SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ “ નમો પદનો મહિમા દાસો” માંથી “દા' કાઢી લેવામાં આવે તો “સોહં' રહે છે. “દા' દાન અર્થમાં છે, એટલે પોતાની વસ્તુ દાનમાર્ગે આપી દેવાથી “સોહં' પદના અધિકારી બનાય છે. દાનથી પુણ્ય બંધાય છે અને પુણ્યથી સુંદર પ્રકૃતિ તેમ જ ભૌતિક પદાર્થો નહિ ઈચ્છવા છતાં પણ મળે છે. પ્રકૃતિના ધર્મોથી પણ મુક્ત થવા માટે “સોડાં' માંથી આદિ વ્યંજન “સુ” અને ઉપાજ્ય અક્ષર “હ” કાઢી લેવામાં આવે તો “ઓમ્' (ૐ) અર્થાતુ શુદ્ધ આત્મસ્વરૂપ રહે છે. પહેલાં દાન પછી પ્રકૃતિનું સમર્પણ અને પછી આત્માના શુદ્ધ સ્વરૂપનો ભાસ ! એવો અર્થ “દાસો મંત્રમાંથી નીકળે છે. “નમો પદ “દાસોહં'નું જ પ્રતીક છે. તેથી “નમો' પદના જાપથી પણ દાન, સમર્પણભાવ તથા તેના પરિણામે આત્માનું શુદ્ધ અરિહંત સ્વરૂપ પામી શકાય છે. નમો' પદ અનુરાગવાચક પણ છે તથા “અરિહંતાણં 'અનુગ્રહવાચક પણ થઈ શકે છે. શ્રી અરિહંતોના અનુગ્રહથી તેમના પ્રત્યેનો પ્રશસ્ત અનુરાગ વધે છે અને અનુરાગની વૃદ્ધિ થવાથી અનુગ્રહની પણ વૃદ્ધિ થાય છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે, એક વિના બીજ રહી શકતો નથી. અનુગ્રહના અર્થીએ અનુરાગ ઉત્પન્ન કરવો જોઈએ અને અનુરાગના અર્થીએ અનુગ્રહનો સ્વીકાર કરવો જોઈએ. અનુ=પશ્ચાત્ + ગ્રહ= પકડ. અનુરાગ અર્થાત્ પ્રશસ્ત રાગની પછી જે ઉત્પન્ન થાય તે અનુગ્રહ. એવી જ રીતે અનુ+પશ્ચાત્+રાગ સ્નેહ. અનુગ્રહની પછી જે ઉત્પન્ન થાય તે અનુરાગ. અનુગ્રહ અને અનુરાગ બંને મળીને ભાવનમસ્કાર બને છે. તથા ભાવનમસ્કાર દ્વારા સહજમળનો હ્રાસ અને ભવ્યત્વનો વિકાસ થાય છે. નમો' માતાના સ્થાને અને “અરિહંતાણં * પિતાના સ્થાને છે. બંનેના સંયોગથી થતો જે શુભભાવ - લયોપશમભાવ, તે ગર્ભધારણરૂપ ગણાય અને તેમાંથી કાળક્રમે ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય તે પુત્રજન્મ ગણાય. પંડિત શ્રી વીરવિજયજી મહારાજે શ્રી વીપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે-લય ઉપશમ તે ક્ષાયિક થાય, ગર્ભવતીપ્રિયા પુત્ર જણાય. ભાવિકભાવરૂપી પુત્રની પ્રાપ્તિ માટે કયોપશમભાવરૂપી ગર્ભના ધારણની અપેક્ષા છે અને લયોપશમ ભાવરૂપી ગર્ભધારણ માટે પિતાના સ્થાને ઉપાસ્ય અને માતાના સ્થાને ઉપાસક એ બેનો ઉચિત સંબંધજરૂરી ગણાય. ઉચિત સંબંધ એટલે એકાંતમાં ભાવપૂર્વક મિલન! ઉપાસ્યનો અનુગ્રહભાવ અને ઉપાસકનો અનુરાગભાવ, આ બેના મળવાથી મોહનીયકર્મના ક્ષયોપશમરૂપી ગર્ભધારણ અને અનુક્રમે તેના ક્ષયરૂપી પુત્ર જન્મ થાય છે. નમો’ના આ સ્પષ્ટ-અર્થને જણાવનારું સુભાષિત શ્રી વીતરાગસ્ત્રોત્રના છેલ્લા પ્રકાશમાં છે. ' तव प्रेष्योस्मि, दासोस्मि सेवकोस्म्यस्मि किंकरः । ओमिति प्रतिपयस्व नाथ ! नातः परं ब्रुवे ॥' અર્થ - નાથ! અરિહંત પરમાત્માનું ! હું તારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું (હે પ્રભુ! તમે) મારી આ વાતમાં હા પાડીને સેવક તરીકે મારો સ્વીકાર કરો આથી વધારે મારે કાંઈ કહેવું નથી. શ્રી નવકારના પ્રથમપદનો જ આ ભાવાર્થ છે. “નમો શબ્દમાંથી “ન' કાઢી નાખી “મો અને ઊલટો કરવામાં આવે તો “ઓ ' બની જાય છે. “ન” થી “હું બીજું કાંઈ માગતો નથી' એમ સૂચવાય છે. અને “ઓં થી આપ મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરો ' એમ પ્રાર્થના કરાય છે. નમો પદનો મહિમા ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy