________________
નમસ્કારરૂપી રસાયણનું પુનઃ પુનઃ સેવન જડની આસક્તિ ટાળે છે અને ચૈતન્યતત્ત્વની ભક્તિ વિકસાવે છે, તેથી તે સર્વમંગલોનું માંગલ્ય અને સર્વ કલ્યાણોનું કારણ છે. હિસૈષિતા એ વિશિષ્ટ પૂજા
અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ સદા નમવું પડે તેવા ભવ મળે છે. વૃક્ષના અને તિર્યંચના ભવો એનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે.
નમસ્કારથી ધર્મવૃક્ષનું મૂળ સિંચાય છે. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ એ બંને પ્રકારના ધર્મના મૂળમાં સમ્યકત્વ છે અને તે દેવગુરુને નમસ્કારરૂપ છે.
માતા-પિતાને નમન તે સતતાભ્યાસ છે, દેવ-ગુરુને નમન તે (દેવ-ગુરુ વગેરે પ્રશસ્ત વિષયોનો અભ્યાસ) વિષયાભ્યાસ છે અને રત્નત્રયીને નમન તે ભાવાભ્યાસ છે.
ત્રણેય પ્રકારની નમનક્રિયા ઉત્તરોત્તર આત્મોન્નતિ માટેની પ્રક્રિયા છે.
નાનો મોટાને નમે એ દુનિયાનો ક્રમ છે. એ રીતે મોટો નાનાને (નાનો બે હાથ જોડીને મોતને નમે એ રીતે ભલે) ન નમે, પણ પોતાના હૃયમાં નાનાને અવશ્ય સ્થાન આપે, તેનું હિત ચિત્તવે, તેને સન્માર્ગમાં જોડે અને તેનું કલ્યાણ થાય તેમ વિચારે એ પણ એક પ્રકારનો નમસ્કારભાવ છે.
ક ત્રિભુવનપૂજ્ય છે કેમ કે તેઓ ત્રિભુવનહિતૈષી છે.
પોતાના ઉપકારીને ભૂલી જવા તે અહંકાર અને પોતાના ઉપકારીને જિંદગીભર યાદ રાખવા તે નમસ્કાર. અંહકાર એ પાપનું મૂળ છે અને નમસ્કાર એ મોક્ષનું મૂળ છે.
જેમ દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય તેમ નવકાર લાગુ પડે એટલે અહંકાર ઓછો થાય. અહંકાર એટલે સ્વાર્થનો ભાર, જ્યાં સુધી તે ન ઘટે ત્યાં સુધી નવકાર લાગુ પડ્યો ન કહેવાય.
પોતાનાં સુખોનો વિચાર એ સ્વાર્થ છે. સ્વાર્થનું બીજું નામ તિરસ્કારભાવ છે. સર્વના સુખનો વિચાર એ પરમાર્થ છે. એનું બીજું નામ નમસ્કારભાવ છે. શરીરના અણુએ અણુમાંથી તિરસ્કારભાવરૂપી ચોરોને ભગાડી મૂકવા માટે નમસ્કારભાવને અસ્થિમજ્જા બનાવવો જોઈએ.
નમસ્કારનું પ્રથમ ફળ પાપનાશ-સ્વાર્થવૃત્તિનો નાશ છે. બીજું ફળ પુણ્યબંધ-શુભનો અનુબંધ છે.
નમસ્કારથી પાપનો નાશ ઈચ્છવો અને પુણ્યનો બંધ નહીં પણ અનુબંધ ઈચ્છવો. તેથી જે પુણ્ય બંધાય તે સર્વકલ્યાણની ભાવનામાં પલટાય છે.
- તિરસ્કારના પાપમાંથી બચવા માટે નમસ્કાર એ એક અમોઘસાધન છે. નમસ્કારધર્મની વ્યાખ્યાઓ
નમસ્કાર એ ક્ષમાનું બીજું નામ છે. ભૂલ થયા પછી તેને સુધારી લેવા માટે નમ્રતા બતાવવી તેનું નામ ક્ષમાપના છે.
પોતાનાથી થયેલી ભૂલની ક્ષમા માગવી અને બીજાથી થયેલી ભૂલની ક્ષમા આપવી એ નમસ્કારધર્મની જ આરાધના છે.
જેમ અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી તેમ પોતાના અપરાધને પણ સ્વીકારવા દેતો નથી. જેમ નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી તેમ પોતાના અપરાધોને પણ ભૂલવા દેતો નથી. ઉપકારના સ્વીકારની જેમ અપરાધનો સ્વીકાર પણ નમસ્કાર છે.
ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org