SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવતો ઉપકાર પણ ધર્મની વૃદ્ધિ કરે છે. ધર્મને પામવા માટે પણ પરોપકાર અને ધર્મને કરવા માટે પણ પરોપકાર આવશ્યક છે. એક બાજુ નમસ્કાર અપરાધને ખમાવવા માટે આવશ્યક છે અને બીજી બાજુ નમસ્કાર ઉપકારને સ્વીકારવા માટે આવશ્યક છે. ઉપકારનો સ્વીકાર અને અપરાધની ક્ષમાપના બંને એકી સાથે નમસ્કાર વડે થાય અધર્મથી છૂટવા માટે અને ફરીથી અધર્મ ન કરવા માટે પણ નમસ્કાર આવશ્યક છે. શ્રી નમસ્કારમંત્ર સર્વપાપોનો પ્રણાશક અને સર્વમંગલોનું મૂળ કહેવાય છે. તેનું કારણ તે પાપના પ્રાયશ્ચિત્તની બુદ્ધિથી પાપરહિત પુરુષોને નમનક્રિયારૂપ છે. પરોપકારથી રહિત અને પરોપકારથી સહિત એવા પુરુષોને પરોપકારથી રહિત અને પરોપકારથી સહિત થવાની બુદ્ધિથી જે નમસ્કાર કરવામાં આવે છે તે ભાવનમસ્કાર છે. તે ભાવનમસ્કાર પાપનો પ્રણાશક અને મંગલવર્ધક બને છે. ભાવનમસ્કારમાં દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદના રહેલી છે અને તે બંને પૂર્વક આત્મજ્ઞાની પુરુષોની શરણાગતિ પણ રહેલી છે. આત્મજ્ઞાની પુરુષોની શરણાગતિ આત્મજ્ઞાનને સુલભ બનાવે છે. શ્રી નવકારમંત્રમાં આત્મજ્ઞાન અને કર્મવિજ્ઞાન ઉભય એકીસાથે રહેલાં હોવાથી તેમાં સર્વમંત્રશિરોમણિતા રહેલી છે. શ્રી નમસ્કારમંત્રથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેથી તે એક જ મંત્રમાં આત્મકલ્યાણની સિદ્ધિ કરાવી આપનાર સર્વઅનુષ્ઠાનોનો સાર આવી જાય છે. અધિકારિતા અને યોગ્યતા શ્રી નમસ્કારમંત્રનો જાપ અને તેની અર્થભાવના સર્વઅંતરાયોનું નિવારણ કરનાર થાય છે અને આત્મજ્ઞાનનું કારણ બને છે. તેથી પાપભીરુ અને આત્માર્થી એવા સર્વ ભવ્ય આત્માઓને તેનું નિરંતર સ્મરણ આનંદ આપનારું થાય છે તથા તેના જાપક અને અર્થભાવકને હંમેશ માટે નિર્ભય અને નિશ્ચિત બનાવે છે. શ્રી નમસ્કારમંત્રના જાપ માટે તથા તેના અર્થની ભાવના માટે જે યોગ્યતા જોઈએ તે નીચેના ગુણોને કેળવવાથી આવે છે. ૧ ભદ્રક પરિણતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાય માર્ગરતિ, ૪ દઢ-નિજ-વચનસ્થિતિ. મનુષ્ય માત્રમાં આ ચારેય ગુણો અંશે અંશે રહેલા જ હોય છે તેને અધિક ને અધિક વિકસાવતા રહેવાથી મહામંત્રની અધિકારિતા પ્રાપ્ત થાય છે. ભદ્રક પરિણતિમાં અસુદ્રતા, મધ્યસ્થતા, અક્રૂરતા, સૌમ્યતા, દયાળુતા, દાક્ષિણ્યતા, વૃદ્ધાનુસારિતા અને વિનીતતા મુખ્ય છે. નિપુણમતિમાં દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, કૃતજ્ઞતા, પરાર્થતા, લબ્ધલશ્યતા વગેરે મુખ્ય છે. ન્યાયમાર્ગરતિમાં નિર્દભતા, લજ્જાળુતા, પાપભીરુતા, ગુણરાગિતા વગેરે મુખ્ય છે. તેમજ દઢ-નિજ-વચનસ્થિતિમાં લોકપ્રિયતા, સુપક્ષયુક્તતા વગેરે ગુણો મુખ્ય છે. ચૌદપૂર્વનો સાર અભેદ નમસ્કાર ચૌદપૂર્વીઓ પણ અંત સમયે શ્રી નવકારનું સ્મરણ કરે છે તેથી નવકારને ચૌદપૂર્વનો સાર કહ્યો છે. નમસ્કાર એ દ્રવ્ય-ભાવસંકોચરૂપ છે. દ્રવ્યસંકોચ કાયા અને વચનનો છે ભાવ સંકોચ મનનો છે. અનુપ્રેક્ષાકિરણ ૩ છે૩૧૩ NS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy