SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયો પ્રત્યેની નમનશીલતાનો ત્યાગ કરીને પરમેષ્ઠિઓ પ્રત્યે નમનશીલતા કેળવવી એ પણ નમસ્કારધર્મ છે. બાહ્યપદાર્થો પ્રત્યે તૃષ્ણાવાળા ન બનવું અને આત્મતૃપ્ત રહેવાનો અભ્યાસ કરવો તે પણ નમસ્કારધર્મ છે. જીવ, પોતાને પ્રાપ્ત થયેલ જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, વૈભવ, યશ અને શ્રુતાદિ પ્રત્યે નમ્ર છે જ નમ્રપણે તેમના પ્રત્યે આદર, રુચિ અને બહુમાન બતાવે છે જ, પણ તે નમનશીલતા ધર્મરૂપ નથી. પૂજ્યતત્ત્વો પ્રત્યે નમ્ર રહેવું તે સાચી નમ્રતા છે. દુન્યવી પદાર્થો પ્રત્યે નમસ્કારભાવ અનાદિ કુવાસનાના યોગે હોય છે જ, તેનો સ્થાનપલટો કરી મૈત્યાદિના વિષયભૂત બીજા જીવો પ્રત્યે, શ્રી પરમેષ્ઠિભગવંતો પ્રત્યે અને આત્મતત્ત્વ પ્રત્યે નમ્ર બનવું એ જ ધર્મ છે અને એ જ વિવેક છે. એથી વિનયયોગ્ય સ્થાને વિનય થાય છે. એ વિનય જ નમસ્કારધર્મરૂપ બનીને કર્મનો ક્ષય કરે છે. ઉપકારીઓને નમસ્કાર કરવાથી તેઓના આપણા ઉપરના ઋણથી મુક્ત થવાય છે અને તેઓના પ્રશસ્ત અવલંબનથી પ્રશસ્તધ્યાનના બળે કર્મક્ષય થાય છે. બુદ્ધિબળને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનોની આવશ્યકતા છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે નમસ્કારધર્મ અને તેનાં સર્વ સાધનોની આવશ્યકતા છે. ન્યાય, નીતિ, ક્ષમા, સદાચાર અને પરમેશ્વરભક્તિ તેનાં સાધનો છે. તે બધાં સાધનો નમસ્કારભાવને વિકસાવે છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરી પરમાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ પેદા કરે છે. શ્રી પંચપરમેષ્ઠિઓમાં પ્રગટ થયેલું પરમાત્મતત્ત્વ જ્યારે આપણા નમસ્કારભાવનો વિષય બને છે, ત્યારે અંતરમાં રહેલું પરમાત્મતત્ત્વ જાગૃત થાય છે અને સકલ ક્લેશનો નાશ કરી પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કારનો પર્યાય અહિંસા, સંચમ અને તપ અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ શ્રેષ્ઠમંગલ છે. અહિંસામાં બીજા જીવો પ્રત્યે તાત્ત્વિક નમનભાવ છે. સંયમ અને તપ અહિંસાની સિદ્ધિ માટે અનિવાર્ય છે. પાંચેય ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી તે સંયમ છે અને મનને કાબૂમાં રાખવું તે તપ છે. ઈન્દ્રિયો અને મનને અંકુશમાં રાખ્યા સિવાય અહિંસા પળાતી નથી અને અહિંસાને પાળ્યા વિના નમસ્કારધર્મની આરાધના પૂર્ણપણે થતી નથી. અહિંસાના પાલનમાં પ્રભુએજ્ઞાની આરાધના છે. પ્રભુઆજ્ઞાનું રહસ્ય જીવમાત્રને આત્મસમ સ્વીકારવામાં છે. વર્તન વગરની ઉચ્ચ વિચારસરણી પણ વંધ્ય છે. વિચારનું ફળ વર્તન છે. તે જ્યાં હોતું નથી, ત્યાં વિચાર એ માત્ર વાણી અને બુદ્ધિનો વિલાસ છે. અહિંસા, સંયમ અને તપને એ જ કારણે ઉત્કૃષ્ટમંગલ તરીકે ગણાવ્યાં છે. મૈત્રી વિનાની અહિંસા જેમ શુષ્ક છે, તેમ અહિંસા વિનાની મૈત્રી પણ માયા છે. વૈરાગ્ય વિનાનો સંયમ જેમ શુષ્ક છે, તેમ સંયમ વિનાનો વૈરાગ્ય પણ છેતરપિંડી છે, અનાસક્તિ વિનાનો તપ જેમ શુષ્ક છે, તેમ તપ વિનાની અનાસક્તિ પણ આડંબરમાત્ર છે. અહિંસાપૂર્વકની મૈત્રી, સંયમપૂર્વકનો વૈરાગ્ય અને તપસહિતની અનાસક્તિ એ જ તાત્વિક છે. અનુપ્રેક્ષાકિરણ ૩ Sat, ૩૩૩ પS ૩૩૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy