________________
* નમો 'પદનું રહસ્ય
શ્રી નવકારમાં છ વખત “નમો' પદનું ઉચ્ચારણ છે તે સહેતુક છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન એ જ્ઞાનમાં સાધન છે. તે સર્વ વડે થતું શ્રી પંચપરમેષ્ઠિઓનું જ્ઞાન સર્વપાપના હેતુભૂત દુષ્ટમન અને અશુદ્ધ ઇન્દ્રિયોને ટાળી, શુભમન અને શુદ્ધ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરે છે. દુષ્ટ મનનો નાશ તે પાપક્ષય છે અને શુભભાવની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે.
શ્રી નવકારના પ્રત્યેક “નમો ' પદને બોલતી વખતે એકેક ઈન્દ્રિય અને છઠ્ઠા પદનો નમસ્કાર બોલતી વખતે મનને નિર્મળ કરવાનો પ્રયાસ હું કરી રહ્યો છું. એમ વિચારવું.
નમો પદમાં પોતાની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિમત્તાનો સભાન સ્વીકાર છે. એ સ્વીકારમાં જ પરમાત્માની સ્તુતિ સમાયેલી છે. “નમો અરિહંતાણં' પદમાં વિવેક, વૈરાગ્ય, શમ દમ, સંતોષ, શ્રદ્ધા, ઉપરતિ, સમાધિ, મુમુક્ષતા વગરેનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. પ્રભુકૃપા માટે જરૂરી યોગ્યતાને તે વિકસાવે છે અને અયોગ્યતાનું નિવારણ કરે છે. દા.ત., “નમો' દુષ્કતગવાચક છે. “અરિહ ' સુકતાનુમોદનવાચક છે અને તાણં' ચતુર શરણગમાનવાચક છે. વળી “નમો અરિ + હંતાણં' પદ ધર્મકાયવાચક છે, “નમો અરિહં+ તાણે પદ કર્મકાયવાચક છે અને “નમો અરિહંત + આણં' પદ તત્ત્વકાયવાચક બની શકે છે. “ નમો ' પદથી દુષ્કતગર્તા, અરિહં' પદથી સુકૃતાનુમોદન અને “તાણ ' પદથી પ્રધાનશરણગમન વ્યક્ત થાય છે.
દુષ્કતગહ માટે કહ્યું છે કે- મતિદતેવું નુવાનિયને ' કર્મનો અનુબંધ દૂર કરવા માટે આ (દુષ્કૃતગર્તા) અમોઘ છે. સુકૃત અનુમોદન માટે કહ્યું છે કે – “મદવેતાનાશક્તિવશ્વનન્ !' કુશળ આશયનો અનુબંધ પાડવા માટે આ (સુકતાનુમોદન) સમર્થ છે. પ્રધાન શરણોપગમન માટે કહ્યું છે કે-મહાન પ્રત્યાય પરિક્ષાવ: પ્રત્યપાયોથી-વિદ્ગોથી બચાવી લેવા માટે આ (પ્રધાનશરણોપગમન) મહાન ઉપાય છે.
તાણે ' = “ત્રાણ' માં સાક્ષાત્ શરણપદ છે. “અરિહં' પદમાં ત્રિભુવનપૂજ્યતા છે, જે મહાન કુશળ કર્મને ઘોતિત કરે છે. “નમો પદ વડે દુષ્કતથી પાછા કરીને સુકૃત તરફ ગમન કરવાની ઈચ્છા અભિવ્યક્ત થાય
“અરિ+હંતાણં' એટલે ધર્મકાય અવસ્થા. જે અવસ્થામાં મૈત્યાદિ ભાવો અને તદ્દનુરૂપ આચરણ વડે ક્રોધાદિ ભાવશત્રુઓને પ્રભુએ હણી નાખ્યા છે, તેનો બોધ થાય છે.
અરિહંતસ્તાણ થી પ્રભુની સમવસરણસ્થ કર્મકાયઅવસ્થાનો બોધ થાય છે.
અરિહંત+આણ થી પ્રભુની તત્ત્વકાયઅવસ્થા, કે જે અવસ્થામાં પ્રભુ જગતના જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞાસ્વરૂપ બની ગયા છે, ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞાસ્વરૂપ બની ગયા છે તેનો બોધ થાય છે.
“નમો' પદનું આ રહસ્ય વારંવાર વિચારમાં વણવાથી તેની સુવાસ દયમાં ઉતરે છે અને પછી જીવનમાં ફેલાય છે. તેના પ્રભાવે માથે ચઢી બેઠેલો માનકષાય પગની પાનીએ સ્થાન પામે છે અને શ્રી અરિહંત અને તેમની આજ્ઞાની ઉત્તમાંગે પ્રતિષ્ઠા થાય છે.
નમો 'પદનું રહસ્ય
૧૩ NS
Mean
i
refere
e & Personal Use Only
www.jainelibrary.org