________________
પ્રભુની આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન કરવાથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે અને સર્વ જીવોની મૈત્રી રાગદ્વેષનો ક્ષય કરાવી પરમપદની પ્રાપ્તિ કરાવી આપે છે.
આ રીતે શ્રી નમસ્કારમંત્ર, ભવ્ય જીવોના માટે સર્વમંગળમાં પ્રથમમંગળરૂપ અથવા મૂળમંગળરૂપ બને છે. સર્વસમર્પણ
નમો=ન મમ, મારું નથી, અરિહંતાણં = અરિહંતોનું છે. અર્થાત્ મારું કાંઈ નથી, બધું શ્રી અરિહંતોનું છે. એ રીતે બધું સિદ્ધોનું છે, બધું આચાર્યોનું છે, બધું ઉપાધ્યાયોનું છે અને બધું સાધુભગવંતોનું છે મારું કાંઈ જ
નથી.
મને પ્રાપ્ત થયેલ ક્ષયોપશમભાવ પણ મારો નથી, શ્રી અરિહંતાદિનો છે કેમ કે તેમના આલંબને હું તે પામેલો છું.
મને પ્રાપ્ત થયેલ શુભ ઔદયિકભાવ અને પુણ્યપ્રકૃતિના ઉદય પણ મારા નથી, પણ જેમના આરાધન અને આલંબનના પ્રભાવે તે પ્રાપ્ત થયા છે તેમના છે.
તેથી ઔદયિકભાવ કે ક્ષયોપશમભાવ પર ‘હું’પણાની કે ‘મારા’પણાની બુદ્ધિનો હું ત્યાગ કરું છું અને તે જેમના પ્રભાવે પ્રાપ્ત થયેલા છે તેમને મન-વચન-કાયાથી સમર્પણ કરું છું. પાંચ આજ્ઞાઓને નમસ્કાર
નમો + અરિહંત + આણં । શ્રી અરિહંતોની આજ્ઞાને નમસ્કાર નમો + સિદ્ધ + આણં । શ્રી સિદ્ધોની આજ્ઞાને નમસ્કાર
નમો + આયરિય + આણં | શ્રી આચાર્યોની આજ્ઞાને નમસ્કાર
નમો + ઉવજ્ઝાય + આણં । શ્રી ઉપાધ્યાયોની આજ્ઞાને નમસ્કાર
નમો + લોએ + સવ્વસાહૂ + આણં । લોકમાં રહેલા સર્વ સાધુભગવંતોની આજ્ઞાને નમસ્કાર.
એ પાંચ આજ્ઞાઓને કરેલો નમસ્કાર સર્વપાપનો સમૂળ નાશ કરે છે. સર્વમંગળોમાં પહેલું મંગળ છે.
આજ્ઞા તે આજ્ઞા છે, તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી.
એ આજ્ઞાની મર્યાદામાં રહે તેનું કલ્યાણ છે. એ આજ્ઞાનો ભંગ કરનારને શિક્ષા છે, શાસન છે. આજ્ઞા ત્રાણ પણ કરે છે અને શાસન અર્થાત્ શિક્ષા પણ કરે છે.
આશા, પાલન કરનારનું ત્રાણ કરે છે અને વિરુદ્ધ વર્તનારનું શાસન કરે છે.
આજ્ઞા અકૃત્રિમ છે, અનાદિનિધન છે, ભૂત-હિતકર છે, ભૂતભાવન છે, સત્ય છે, અવિતથ છે, અમિથ્યા છે, તેનાથી સર્વપદાર્થો જણાય છે, યથાયોગ્ય આચરણ થાય છે.
આજ્ઞાને આધીન સમગ્રવિશ્વ છે. આજ્ઞા ઇન્દ્રાદિ દેવોને પણ નમનીય છે.
આજ્ઞા પ્રત્યેનો આદર પણ પાપનાશક છે અને એના પ્રત્યેના અનાદરનો અંશ પણ ઘાતક છે.
આજ્ઞાની આધીનતાથી સૂર્યચન્દ્ર નિયમિત ફરે છે અને પૃથ્વી નિરાધાર ટકી છે. શ્રી નમસ્કાર એટલે આજ્ઞાનો આદર, આજ્ઞાનો આદર એટલે શ્રી નમસ્કાર. આજ્ઞાનો આદર
શ્રી અરિહંતોની આજ્ઞા વિશ્વમૈત્રીભાવની છે.
શ્રી સિદ્ધોની આજ્ઞા પરમાત્મસમદર્શિત્વની છે.
અનુપ્રેક્ષાકિરણ પ
Jain Education International
For Private & Personal Use Only
૪૦૧
www.jainelibrary.org