SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચાર્યોની આજ્ઞા સદાચાર પાલનની છે. શ્રી ઉપાધ્યાયોની આજ્ઞા શ્રુતાધ્યયનની છે. શ્રી સાધુઓની આજ્ઞા આચારપાલન અને શ્રુતાધ્યયનમાં સહાય કરવાની છે. આ પાંચ પ્રકારની આજ્ઞાના ત્રિવિધપાલનમાં મંગળ છે, આજ્ઞા વિરુદ્ધ વર્તનમાં અમંગળ છે, પાપ છે, દુર્ગતિ અને ભવભ્રમણ છે. એ આજ્ઞા અનાદિસિદ્ધ છે, કોઈ તેમાંથી છટકી શકતું નથી. આજ્ઞાની સિદ્ધિમાં મુક્તિ છે, અસિદ્ધિમાં બંધન છે. તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. કાં તો આરાધન કરો અને સુખ પામો, કાં તો વિરાધન કરો અને દુઃખ પામો ત્રીજો કોઈ માર્ગ નથી. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ ગુનો છે, આજ્ઞાની સામે જવા જેવું છે. તેને તો નગ્યે જ છૂટકો. ન નમ્યો તે ગયો, નમ્યો તે રહ્યો. એ રીતે સનાતન અને શાશ્વત આજ્ઞા પ્રત્યે સદા નમનશીલ રહેવાનું શિખવનાર મંત્ર તે નમસ્કાર મહામંત્ર એ આજ્ઞાનું સ્વરૂપ નીચે મુજબ છે. सुनिउण-मणाइ-निहणं, मूयहि भूय-भावणमणग्धं ।। નિયનનાં મહત્યં, મહાનુભાવં મહાવિષયં ૪૬ | ધ્યાનશતક અર્થ:- (આજ્ઞા) સુનિપુણ, અનાદિનિધન, ભૂતહિતકર, ભૂતભાવના, અનર્થ અમિત, અજિત, મર્થ, મહાનુભાવ અને મહાવિષયયુક્ત છે. નમોરૂપી ધનુષ્ય નમોરૂપી ધનુષ્ય ઉપર ચઢેલું મનરૂપી બાણ, “અરિહંત'રૂપી બ્રહ્મને લક્ષ્ય કરીને અપ્રમત્તપણે વીંધવામાં આવે તો ‘તાણ રૂપી તન્મયતાને પામે છે. प्रणवो धनुःशरोह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यक्षे । अप्रमत्तेन वेदव्यं शरवत् तन्मयो भवेत् ॥ નમો પ્રણવ સ્વરૂપ છે. પ્રણવ એટલે પ્રકૃષ્ટસ્તુતિ, નમો પ્રકૃષ્ટસ્તુતિરૂપ હોવાથી પ્રણવ જ છે. પરમાત્માની સ્તુતિરૂપ બનાવવા માટે “નમો'ના છેલ્લા અક્ષરને ઊલટાવવાથી “ઓ' પરમાત્મવાચક બની જાય છે. તેથી ‘ૐ નમો’ એ ધનુષ્ય બન્યું. એજ રીતે “મન” ને ઊલટાવવાથી “નમ’ બને છે. મન” એ ઇન્દ્રિયાભિમુખ મન છે. તેને ‘નમસ’ વડે પરમાત્માભિમુખ બનાવાય છે. એટલે નમસ્કારાકાર મનોવૃત્તિ કરવાનું સાધન “મનસ' પદની સાથે “નમસ' પદને જોડવું તે છે. નમો’ એ મનને ઊલટાવવાની ક્રિયા છે. જે મન વડે જીવ ઈન્દ્રિયાભિમુખ થઈને કર્મ બાંધતો હતો તે જ મન વડે આત્માભિમુખ બની જીવ કર્મને નિજર છે-એ પ્રભાવ “નમો' પદનો છે. તેથી ‘નમો' પદ એકલું પણ મહામંત્ર સ્વરૂપ છે. મંત્રશબ્દની વ્યુત્પત્તિ “મંત્ર' શબ્દની ત્રણ વ્યુત્પત્તિ નમો પદને લાગુ પડે છે. ૪૦૨ આ તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy