SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ નમો' પદ વડે નાદની, “અરિહં' પદ વડે બિંદુની અને તાણં' પદ વડે કલાની સાધના થાય છે. નવકારમંત્ર વડે નાસ્તિકતા, નિરાશા અને નિરુત્સાહતા નાશ પામે છે તથા નમ્રતા, નિર્ભયતા અને નિશ્ચિતતા પ્રાપ્ત થાય છે. નવકારમંત્રમાં પોતાની કર્મબદ્ધ અવસ્થાનો સ્વીકાર થાય છે, અરિહંતોની કર્મમુક્ત અવસ્થાનું ધ્યાન થાય છે તથા કર્મમુક્તિના ઉપાયોસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આરાધન થાય છે. ક્ષાવિકભાવની પ્રાપ્તિ નવકારમંત્ર વડે ઔદયિકભાવોનો ત્યાગ, લાયોપથમિકભાવોનો આદર અને પરિણામે ભાયિકભાવની પ્રાપ્તિ થાય છે. નવકારમંત્રના આરાધકને મધુર પરિણામની પ્રાપ્તિરૂપ “સામભાવ,” તુલા પરિણામની આરાધનારૂપ “સમભાવ' અને ક્ષીરખંયુક્ત અત્યતં મધુર પરિણામની આરાધનરૂપ “સમ્મભાવ'ની પરિણતિનો લાભ થાય છે. નવકારની આરાધના વડે ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામકુંભથી પણ અધિક એવા શ્રદ્ધેય, ધ્યેય અને શરણ્યની પ્રાપ્તિ થાય છે. નમો પદ વડે ક્રોધનો દાહ શમે છે, “અરિહં' પદ વડે વિષયની તૃષા જાય છે અને “તાણં' પદ વડે કર્મનો પંક શોષાય છે. દાહ શમવાથી શાંતિ થાય છે, તૃષા જવાથી તુષ્ટિ થાય છે અને પંક શોષાવાથી પુષ્ટિ થાય છે, તેથી આ મંત્રને તીર્થજળની અને પરમાન્નની ઉપમાઓ યથાર્થપણે ઘટે છે. પરમાનનું ભોજન જેમ સુધાનું નિવારણ કરે છે તથા ચિત્તને તુષ્ટિ અને દેહને પુષ્ટિ કરે છે, તેમ આ મંત્રનું આરાધન પણ વિષયસુધાનું નિવારણ કરનાર હોવાથી મનને શાંતિ, ચિત્તને તુષ્ટિ અને આત્માને પુષ્ટિ કરે છે. નમો' એ ઉપશમ છે. “અરિહંત' એ વિવેક છે અને ‘તાણ' એ સંવર છે. નવકારમંત્રમાં કૃતજ્ઞતા અને પરોપકાર, વ્યવહાર અને નિશ્ચય, અધ્યાત્મ અને યોગ, ધ્યાન અને સમાધિ, દાન અને પૂજન, શુભ વિકલ્પ અને નિર્વિકલ્પ, યોગારંભ અને યોગસિદ્ધિ, સત્ત્વશુદ્ધિ અને સત્ત્વાતીતતા, પુરુષાર્થ અને સિદ્ધિ, સેવક અને સેવ્ય, કરુણાપાત્ર અને કરુણાવંત વગેરે સાધનાની સઘળી સામગ્રી રહેલી છે. ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાનો સુંદર સુમેળ હોવાથી આત્મશક્તિના વિકાસ માટે પરિપૂર્ણ સામર્થ્ય તેમાં રહેલું છે. તે કારણે શાસ્ત્રોમાં કહ્યું છે કે:एसो अणाइ कालो, अणाइ जीवो य अणाइ जिणधम्मो तइयाविते पढंता, एसुचिय जिण नमुक्कारो ॥ કાલ અનાદિ છે, જીવ અનાદિ છે અને જિનધર્મ પણ અનાદિ છે, તેથી આ નમસ્કાર અનાદિકાળથી ભણાતો આવ્યો છે અને અનંતકાળ સુધી ભણાશે અને એ ભણનાર તથા ભણાવનારનું અનંત કલ્યાણ કરશે. સહજમલનો હ્રાસ અને ભવ્યત્વભાવનો વિકાસ કર્મના સંબંધમાં આવવાની જીવની પોતાની યોગ્યતાને સહજમલ કહેવાય છે. અને મુક્તિના સંબંધમાં આવવાની જીવની યોગ્યતાને ભવ્યત્વસ્વભાવ કહેવાય છે. દરેક જીવની યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે, તેને તથાભવ્યત્વ કહેવાય છે. સહજમલનો હ્રાસ અને તથાભવ્યત્વનો વિકાસ ત્રણ સાધનોથી થાય છે તેમાં પહેલું દુષ્કતગઈ છે, બીજું સુકૃતાનુમોદન છે અને ત્રીજું અરિહંતાદિ ચારનું શરણગમન છે. દુષ્કૃતગર્તાનો પ્રતિબંધક મુખ્યત્વે રાગદોષ છે, સુકૃતાનુમોદનનો પ્રતિબંધક દ્વેષદોષ છે અને શરણગમનનો IN ૨૫૬ આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy