ય તત્ત્વનો પ્રેમ જીવને સુખદાયક થાય છે. અનુપ્રેક્ષાકિરણ ૩
છે ૩૩૧ Nિ
૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org