________________
આત્મદ્રવ્ય એ દ્વીપ છે, આત્મગુણ એ ત્રાણ, શરણ અને ગતિ છે તથા આત્મપર્યાય એ ભવકૂપમાં બૂડતા જીવને આધાર છે.
અથવા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી આત્મા જ નમસ્કારરૂપ છે. તેથી અંતતઃ ગુણપર્યાયના આધારભૂત આત્મદ્રવ્ય એ જ દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ અને આધાર છે.
સહભાવી પર્યાયને ગુણ કહે છે, ક્રમભાવી અવસ્થાને પર્યાય કહે છે. નમસ્કાર આત્મગુણ પણ છે અને આત્મપર્યાય પણ છે.
ગુણપર્યાયનો આધાર દ્રવ્ય છે. તેથી આત્મદ્રવ્યરૂપ નમસ્કાર એ સંસારસાગરમાં દ્વીપ, સંસારઅટવીમાં ત્રાણ, સંસાર કારાગારમાં શરણ, સંસારઅરણ્યમાં ગતિ અને સંસારકૂપમાં આધાર, અવલંબન અને પ્રતિષ્ઠા છે. સચદષ્ટિ જીવોનો પ્રાણ
ધર્મના બે પ્રકાર છેઃ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. હૃતધર્મનું પ્રતિક નવકાર છે. ચારિત્રધર્મનું પ્રતિક શ્રી સામાયિકસૂત્ર છે. એકના અક્ષર ૬૮ (અડસઠ) છે. બીજાના અક્ષર ૮ છે. દેશવિરતિ સામાયિક સૂત્રના અક્ષર ૭૬ છે.
નવકાર એ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વરૂપ તત્ત્વત્રયીને જણાવનાર છે. તેથી નવકારમાં નવતત્ત્વનું જ્ઞાન છે. દેવતત્ત્વ એ મોક્ષસ્વરૂપ છે, ગુરુતત્ત્વ એ મોક્ષમાર્ગરૂપ છે અને ધર્મતત્ત્વ એ મોક્ષને પામેલા અને મોક્ષમાર્ગ ઉપર રહેલા પુરુષોના બહુમાન સ્વરૂપ હોવાથી ધર્મતત્ત્વરૂપ છે.
દેવતત્ત્વના બહુમાનથી સંસારની હેયતા અને મોક્ષની ઉપાદેયતાનું જ્ઞાન થાય છે. ગુરુતત્ત્વના બહુમાનથી સંવર-નિર્જરરૂપ તત્ત્વની ઉપાદેયતા અને આશ્રવ-બંધતત્ત્વની હેયતાનું જ્ઞાન થાય
ધર્મતત્ત્વના બહુમાનથી પુણ્યતત્ત્વની ઉપાદેયતા અને પાપતત્ત્વની હેયતાનું જ્ઞાન થાય છે. સમગ્ર નવકાર જીવતત્ત્વની ઉપાદેયતાનો અને અજીવતત્ત્વની હેયતાનો બોધ કરાવે છે. એ રીતે નવકારમાં નવેય તત્ત્વોનો હેયોપાદેયતા સહિત બોધ થાય છે.
નવકારમાં હેયતત્ત્વોની હેયતાનું જ્ઞાન અને ઉપાદેયતત્ત્વોની ઉપાદેયતાનું જ્ઞાન આ રીતે થાય છે. પાપ, આશ્રવ અને બંધ હોય છે; પુણ્યાનુબંધી પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે; એવો સમ્યગુબોધ નવકારનાં જ્ઞાનથી થતો હોવાથી સમ્યગ્દષ્ટિ જીવોને તે પ્રાણરૂપ છે. પ્રકાશક જ્ઞાન અને ધૈર્યોત્પાદક ક્રિયા
ધર્મ એ મંગલ છે. ધર્મમંગલ બે પ્રકારનું છે : ક્રિયારૂપ અને જ્ઞાનરૂપ.
જ્ઞાનરૂપ મંગલ વિના એકલું ક્રિયારૂપ મંગલ કે ક્રિયારૂપ મંગલ વિના એકલું જ્ઞાનરૂપ મંગલ મોક્ષમાર્ગ બની શકતું નથી.
દેવ ગુરુ અને ધર્મરૂપી તત્ત્વત્રથી ઉપાસ્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી તત્ત્વત્રયી સેવ્ય છે.
ઉપાસ્યતત્ત્વની ઉપાસના નવકારધૃતરૂપી મંગલથી થાય છે તેથી તે જ્ઞાનસ્વરૂપ છે. સેવ્યતત્ત્વની આરાધના શ્રી સામાયિકસૂત્રની પ્રતિજ્ઞાથી થાય છે તેથી તે ક્રિયાસ્વરૂપ છે.
એકનો મંગલપાઠ થાય છે, બીજાની મંગલપ્રતિજ્ઞા થાય છે. મંગલપાઠમાં જ્ઞાન મુખ્ય છે અને ક્રિયા ગૌણ છે. મંગલ પ્રતિજ્ઞામાં ક્રિયા મુખ્ય છે અને જ્ઞાન ગૌણ છે.
અનુપ્રેક્ષાકિરણ ૩
૩૧૫
givisuu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org