SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમાં પ્રભુની આજ્ઞાનો વિચાર છે, રાગાદિ દોષોની અપાયકારકતા અને જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધકર્મના વિપાકની વિરસતાનો પણ વિચાર છે, તથા ચૌદરાજલોકરૂપ વિસ્તારવાળા આકાશપ્રદેશોમાં ધર્મસ્થાનની અત્યંત દુર્લભતા છે એ વિચારરૂપી સંસ્થાનવિચધ્યાન પણ તેમાં રહેલું છે. અરિહં' પદમાં શુક્લધ્યાનના પ્રથમ બે ભેદ પૃથકત્વવિતર્ક-સવિચાર અને એકત્વવિતર્ક-અવિચાર, તથા “તાણં' પદમાં શુકુલધ્યાનના છેલ્લા બે ભેદ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયા-અનિવૃત્તનો વિચાર રહેલો આ રીતે અર્થભાવનાપૂર્વક પ્રથમપદનો જાપ ધર્મધ્યાનના ચારેય પાયા તથા શુકલધ્યાનના ચારેય પાયાનો એકસાથે સંગ્રહ કરાવનાર હોવાથી અતિ ઉજ્જવળ વેશ્યાને પેદા કરાવનારો થાય છે, તેથી આત્માર્થી જીવોને અત્યંત ઉપાદેય છે અને પુનઃ પુનઃ કરવા લાયક છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન યોગશતકમાં કહ્યું છે કે :सरणं भए उवाओ, रोगे किरिया विसम्मि मंतो य । एए वि पावकम्मो-बक्क्रमभेया उ तत्तेणं ॥१॥ सरणं गुरू य इत्थं, किरिया उ तवो त्ति कम्मरोगम्मि । मंतो पुण सज्झाओ, मोहविसविणासणो पवरो ॥२॥ બીજાથી ભય ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉપાય જેમ સમર્થનું શરણ છે, કુષ્ઠાદિ વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉપાય જેમ યોગ્ય ચિકિત્સા છે, તથા સ્થાવરજંગમરૂપ વિષનો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે તેનું નિવારણ જેમ દેવાધિક્તિ અક્ષરન્યાસરૂપે મંત્ર છે, તેમ ભયમોહનીયાદિ પાપકર્મોનો ઉપક્રમ અર્થાત વિનાશ કરવાના ઉપાય પણ શરણ વગેરેને જ કહેલાં છે. શરણ્ય ગુરુવર્ગ છે, કર્મરોગની ચિકિત્સા બાહ્ય-અભ્યતર તપ છે અને પાંચ પ્રકારનો સ્વાધ્યાય મોહવિષનો વિનાશ કરવામાં સમર્થ મંત્ર સમાન છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે કેतपः स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ॥ (२-१-२) તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ક્રિયા યોગ છે. તે વડે ક્લેશની અલ્પતા અને સમાધિની પ્રાપ્તિ થાય છે. નવકારનું પ્રથમ પદ “નમો અરિહંતાણં' સમાધિની ભાવના અને અવિદ્યાદિ ક્લેશોનું નિવારણ કરે છે. “નમો પદ વડે કર્મરોગની ચિકિત્સારૂપ બાહ્ય-અત્યંતર તપ, “અરિહં' પદ વડે સ્વાધ્યાય અને “તાણં' પદ વડે ઈશ્વરપ્રણિધાન અર્થાત્ એકાગ્ર ચિત્તે પરમાત્મસ્મરણ થાય છે. પ્રથમપદના વિધિપૂર્વક જાપ વડે શ્રદ્ધા વધે છે, વિર્યઉત્સાહ વધે છે, સ્મૃતિ-સમાધિ અને પ્રજ્ઞા વધે છે તથા અંતે કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. અષ્ટગયોગ. યોગના આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ કહેલાં છે, તે પ્રત્યેક અંગની સાધના વિધિયુક્ત નવકારમંત્ર ગણનારને થાય છે. નવકારમંત્રને ગણનાર અહિંસક બને છે, સત્યવાદી થાય છે, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રતનો પણ આરાધક થાય છે. નવકારમંત્રના આરાધકને બાહ્યાંતર શૌચ અને સંતોષ તથા પૂર્વે કહ્યા મુજબ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનરૂપ નિયમોની સાધના થાય છે. નવકારમંત્રને ગણનાર સ્થિરસુખાસનની અને બાહ્યઆત્યંતર પ્રાણાયામની સાધના કરનારો પણ થાય છે. નવકારનો સાધક ઇન્દ્રિયોનો પ્રત્યાહાર, મનની ધારણા અને બુદ્ધિની એકાગ્રતારૂપ ધ્યાન તથા અંતઃકરણની સમાધિનો અનુભવ કરે છે. IN અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy