SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યસંકોચ દ્રવ્યનમસ્કારરૂપ છે. ભાવસંકોચ ભાવનમસ્કારરૂપ છે ભાવનમસ્કાર, પરમાર્થનમસ્કાર અને તાત્વિકનમસ્કાર એક જ અર્થને કહે છે. તાત્ત્વિક નમસ્કાર અભેદ-પ્રણિધાનરૂપ છે. તેથી અભેદ-પ્રણિધાન એ જ ચૌદપૂર્વનો સાર છે એમ સિદ્ધ થાય છે. નમસ્કાર્યની સાથે નમસ્કારકતનો જે અભેદ-એકત્વ તેનું જે પ્રણિધાન તે તાત્વિકનમસ્કાર છે. પરમાત્માને ઉદ્દેશીને પોતાના આત્માનું તાત્ત્વિક સ્વરૂપ જેમાં પ્રણિધાનનો વિષય બને છે તે અભેદનમસ્કાર છે. તેમાં ધ્યાતા અને ધ્યેય, ધ્યાનની સાથે એકત્વ પામે છે ત્યારે તે આત્મા પોતે જ પરમાત્માસ્વરૂપ બની જાય "બધું ભણીને છેવટે પરમાત્મપદ મેળવવાનું છે, એ જ સર્વ પ્રયોજનનું મૌલિભૂત પ્રયોજન છે અને સર્વ ક્રિયાઓનું સાફલ્ય પણ તેમાં છે. જેમાં આત્મા લીન બને છે, તેમાં આત્મા તતૂપ બની જાય છે. પરમાત્મપદમાં લયભાવની વૃદ્ધિ થવાથી આત્મા પરમાત્મસ્વરૂપ બની જાય છે. તેથી પરમાત્મસ્મરણ એ સકલશાસ્ત્રના સારભૂત ગણાય છે. શ્રી નવકારમંત્રનું જે વિશેષ મહત્ત્વ છે તેનું એક કારણ એમાં શબ્દરચના વિશિષ્ટ છે તે પણ છે. ઉપનિષદોમાં “બ્રહ્મને જ “નમઃ' રૂ૫ માનીને ઉપાસના કરી છે. શ્રી અરિહંતાદિ પાંચેયને પણ “નમઃ' કે બ્રહ્મરૂપ માનીને જ્યારે ઉપાસના કરાય છે ત્યારે ઉપાસક તદ્રુપ બની જાય છે. તેને જ સાચી અર્થભાવના કહી છે. તેથી ઉપાસકની બધી કામનાઓ વિલીન થઈ જાય છે અર્થાત્ પૂર્ણ થઈ જાય છે. કહ્યું છે કે ‘તમ રૂપાલીત, નચત્તે કામ:' - ઉપનિષદ્ અર્થાત “નમ' એ પરમાત્માનું સાક્ષાત્ અક્ષરાત્મક નામ છે. અંતરંગ શત્રુઓને નમાવનાર હોવાથી પરમાત્મા “નમો સ્વરૂપ છે. અંતરંગ શત્રુઓને નમાવનાર પરમાત્માનું ધ્યાન જે કોઈ કરે તેનાં કામો અથત કામનાઓ અને કામવિકારો શમી જાય એ સ્વાભાવિક છે. વળી ગુણની પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે જ ગણાય કે જ્યારે તેઓનાં ધ્યાનાદિથી બીજામાં એ ગુણો પ્રગટે અને વિરોધી દોષો શમી જાય એ દષ્ટિએ “ચત્તેડા માં ” એવું ઉપનિષદ્ વાક્ય પણ સંગત થાય છે. નમો પદ વડે પરમાત્માની ઉપાસના થાય છે એ વાત બીજી પણ અનેક રીતે સંગત થાય છે. ન મરિહંતા પદમાં નમસ્કારનો સ્વામી નિશ્ચયદષ્ટિથી નમસ્કાર કરનારો બને છે, વ્યવહારનયથી નમસ્કારનું સ્વામિત્વ નમસ્કાર્ય એવા શ્રી અરિહંત પરમાત્માનું છે, તેથી નમસ્કારથી અભિન્ન એવા પરમાત્મા જ નમો' પદથી ઉપાસ્ય બને છે. એ રીતે પાંચેય પરમેષ્ઠિઓ “નમો' પદથી ઉપાસ્ય બને છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી નમસ્કાર નમસ્કાર એ આત્મગુણ છે અને ગુણ-ગુણીનો અભેદ છે એ ન્યાયે નમસ્કાર એ આત્મદ્રવ્ય પણ છે. દ્રવ્ય એ પર્યાયનો આધાર છે. એ દૃષ્ટિએ નમસ્કાર એ આત્મદ્રવ્યનો શુભ પર્યાય પણ છે. એ રીતે નમસ્કારરૂપી આત્મદ્રવ્ય, નમસ્કારરૂપી આત્મગુણ અને નમસ્કારરૂપી આત્મપર્યાય દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ અને આધાર છે. અર્થાત્ નમસ્કાર એ સંસારસમુદ્રમાં દ્વીપ છે, અનર્થ માત્રનો ઘાતક છે, ભવભયનો ત્રાતા છે, ચારેય ગતિના જીવોને આશ્રયસ્થાન અને ભવરૂપી કૂપમાં પડતા જીવોને આલંબનભૂત છે. ૩૫૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy