________________
'
અરિહંત એ નાથવાચક છે. ‘ નમો ’ના યોગે ચોથી વિભક્તિનો પ્રત્યય દાસ ભાવને સૂચવે છે. એ રીતે પ્રથમપદ વડે પ્રભુના દાસભાવનો આગ્રહ અને તે સિવાય બીજા કશાનો અનાગ્રહ સૂચવાય છે.
‘ નમો ’નું ઊલટું રૂપ ‘મોન’ થાય છે. ‘ મોન=મૌન ' મૌન એટલે મુનિપણું.
* શ્રી અરિહંતોનું મુનિપણું મને પ્રાપ્ત થાઓ ' એવી ભાવના પણ ‘ નમો અરિહંતાણં ’ પદમાંથી નીકળી
.
શકે છે.
*
નમો ' દ્વારા મનનું નમનભાવમાં રૂપાંતર થાય છે. નમન એટલે મનને નમાવવું, નમાવવું એટલે અહંકાર રહિત બનાવવું.
‘ અહં ' જાય એટલે ‘મમ’ જાય. ‘મમ’ જાય એટલે ‘સમ’ આવે. ‘સમ’ આવે એટલે આત્મસમત્વ પ્રગટે. આ રીતે ‘નમો' પદ આત્મસિદ્ધિ માટેના અમોઘ રસાયણનું કામ કરે છે. રસાયણની પેઠે તેનું સેવન ક૨ના૨નો બેડો પાર થઈ જાય છે, અને તેના જન્મ-મરણ આદિ ટળી જાય છે તેમાં કોઈ સંશય નથી.
सिज्जाट्टाणं पमुत्तूणं चिट्ठज्जा धरणीयले । भावबंधुं जगन्नाहं नमुक्कारं तओ पढे ॥
શ્રાવક સવારે શય્યાસ્થાન-પથંકાદિને છોડીને ધરણીતલ ઉપર બેસે અને સર્વત્ર સહાયકારક હોવાથી પરમાર્થ બંધુ તુલ્ય તથા અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરનારા વિશ્વસ્વામીને નમસ્કાર ભણે (કરે) અથવા પરાવર્તન કરે.
*
जलणाइ भए सेसं, मोत्तुं इक्कंपि जह महारयणं । घिप्पइ संगामे वा, अमोहसत्थं जह तहेह ||
અગ્નિ આદિનો ભય આવી પડે ત્યારે શેષ વસ્તુ મૂકીને એક મહારત્નને ગ્રહણ કરાય છે; કારણ કે તેમ ક૨વાથી પલાયન થવું આદિ ક્રિયા સુખપૂર્વક થઈ શકે છે. અથવા સંગ્રામની અંદર લાકડી, તલવા૨, ભાલા વગેરેને છોડી અમોઘ એવા બાણને કે શક્તિ આદિ શસ્ત્રને ગ્રહણ કરવામાં આવે છે. તેમ અહીં પણ મરણ આવી પડે ત્યારે તે અવસ્થામાં સ્મરણ ક૨વાને અશક્ય એવા દ્વાદશાંગને છોડીને, તે જ અર્હદ આદિ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે. દ્વાદશાંગના સ્થાને જે કરાય તેને દ્વાદશાંગનો અર્થ માનવો જોઈએ.
૧૬૨
मोत्तुंपि बारसंगं, स एव मरणंमि कीरए जम्हा । अरहन्तनमोक्कारो, तम्हा सो बारसंगत्थो ||
અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર એ બાર અંગનો સાર છે અને તે અરિહંત આદિ પાંચમાં જ રહેલા છે પણ બીજે નહીં. અહીં પંચપરમેષ્ઠીનમસ્કારમાં નમસ્કાર દ્વારા તે અરિહંત આદિ પાંચને નમાય છે, તેથી આ નમસ્કારમાં દ્વાદશાંગનો અર્થ એટલે બાર અંગનો સાર ૫૨માર્થથી રહેલ છે એ વગેરે વિચારીને પરમ મહર્ષિઓએ નવકારની દ્વાદશાંગાર્થતા માનેલી છે.
Jain Education International
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
For Private & Personal Use Only
www.jainelibrary.org